24.4 C
Amreli
27/09/2020
સમાચાર

છેલ્લા શ્વાસ સુધી આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક કોયડો બની રહ્યા 88 વર્ષના યોગી પ્રહલાદ જાની.

પીએમ મોદી સહિત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને આશ્ચર્ય પમાડનાર વ્યક્તિ હતા, પ્રહલાદ જાની એટલે કે ચૂંદડી વાળા માતાજી

વૈજ્ઞાનિકો માટે એક પડકાર બનેલા ગુજરાતની યોગી પ્રહલાદ જાની, તે હવે આપણી વચ્ચે નથી રહ્યા. તે એક એવા વ્યક્તિ હતા, જેનાથી વૈજ્ઞાનિક પણ આશ્ચર્યચકિત હતા. તે સાત દાયકા સુધી ખાધા વગર અને પાણી પીધા વિના જીવતા રહ્યા. વૈજ્ઞાનિકો માટે આ એક આશ્ચર્યજનક પ્રશ્ન બનેલો રહ્યો.

એટલું જ નહીં તે દરમિયાન પ્રહલાદ જાનીએ મૂત્ર ત્યાગ પણ નથી કર્યું. તે કોઈ પણ માટે આશ્ચર્યજનક હોઈ શકે છે. બીબીસી અને અલજજીરા સહિત તમામ વિદેશી મીડિયાએ જયારે તેમના સમાચારોને વિશ્વના દરેક ખૂણા સુધી પહોચાડ્યા, ત્યારે દરેક આ અનોખી ક્ષમતાને જાણીને આશ્ચર્યચકિત હતા.

ડોક્ટર એંટન લંગર મેટાબોલિક નિષ્ણાતે તેમના વિષે વાત કરતા એક ખાનગી ચેનલને કહ્યું હતું કે તે તેની કલ્પનાથી ભરેલા પડ્યા છે. એ જ રીતે ડોક્ટર વુલ્ફચગેંગ મોર્કેલ જે એક ન્યુટ્રિશનિસ્ટ નિષ્ણાંત છે. પણ તેની અજોડ ક્ષમતાઓથી આશ્ચર્યચકિત થયા હતા.

તેઓએ પણ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે એટલા વર્ષો સુધી ખાધા વગર, પાણી પીધા વગર કે ઉર્જા વગર જીવિત રહેવું અશક્ય છે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે આધ્યાત્મિક તરફ જયારે બાબા જાની વળ્યા હતા, ત્યારે તેમની જીભ ઉપર ત્રણ છોકરીઓએ આંગળી મૂકી હતી. ત્યાર પછી તેની ભૂખ અને તરસ બંને દૂર થઈ ગઈ.

પ્રહલાદ જાની માત્ર ભારતીય વૈજ્ઞાનિકો માટે પણ એક કોયડો ન હતો, પરંતુ તે વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે ચર્ચાનો વિષય હતો. તેને લોકો ‘ચુનરી વાળા માતા’ ના નામથી બોલાવતા હતા. 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લેનાર જાની અંત સુધી કોયડો બનેલા રહ્યા હતા. પ્રહલાદ જાનીના આશ્રમમાં રાજકીય હસ્તીઓથી લઈને સેલીબ્રેટીઝનું આવવા જવાનું ચાલુ રહેતું. તેમની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત ઉપરથી લગાવી શકીએ છીએ કે પીએમ મોદી પણ તેમના આશ્રમની મુલાકાતે આવી ચુક્યા છે.

પ્રહલાદ જાનીએ જે વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મુક્યા હતા. તેમાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ શામેલ છે. તે પ્રહલાદ જાનીની અનોખી જીવનશૈલીનું રહસ્ય જાણવા માટે આતુર હતા. આ રહસ્ય ઉકેલવા માટે જાનીના અનેક તબીબી પરીક્ષણો પણ થયા. સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત દેશની જાણીતી સંસ્થા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની ટીમે સીસીટીવી કેમેરાની નજરમાં 15 દિવસો સુધી 24 કલાક તેમની ઉપર નજર રાખી હતી.

ત્યાં સુધી કે તેના આશ્રમના ઝાડ છોડના પણ ટેસ્ટ કરવા આવ્યા હતા. તેમ છતાં, તેનું જીવન એક રહસ્ય બનેલું રહ્યું. આટલા વર્ષો સુધી તેમણે કંઇ ખાધા-પીધા વગર જીવતા રહેવાના દાવાની તબીબી અને વૈજ્ઞાનિકો દ્વારા વારંવાર પરીક્ષણ કરવામાં આવ્યું, પરંતુ કોઈ આ કોયડો ઉકેલી શક્યા નહીં.

પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડો.સુધીર શાહ દ્વારા તેમની બે વાર વિશેષ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન તેમણે કંઈપણ ખાધું ન હતું અને ન તો કાંઈ પીધું હતું અને ન તો તે પેશાબ અને શૌચ ગયા હતા. તેમણે કહ્યું કે આટલા વર્ષોમાં તેમનું શારીરિક પરિવર્તન થઇ ગયું છે. આ તપાસ દરમ્યાન બહાર આવેલા અહેવાલમાં તેમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ સમય દરમિયાન, તેમના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 10-12ની વચ્ચે રહ્યું.

ચાલો તમને જણાવી દઈએ કે હિમોગ્લોબિનનું પ્રમાણ પણ તેમના શરીરમાં 10-12 વચ્ચે જળવાઈ રહ્યું. હિમોગ્લોબીન શરીરમાં ઓક્સીજન સપ્લાયનો એક મોટો સ્રોત પણ હોય છે. બાબા જાનીમાં તેનું પ્રમાણ સામાન્ય વ્યક્તિ જેવું જ હતું. દેશના સંરક્ષણ અને વિકાસ અનુસંધાનને ધ્યાનમાં લઈએ, તો બાબા જાની ઉપર કરવામાં આવેલા સંશોધનમાં તે કોઈ પણ નિષ્કર્ષ ઉપર પહોંચી શક્યા ન હતા.

જાનીએ દાવો કર્યો હતો કે તે ઘણા આવા અસાધ્ય રોગોની સારવાર પણ કરી શકતા હતા, જેની તબીબો પાસે પણ સારવાર નથી. તેમણે દાવો કર્યો હતો કે એડ્સ, એચઆઈવી જેવા ગંભીર રોગોની સારવાર માત્ર એક જ ફળથી કરી શકાય છે. આ સિવાય તેમણે નિઃસંતાન વ્યક્તિઓની પણ સારવાર કરવાનો દાવો કર્યો હતો. તેને ઓળખવા વાળા તેમના આ દાવાઓની પુષ્ટિ પણ કરે છે.

પ્રહલાદ જાનીનો જન્મ 13 ઓગસ્ટ 1929 માં થયો હતો. તેમને 5 ભાઈઓ અને એક બહેન હતી. આશરે 10 વર્ષની ઉંમરે તેમણે આધ્યાત્મિક જીવન માટે પોતાનું ઘર છોડી દીધું હતું. તેમણે માઉન્ટ આબુ સહિત મહાબળેશ્વરમાં ધ્યાન કર્યું.

એક વર્ષ સુધી તેઓ માતા અંબાની ભક્તિમાં ડુબેલા રહ્યા, ત્યાર પછી તેઓ નાકમાં નથણી અને સાડી પહેરવા લાગ્યા, તેઓ સંપૂર્ણ મહિલાઓની જેમ શૃંગાર કરતા હતા. સિંદૂર અને નાકના નથણી પહેરવા લાગ્યા. છેલ્લા 50 વર્ષથી જાની ગુજરાતના અમદાવાદથી 180 કિ.મી. દુર પહાડ ઉપર અંબાજી મંદિરની શેષનાગના આકારની ગુફા પાસે રહેતા હતા.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં કોરોનાવાયરસનો કોઈ સકારાત્મક કેસ નોંધાયો નથી: જયંતિ રવિ

Amreli Live

લાખ લાખ સલામ આજે પોલીસને જે કોરોના અને લોકો ની વચ્ચે અત્યારે ઢાલ છે અને જુઓ કેવા કેવા કાર્ય કરે છે લોકો માટે,

Amreli Live

આ રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

Amreli Live

કોરોના વાયરસ : અમદાવાદમાં આ 41 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો તાત્કાલિક AMCને જાણ કરો

Amreli Live

આજથી શરતો સાથે દુકાનો ખોલવાની ગૃહમંત્રાલય દ્વારા અપાઈ છૂટ..

Amreli Live

36 કડવાણીનો ઉકાળો : jitubhai talaviya

Amreli Live

કોરોના વાયરસથી સમાજને બચાવા કેદીઓ મેદાને, જેલના માસ્કની માંગમાં વધારો

Amreli Live

દિલીપભાઈ દ્વારા ગાંધીનગર ખાતે ભુખ્યાને ભોજન કરાવામાં આવ્યું.

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું જ્ઞાન”.

Amreli Live

Corona virus : ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવામાં પણ મળશે ત્રણ મહિનાની છૂટ, જાણો RBI એ શું કહ્યું

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 5 “કર્મ યોગ”.

Amreli Live

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

Amreli Live

‘દીલથી સુરત સિવિલ હૉસ્પિટલના આખા સ્ટાફનો આભાર.

Amreli Live

આપણી તકેદારી થી જ આપણે કોરોનાને આવતો રોકી શકીએ છે.

Amreli Live

યુવકે લગાવ્યો હતો કોરોના વેક્સીનનો ડોઝ, હાલત થઈ ખરાબ.

Amreli Live

મૂંગા પશુઓ માટે ઘાસચારો ભરેલું ટ્રેકટર લઈને નિકલ્યા નેતા વિપક્ષ…….

Amreli Live

શ્રી નીતિન ત્રિવેદીસાહેબ નું ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રાજકોટ પર કોરોના વાયરસ વિષે નું વ્યક્તવ્ય.

Amreli Live

પાંડવરા બત્તી અદભુત વનસ્પતિ

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

શીતલ ગ્રુપ દ્વારા અમરેલીના લોકો માટે દૂધ દહીં છાસ હોમ ડિલિવરી સર્વીશ નો આરંભ થયો કોલ કરો : 99046 44412

Amreli Live