30.8 C
Amreli
08/08/2020
અજબ ગજબ

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

દોઢ ફૂટ અને 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ચાઈનીઝ લોકો ખાવામાં કરે છે ઉપયોગ, એક ઉંદરની કિંમત અધધ…

ચીનમાં માન્યતા- બેમ્બુ ઉંદરોમાં ઘણા પોષક તત્વો હોય છે, તે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે.

આ ઉંદરનો ઉપયોગ ચાઇનીઝ દવામાં કરવામાં આવે છે, એક ઉંદરની કિંમત 10 હજાર રૂપિયા સુધી હોય છે.

કોરોનાના ભયથી પેંગોલિન અને અન્ય દુર્લભ પ્રાણીઓ પર પ્રતિબંધ મૂક્યા પછી ચીનના લગભગ બે ફૂટ લાંબા બેમ્બુ ઉંદરોને મારવામાં આવી રહ્યા છે. ચીનની સરકારે દેશમાં જંગલી પ્રાણીઓના વેપાર કરવા પર અને ખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

ડેઇલી મેઇલ અને ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, કોરોનાનું સંક્રમણ ફેલાવવાની કડીમાં બેમ્બુ ઉંદરોનું નામ સામે આવતા દેશમાં આ મોટું પગલું લેવામાં આવ્યું છે. અહીના હુબેઇ પ્રાંતના એક ફાર્મમાં પ્રથમ બેચમાં 1.6 ટન ઉંદરો દફનાવીને નાશ કર્યાનો એક વીડિયો સામે આવ્યો છે.

બેમ્બુ ઉંદરો ખાસ પ્રકારના ચરબીવાળા ઉંદરો હોય છે, અહીંના લોકોનું માનવું છે કે તેને ખાવાથી શક્તિ વધે છે અને તેમાં ખુબ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. આ ઉંદરનો ઉપયોગ ચાઇનીઝ દવામાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

ખેડુતોથી માંડીને ઉંદરોની હત્યા કરવામાં આવી રહી છે :-

ચીનમાં મહામારનું કેન્દ્ર રહેલા હુબેઇ પ્રાંતના શિયાનન શહેરમાં તાજેતરમાં 900 બેમ્બુ ઉંદરોને દફનાવવામાં આવ્યા. આ ઉંદરો સ્થાનિક ખેડૂત દ્વારા ઉછેરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ મળી આવ્યા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉંદર ઉપરાંત 7 સેહિ માર્યા ગયા, જેનું વજન 140 કિલો હતું. ઉંદરને મારતા પહેલા ચૂનાનો પાવડર છાંટવામાં આવ્યો જેથી ચેપનું જોખમ ઓછું થાય.

આ ઉંદરો વાંસના થડમાં રહે છે :-

ચીની બેમ્બુ ઉંદરો ‘ઝુ સુ’ તરીકે પણ ઓળખાય છે. તે લાંબા અને જાડા હોય છે. તેઓ જંગલમાં વાંસના થડમાં ઘર બનાવીને રહે છે, તેથી તેમનું નામ બેમ્બુ ઉંદરો પડ્યું છે. તેમનું વજન 5 કિલો સુધીનું હોય છે. ચાઇનીઝ બેમ્બુ ઉંદરોની લંબાઈ 17 ઇંચ સુધીની હોય છે.

ચીની દવાઓમાં થાય છે ઉપયોગ :-

ચીનમાં પરંપરાગત દવાઓમાં બેમ્બુ ઉંદરોનો ઉપયોગ થાય છે. તબીબી પદ્ધતિનું માનવું છે કે આ ઉંદરનું માંસ ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે. પદ્ધતિ અનુસાર, તેને ખાવાથી પેટ અને બરોળની કાર્યક્ષમતા વધારે સારી બને છે. ચાઇનાના ખેડુતો આ ઉંદરોના વેપાર દ્વારા સારી આવક મેળવે છે, તેથી તેમનો ઉછેર ગ્રામીણ વિસ્તારોમાં વધારે થાય છે.

ચીનમાં ઉંદરની વાનગીઓ પ્રખ્યાત છે :-

ઉંદરના વ્યવસાય સાથે સંકળાયેલા ઝુસુનું કહેવું છે કે જીવંત બેમ્બુ ઉંદરની કિંમત 10,000 રૂપિયા સુધી હોઈ શકે છે. એક કિલો શેકેલો ઉંદર 3 હજાર રૂપિયા સુધીમાં મળે છે. ઝુસુના બ્રીડિંગ ફોરમના ઓનલાઇન પેજમાં આ ઉંદરને 30 રીતે તૈયાર કરવાની વાનગીઓ જણાવવામાં આવી છે. તેને રોસ્ટ, ગિલ્સ, ફ્રાય અને સૂપમાં રાંધીને તૈયાર કરી શકાય છે. તેની વાનગીઓ ચીનમાં પ્રખ્યાત છે.

ચીનમાં પ્રાણીઓની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા :-

ડિસેમ્બરમાં વુહાન બજારમાંથી જ કોરોના ફાટી નીકળ્યાની વાત સામે આવ્યા પછી ઘણીવાર પશુના વેપાર અને ચીનમાં તેમને ખાવા વિશે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ચીનના રોગચાળાના નિષ્ણાત ડો. ઝોંગ નેનશનનું કહેવું છે કે વાયરસનો સ્ત્રોત શું છે? તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘણા નિષ્ણાતો રોગચાળો ફેલાવવામાં ચામાચીડિયા અને પેંગોલિનની ભૂમિકા પર સવાલ ઉઠાવી ચુક્યા છે.

પ્રાણીઓને લગતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી :-

દક્ષિણ ચીનમાં જંગલી પ્રાણીઓની ફાર્મિંગ સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. માર્ગદર્શિકા મુજબ, ખેડુતો પાસેથી ઝડપાયેલા પ્રાણીઓને જંગલોમાં પાછા છોડવામાં આવશે અથવા સંશોધન માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. કોઈ પ્રાણીને મનુષ્યને સોંપતી વખતે કાળજી લેવામાં આવશે. એવા પ્રાણીઓ કે જેમનાથી ચેપ લાગવાનું જોખમ છે તેને મારી નાખવામાં આવશે. ખેડુતોને વળતરરૂપે પ્રાણી દીઠ રૂ. 430 થી લઈને 21 હજાર સુધી આપવામાં આવશે.

આ માહિતી દૈનિકભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

દરરોજ ‘1 ચમચી’ ચિયા સીડ્સ લેવાથી બોડીમાં આવે છે આ 10 બદલાવ.

Amreli Live

ઘર્ષણ ઓછું થાય એ માટે સહમત થાય ચીની અને ભારતીય વિદેશમંત્રી, 40 થી વધુ ચીની સૈનિક ફૂંકાઈ ગયા.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

સમુદ્ર કિનારે દેખાઈ ભયંકર સમુદ્રીજીવની લાશ, જોઈને લોકો ગભરાઈ ગયા

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live