22.2 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

છૂટાછેડા પછી આ અભિનેત્રીઓને ક્યારે નથી આવ્યો બીજા લગ્નનો વિચાર, આજે પણ જીવી રહ્યા છે સિંગલ લાઈફ.

આ હીરોઇનો છૂટાછેડા પછી જીવી રહી છે હેપ્પી સિંગલ લાઈફ, બીજા લગ્નનો વિચાર પણ નથી આવતો. બોલીવુડના ઝાકમઝોળથી ભરેલી દુનિયામાં સંબંધો બંધાવા અને તુટવાની બાબતો સામાન્ય છે. અહિયાં સેલેબ્સ જેટલા જલ્દી એક બીજાના સંબંધો બાંધે છે, એટલા જ જલ્દી સંબંધો તોડી પણ દે છે. આમ તો લગ્નને અતુટ બંધનનો સંબંધ માનવામાં આવે છે, પરંતુ બોલીવુડમાં આ સંબંધોની પણ કોઈ ગેરંટી નથી હોતી.

બોલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે તેમની પસંદગી મુજબ લવ મેરેજ કર્યા છે તો ઘણી અભિનેત્રીઓએ કુટુંબની પસંદગીથી એરેંજ મેરેજ કર્યા. પરંતુ આ લગ્નનું પરિણામ માત્ર છૂટાછેડા જ રહ્યું. આમ તો હવે આ અભિનેત્રીઓ એક આનંદમય સીગલ લાઈફ એન્જોય કરી રહી છે. આવો જાણીએ ખરેખર આ લીસ્ટમાં કોણ કોણ છે સામેલ.

કરિશ્મા કપૂર : બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓ માંથી એક કરિશ્મા કપૂરે વર્ષ 2003માં દિલ્હીના બિજનેસમેન સંજય કપૂર સાથે સાત ફેર લીધા હતા. બંને તેમના લગ્નજીવનમાં ખુશ હતા, પરંતુ લગ્નના 11 વર્ષ પછી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધી. વર્ષ 2014માં કરિશ્મા કપૂરે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો અને 2016માં બંનેના કાયદેસર છુટાછેડા થયા. હાલ બંને બાળકોનો કબજો કરિશ્મા કપૂર પાસે છે.

કરિશ્મા કપુર તેના બંને બાળકો સાથે મુંબઈમાં ફ્લેટમાં રહે છે, આ ફ્લેટ તેને સંજય કપૂર દ્વારા અલીમનીમાં મળ્યો હતો. કરિશ્મા સિંગલ છે અને તેમના બાળકો સાથે ઘણી ખુશ છે. વર્કફ્રંટની વાત કરીએ તો ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝ મેંટલહુડમાં જોવા મળી હતી. કરિશ્માએ સંજય કપૂર સાથે છૂટાછેડા પછી બિજનેસમેન સંદીપ તોશનીવાલને ડેટ કર્યા હતા, પરંતુ તે સંબંધો પણ વધુ દિવસ ન ચાલી શક્યા.

મનીષા કોઈરાલા : નેપાળી ક્વીન મનીષા કોઈરાલાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. મનીષાએ પણ ઘણાને ડેટ કર્યા, પરંતુ દર વખતે તેને દગો જ મળ્યો. તેથી જયારે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો તો તે નિણર્ય પણ તેના જીવનમાં માત્ર દુઃખ જ લઈને આવ્યો. વર્ષ 2010માં તેમણે નેપાળના એક બિજનેસમેન સમ્રાટ ટહલ સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્નના માત્ર 1 વર્ષ પછી જ બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા. તેના વિષે મનીષાએ તે દિવસોમાં ફેસબુકમાં લખ્યું હતું, ‘મારા પતિ જ મારા દુશ્મન બની ગયા છે, એક મહિલા માટે તે કેટલા ખરાબ હોઈ શકે છે.’

લગ્ન માત્ર 3 વર્ષ જ ચાલી શક્યા અને ત્યાર પછી બંનેના છૂટાછેડા થઇ ગયા. સમ્રાટ સાથે છૂટાછેડા પછી મનીષાને કેન્સર જેવા જીવલેણ રોગ જંગ લડી અને આ જંગને ખરેખર તેણે જીતી લીધો. કેન્સરને હરાવ્યા પછી મનીષાએ ફિલ્મોમાં કમબેક કર્યો અને વર્ષ 2018માં ફિલ્મ સંજુમાં જોવા મળી. એટલું જ નહિ પરંતુ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સ ઉપર પ્રસારિત થનારી વેબ સીરીજ લસ્ટ સ્ટોરીજમાં પણ મનીષાએ કામ કર્યું. તેમ જ મનીષા ઘણા કેન્સર જાગૃતિના અભિયાન પણ ચલાવે છે.

કોંકણા સેન શર્મા : કોંકણા સેન શર્મા અને અભિનેતા રણવીર શૌરીના પ્રેમના કિસ્સા પણ ઘણા ચર્ચામાં રહ્યા છે. કહેવામાં આવે છે કે કોંકણાને રણવીર સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો, આ બંનેની પહેલી મુલાકાત ફિલ્મ મિક્સ્ડ ડબલ્સ દરમિયાન થઇ હતી અને વર્ષ 2010માં બંનેએ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા.
આમ તો આ લગ્ન વધુ દિવસો સુધી ન ચાલી શક્યા અને ત્રણ વર્ષ પછી 2013માં જ કોંકણાએ પોતાને સિંગલ જાહેર કરી દીધી. પરંતુ કોંકણા સિંગલ ઘણી ખુશ છે અને હવે તેના મગજમાં ક્યારે પણ બીજા લગ્નનો વિચાર નથી આવતો.

મહિમા ચોધરી : મહિમા ચોધરી નું નામ પણ આ અભિનેત્રીઓની યાદીમાં જોડાયેલું છે, જેના પરણિત જીવનનો અંત ઘણો ખરાબ આવ્યો. આમ તો મહિમા હવે સિંગલ જ ઘણી ખુશ છે. વર્ષ 2006માં તેમણે બિજનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા અને તેના 7 વર્ષ પછી જ બંનેના લગ્નનો અંત છૂટાછેડા સાથે આવ્યો. અભિનેત્રીને દીકરીના ઉછેર માટે ફિલ્મોથી દુર રહે છે. આમ તો ઘણા ઈવેંટસમાં તે જોવા મળે છે.

ચિત્રાંગદા સિંહ : બોલીવુડની અતિ સુંદર અભિનેત્રીઓના લીસ્ટમાં જોડાયેલી ચિત્રાંગદા સિંહ પણ છૂટાછેડા પછી હવે આનંદમય રીતે એકલી છે. ચિત્રાંગદાએ પ્રસિદ્ધ ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 13 વર્ષ પછી જ બંનેના લગ્નમાં કડવાશ આવવાનું શરુ થઇ ગયું. આમ તો 2014માં બંને એક બીજાથી લગ્ન થઇ ગયા. ચિત્રાંગદા સિંહે ન માત્ર અભિનયની દુનિયામાં તેનો હાથ અજમાવ્યો છે પરંતુ તેણે પ્રોડ્યુસિંગનું કામ પણ કર્યું છે. વર્ષ 2018માં ફિલ્મ સૂરમાને ચિત્રાંગદા સિંહે જ પ્રોડ્યુસ કરી હતી.

પૂજા ભટ્ટ : ફિલ્મમેકર અને બોલીવુડ અભિનેત્રી પૂજા ભટ્ટનું નામ પણ આ યાદીમાં રહેલું છે. ફિલ્મ સડક 2 થી પૂજા ફિલ્મોમાં પછી ફરવાની છે, 20 વર્ષ પછી પૂજા કોઈ ફિલ્મમાં જોવા મળશે. આમ તો આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં તેની બહેન આલિયા ભટ્ટ જોવા મળશે. અને જો પૂજાના પર્સનલ જીવનની વાત કરવામાં આવે તો તેણે વિડીયો જોકી મનીષ મખીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આશરે 11 વર્ષ પછી પૂજાએ મનીષ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. પૂજા તેના પિતા મહેશ ભટ્ટના રસ્તે ચાલી એક સફળ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર બની.

સંગીતા બિજલાની : અભિનેત્રી સંગીતા બિજલાનીનું નામ એક સમયે સલમાન ખાન સાથે જોડાતું હતું. સંગીતા બિજલાની અને સલમાન એક બીજાથી ઘણા નજીક હતા. પરંતુ આ સંબંધનો અંત પણ ઘણો દુઃખદ રીતે થયો હતો. ત્યાર પછી સંગીતાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ અજહરુદ્દીન સાથે વર્ષ 1996માં લગ્ન કર્યા. બંનેએ 14 વર્ષ સુધી એક બીજા સાથે નિભાવ્યા અને 2010માં બંનેના લગ્નનો અંત આવી ગયો. હવે બંનેના અલગ થયે 10 વર્ષ પુરા થઇ ચુક્યા છે, પરંતુ સંગીતા હવે સિંગલમાં સુખી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

3 રાશિના લોકોને આજે નોકરી અને બિઝનેસમાં મળશે સારા અવસર, જાણો અન્ય રાશિના લોકોને શું લાભ થશે.

Amreli Live

નાના દુકાનદારો અને મજૂરોનું પણ પૂરું થશે ઘરનું સપનું, બેંક આપશે આટલા લાખ સુધીની લોન.

Amreli Live

આ 5 રાશિ વાળાઓનું નસીબ બદલશે સંકટ મોચન હનુમાન, સફળતાનાં ખુલશે રસ્તા, થશે ધન લાભ.

Amreli Live

જાણો તાંબાની વીંટી ધારણ કરવાના શું છે લાભ?

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

ખુલી ગયો વૈષ્ણો દેવીનો દરબાર, દર્શન માટે કરવું પડશે આ નિયમોનું પાલન

Amreli Live

જળ ચડાવા સિવાય આ 5 કામ કરવાથી પણ પ્રસન્ન થાય છે સૂર્યદેવ, પુરી કરે છે દરેક મનોકામના.

Amreli Live

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

જાણો શા માટે કાન્હાને માખણ-મિશ્રી અર્પણ કરવામાં આવે છે.

Amreli Live

ન જાણતા હોય તો જરૂર જાણી લો, આપણા જીવનમાં શોપિંગનું જ્યોતિષ કનેક્શન

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયુ આ છ રાશીઓ માટે લાવશે ઢગલાબંધ ખુશીઓ, જીવનમાં પ્રગતી કરશે.

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live

રિલાયન્સ જિઓ આટલા ઓછા ભાવમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે, કિંમત તમને ચકિત કરી દેશે.

Amreli Live

મુકેશ અંબાણીના રિટેલ કારોબારમાં ભાગ પડાવી શકે છે એમેઝોન, રિલાયન્સે આપી 40 ટકા ઓફર.

Amreli Live

શું સ્મોલ ફાઈનેંસ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવું છે સુરક્ષિત? જાણો કેમ વધારે વ્યાજ આપે છે આ બેન્ક.

Amreli Live