27 C
Amreli
23/09/2020
bhaskar-news

છેલ્લા એક મહિનામાં ચીનમાં એકપણ મોત નહીં; ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયોવિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 45.25 કેસ નોંધાયા છે. ત્રણ લાખ ત્રણ હજાર 372 લોકોએ જીવ ગુમાવ્યા છે. 17 લાખ ત્રણ હજાર 808 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયોછે.

છેલ્લા એક મહિનામાં ચીનમાં એકપણ મોત નહીં
ચીનમાં છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. જોકે નવા કેસ નોંધાયા છે. વુહાનમાં શનિવારે 11 નવા કેસ નોંધાયા છે. હાલમાં જ વુહાનમાં તમામ નાગરિકની તપાસ કરાઈ રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ 13 મેના રોજ અહીં 76 હજાર લોકોની તપાસ કરાઈ હતી. વુહાનમાં અત્યાર સુધીમાં 50 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3869 લોકોના મોત થયા છે.

સ્પેન કરતાં ફ્રાન્સમાં મૃત્યુઆંક વધી ગયો

ફ્રાન્સની રાજધાની પેરિસના ટ્રોકેડારો ગાર્ડનની આ તસવીર છે. અહીં લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે.

સંક્રમણની દ્રષ્ટિએ સ્પેન બીજા નંબરે અને ફ્રાન્સ સાતમાં નંબરે છે. મૃત્યુઆંકની બાબતમાં ફ્રાન્સ સ્પેન કરતા આગળ નિકળી ગયું છે.ફ્રાન્સમાં27 હજાર 425ના મોત થયા છે, જ્યારેસ્પેનમાં27 હજાર 321ના મોત થયા છે.

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની એક રેસ્ટોરાંમાં જમી રહેલા લોકો. અહીં લોકડાઉનમાં રાહત અપાઈ છે.

ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનમાં રાહત

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શુક્રવારે લોકડાઉનમાં રાહત અપાઈ છે. બીચ, પબ અને રેસ્ટોરાં ખોલવામાં આવી છે. અહીં 10 લોકોને ભેગા થવાની પરવાનગી છે. ઓસ્ટ્રેલિયામાં 7 હજાર 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ત્રણ હજાર એકલા સિડીનીમાં નોંધાયા છે. ઓસ્ટ્રેલિયામાં 98 લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર

બ્રાઝીલના સાઓ પાઉલોમાં તાબુતોને લઈ જઈ રહેલા મજૂરો નજરે પડે છે.

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 944 નવા કેસ નોંધાયા છે, આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 3 હજાર થઈ ગઈ છે. મૃત્યુઆંક 13 હજાર 993 થયો છે.બ્રાઝીલમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, છતાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ કહ્યું કે લોકડાઉનથી દેશ તૂટવાની સ્થિતિમાં છે. ઘણા રાજ્યોના ગવર્નર દ્વારા લગાવાયેલા પ્રતિબંધોથી બ્રાઝીલ ગરીબોનો દેશ બની રહ્યો છે.

અમેરિકામાં 24 કલાકમાં 1779ના મોત
અમેરિકાની વાત કરી એ તો અત્યાર સુધીમાં 14 લાખ 57 હજાર 593 કેસ નોંધાયા છે. 86 હજાર 912 લોકોના મોત થયા છે. 3 લાખ 18 હજારથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 27 હજાર 376 કેસ નોંધાયા અને 1779 લોકોના મોત થયા છે.અમેરિકાને કોરોના વાઈરસ કોવિડ-19થી સંક્રમિત બે હજાર લોકો ઉપર મેલેરિયાની દવા હોઈડ્રોક્લોરોક્વીનનું પરીક્ષણ શરૂ કર્યું છે.

પૂર્વ સ્વાસ્થ્ય કર્મચારીએ ટ્રમ્પની ટિક્કા કરી
અમેરિકાના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય અધિકારી રિક બ્રાઈટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સંક્રમણને રોકવા માટે યોગ્ય દિશામાં કામ કરી રહી નથી. સરકારે સમયસર દેશમાં દવા પહોંચાડી નથી.
દ. આફ્રિકામાં 24 કલાકમાં 665 નવા કેસ
દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 12 હજારથી વધીને 12 હજાર 739 થઈ ગઈ છે. અહીં 24 કલાકમાં 665 નવા કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 238 થયો છે.

પેરુમાં કોરોનાના પોઝિટિવ કેસ 80 હજારને પાર
પેરુમાં કોરોના વાઈરસના 4298 નવા કેસ નોંધાયા છે આ સાથે અહીં પોઝિટિવ કેસની સંખ્યા 80 હજાર 604 થઈ છે. 2267 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મસ્જિદમાં જતાં પહેલા બાળકો ઉપર ડિસઈન્ફેક્ટનો છંટકાવ કરતા કર્મચારીઓ.

બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરમાં પ્રથમ સંક્રમણ કેસ નોંધાયો
બાંગ્લાદેશની શરણાર્થી શિબિરમાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. આ શિબિરમાં 10 લાખ શરણાર્થી રહે છે. બાંગ્લાદેશમાં 18 હજાર 863 કેસ નોંધાયા છે અને 283 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ મોત
અમેરિકા 14,57,593 86,912
સ્પેન 2,72,646 27,321
રશિયા 2,52,245 2,305
બ્રિટન 2,33,151 33,614
ઈટાલી 2,23,096 31,368
બ્રાઝીલ 2,02,918 13,993
ફ્રાન્સ 1,78,870 27,425
જર્નની 1,74,975 7,928
તુર્કી 1,44,749 4,007
ઈરાન 1,14,533 6,854
ચીન 82,929 4,633
ભારત 81,997 2,649
પેરુ 80,604 2,267
કેનેડા 73,401 5,472
બેલ્જિયમ 54,288 8,903
સાઉદી અરબ 46,869 283
નેધરલેન્ડ 43,481 5,590
મેક્સિકો 40,186 4,220
ચીલી 37,040 368
પાકિસ્તાન 35,788 770
સ્વિત્ઝરલેન્ડ 30,463 1,872
સ્વીડન 28,582 3,529
પોર્ટુગલ 28,319 1,184
કતાર 28,272 14

ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ પછી નવો કેસ નોંધાયો
ન્યૂઝીલેન્ડમાં સતત ત્રણ દિવસ સુધી કોઈ કેસ ન નોંધાયા પછી શુક્રવારે ચોથા દિવસે એક નવો કેસ નોંધાયો છે. ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં 1421 કેસ નોંધાય છે અને 21ન લોકોના મોત થયા છે.

જાપાનમાં ફોર વર્કિંગ ડેની માંગ
કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાપાનની કંપનીઓએ સપ્તાહમાં ચાર દિવસ કામની ભલામણ કરી છે. તેઓના તર્ક મુજબ તેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને અન્ય જગ્યાએ માણસોની અવરજ જવર ઓછી રહેછે, સાથે શિફ્ટ પ્રમાણે કામ હોવાથી સંક્રમણનું જોખમ ઓછું રહેશે.

વિશ્વ બેન્કે કોરોના મહામારી સામે લડવા માટે ભારતને વધારાની એક બિલિયન ડોલરની સહાય કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


તસવીર ચીનના વુહાનની છે. 1.10 કરોડની વસ્તીવાળા આ શહેરમાં તમામ લોકોની તપાસ કરાઈ રહી છે.


બ્રાઝીલના રિયો ડે જનેરિયોમાં એક શેલ્ટર હોમને ડિસઈન્ફેક્ટેટ કરવા સૈનિકો પહોંચ્યા હતા. દેશમાં ગુરુવારે સાત હજાર નવા કેસ નોંધાયા હતા.

Related posts

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

રોમમાં ગુડ ફ્રાઇડેની પરંપરા તૂટી, સરઘસનું સ્થાન બદલાયું અને પોપે પ્રવચન પણ ન આપ્યું

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

કુલ 2,05,147 કેસ: કેરળ-બંગાળમાં આજે સૌથી વધારે દર્દી વધ્યા, 4 સંક્રમિત મળતા એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ 2 દિવસ માટે બંધ

Amreli Live

રાજકોટમાં 29 કેસ અને 3ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, અમરેલીમાં 14, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટ

Amreli Live

કોરોના સામેની લડતમાં 108ની મહત્વની કામગીરી, જુઓ વીડિયો

Amreli Live

અત્યાર સુધીમાં એક લાખ 19 હજાર મોતઃ અમેરિકાના તમામ 50 રાજ્યો ઇમરજન્સી ઝોન જાહેર

Amreli Live

15.32 લાખ કેસઃ કુલ સંક્રમિતોમાં દિલ્હી ત્રીજા નંબરે, પરંતુ ટોપ-10 રાજ્યોમાં હવે અહીંયા સૌથી ઓછા 11 હજાર એક્ટિવ કેસ

Amreli Live

અત્યાર સુધી 27,964, મૃત્યુઆંક 884: તેલંગાણા 1000નો આંકડો પાર કરનારું 9મું રાજ્ય, 9 રાજ્યોમાં જ 88% દર્દી

Amreli Live

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત; વિશ્વમાં અત્યાર સુધી 1.84 કરોડ લોકો સંક્રમિત

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

નવા 42 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1566, વધુ 8 કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live