25.3 C
Amreli
13/08/2020
અજબ ગજબ

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

ડોક્ટર્સની બેદરકારીના કારણે થયું બાળકનું મૃત્યુ, પિતાએ મૃત બાળકના શરીરને છાતીએ ચોંટાડી રડ્યો.

ઉત્તર પ્રદેશના કન્નૌજની એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી એક નિર્દોષના જીવ પર ભારે પડી ગઈ. એક પિતા હોસ્પિટલ પરિસરની જમીન પર પોતાના 1 વર્ષના બાળકના શબને બાથમાં લઈને રડતો રહ્યો. જે બાળકને ક્યારેક છાતીએ લગાવવા પર હૂંફ અનુભવાતી હતી, તે બાળકનું શરીર આજે ઠંડુ પડી ગયું હતું. જે નાનકડી મુઠ્ઠીમાં ક્યારેક તે પિતાએ આખું સંસાર સમાવવાની ઈચ્છા રાખી હતી, તે પિતા તેમાં હલચલ શોધતો રહ્યો, પણ બધું ખતમ થઈ ગયું હતું.

હકીકતમાં, પ્રેમચંદનો દીકરો અનુજ ઘણા દિવસોથી તાવથી પીડિત હતો, તેઓ તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા. આરોપ છે કે, ડોક્ટરોએ તેમના દીકરાને સ્પર્શ કરવાની પણ ના પાડી દીધી. ડોક્ટરોએ તેમને પોતાના બાળકને લગભગ 90 કિલોમીટર દૂર કાનપુર લઇ જવા કહ્યું, જ્યાં મોટી સરકારી હોસ્પિટલ છે.

બાળકની સ્થિતિ એવી ન હતી કે, તેને આટલે બધે દૂર હોસ્પિટલમાં લઇ જઈ શકાય. તેનો તરત ઈલાજ કરવો જરૂરી હતો, પણ આરોપ છે કે એક ડોક્ટર તેને જોવા માટે પણ તૈયાર ન હતા. જોકે, ઘણી વિનંતી કર્યા પછી બાળકને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો, પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. તે નિર્દોષ બાળકે આ વ્યવસ્થા આગળ દમ તોડી દીધો.

બાળકના મૃત્યુના સમાચાર મળતા જ પ્રેમચંદ ભાંગી પડ્યો. તે પોતાના બાળકના શબને લઈને જમીન પર પડી ગયો અને તેને પકડીને રડવા લાગ્યો. નજીકમાં બેસેલી તેની માં આશા દેવીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ. તે બાળક જેને કંઈક નુકશાન ન થાય તે ડરથી માં તેને ઘરનો ઉંબરો ઓળંગવા દેતી ન હતી, તે આજે આ દુનિયા છોડીને જતો રહ્યો. હૈયું કંપાવી દેતી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બાળકના પિતાએ જણાવ્યું કે, ‘બાળકને ફક્ત એક જ વાર તપાસવામાં આવ્યો, એ પણ ત્યારે જયારે અમુક લોકોએ પોતાના મોબાઈલમાં તેનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું. તે પહેલા કોઈ પણ ડોક્ટર મારા બાળકનો સ્પર્શ કરવા પણ તૈયાર ન હતા. અમે 30 મિનિટ સુધી ત્યાં રહ્યા. તેઓ સતત તેને કાનપુર લઇ જવા માટે કહી રહ્યા હતા. હું એક ગરીબ વ્યક્તિ છું, મારી પાસે પૈસા નથી. હું શું કરી શકું?’

તેમજ માં એ કહ્યું, ‘તેનું ગળું સોજી ગયું હતું. તેમણે 30-40 મિનિટ સુધી અમને રાહ જોવડાવી. ત્યારબાદ બાળકને દાખલ કરવામાં આવ્યો પણ તેનું મૃત્યુ થઈ ગયું.’

જિલ્લાના ડોક્ટર અને અધિકારીઓએ કોઈ પણ પ્રકારની બેદરકારી થઈ હોવાની વાત નકારી દીધી છે. કન્નૌજના ઉચ્ચ સરકારી અધિકારી રાજેશ કુમાર મિશ્રાએ મીડિયાને જણાવ્યું, ‘ગઈ કાલે સાંજે 4:15 વાગ્યે બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. કેસ ગંભીર હતો, એક શિશુ વિશેષજ્ઞને ઇમરજન્સી વોર્ડમાં બોલાવવામાં આવ્યા, પણ 30 મિનિટની અંદર તેમનું મૃત્યુ થઈ ગયું. ડોક્ટરોનું કહેવું છે કે, તેમણે સંપૂર્ણ પ્રયત્ન કર્યો, પણ બાળકને બચાવી શક્યા નહિ.’

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

પ્રકૃતિનું અદભુત વરદાન છે ગળો, ઇમ્યુનીટી વધારવાની સાથે ડાયબિટીઝના દર્દીઓ માટે પણ છે ફાયદાકારક

Amreli Live

કળિયુગનો લક્ષ્મણ : નાના ભાઈએ નવા મકાનના હવનમાં આવવા માટે મોટાભાઈને આમંત્રણ આપ્યું, પછી જે થયું એ દરેકે જાણવું જોઈએ.

Amreli Live

સંધિવા એટલે શું? અને તેના માટે આયુર્વેદમાં કયો સરળ અને રામબાણ ઈલાજ આપ્યો છે જાણો.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આજે આ 7 રાશિના જીવનમાં શરુ થશે રાજયોગ, દરેક જગ્યા મળશે શુભ પરિણામ

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

માં-દીકરાની આ જોડીએ ગરીબોમાં વહેંચ્યા ફ્રી માસ્ક, પહેલનું નામ આપ્યું ‘Pick One, Stay Safe’

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ વધારે સારો નથી, વાહન ચલાવતા કાળજી રાખવી, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

આજે સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોની ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે, શુભ સમાચાર મળે.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

ચીનમાં નવી ચેપી બીમારીથી 7 મરી ગયા, 60 બીમાર, માણસોમાં ફેલાય છે એવી શંકા જણાવી

Amreli Live