25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

ચીનને ભારતની સ્પષ્ટ વાત, પહેલા પેંગોંગ લેક આસપાસથી સૈનિકોને પરત બોલાવો

રજત પંડિત, નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ખેંચતાણની વચ્ચે સોમવારના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીત થઇ. LACની બીજી બાજુ ચીનના હિસ્સામાં મોલ્ડો વિસ્તારમાં બંને સેનાઓના અધિકારીઓની વચ્ચે બેઠક થઇ. આ બેઠક લગભગ 12 કલાક બાદ ખત્મ થઇ. મળતી માહિતી પ્રમાણે ભારતીય સૈન્ય અધિકારીઓએ ચીનના સમકક્ષ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપી દીધો છે કે LAC જ્યાં જ્યાં ચીની સૈનિકો આગળ આવ્યા છે ત્યાંથી પરત પાછળ ચાલ્યા જાય. તેમજ પેંગોંગ ત્સો વિસ્તારને સ્પષ્ટપણે ભારતનો હોવાનું જણાવીને ચીનને પોતાના સૈનિકોને પરત ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મળતી માહિતી પ્રમાણે ભારત અને ચીની સેનાની વચ્ચે ગયા સપ્તાહે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદ તણાવ ઓછો કરવાના ઉદ્દેશ્યથી સોમવારના રોજ બંને દેશોની સેનાઓની વચ્ચે લેફ્ટિનેંટ જનરલ સ્તરની બીજા તબક્કાની વાર્તા થઇ. દેશના ટોચના સૈન્ય નેતૃત્વ એ પૂર્વ લદ્દાખમાં સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી. ગલવાન ઘાટીમાં ગયા સપ્તાહે થયેલા હિંસક ઘર્ષણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. પૂર્વ લદ્દાખમાં ચુશુલ સેકટરના ચીની હિસ્સામાં આવેલા મોલ્ડોમાં સવારે લગભગ 11.30 વાગ્યાની બેઠક શરૂ થઇ હતી તે અડધી રાત સુધી ચાલી.

આ ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે આ વાર્તામાં પૂર્વી લદ્દાખથી સૈનિકોને હટાવા માટે તૌર-તરીકાને આખરી ઓપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વાતચીત દરમ્યાન ભારતની તરફથી સ્પષ્ટ કહી દેવાયું છે કે એલએસીમાં જેવી સ્થિતિ 5મી મેના પહેલાં હતી તેવી થવી જોઇએ. એટલે કે ભારતની તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ચીન પોતાની સરહદમાં પાછી જતી રહે. બંને પક્ષોની વચ્ચે આ જગ્યા પર 6 જૂનના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરની પહેલાં તબક્કાની વાતચીત થઇ હતી, આ દરમ્યાન બંને પક્ષોએ ગતિરોધ દૂર કરવા માટે એક કરારને આખરી ઓપ આપ્યો હતો. જો કે 15મી જૂનના રોજ થયેલી હિંસક ઝડપ બાદ સરહદ પર સ્થિતિ બગડી ગઇ, કારણ કે બંને પક્ષોએ 3500 કિલોમીટરની વાસ્તવિક સરહદની પાસે મોટાભાગના ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તૈનાતી કરવામાં ખૂબ જ તેજી કરી દીધી.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદ: પુત્ર જન્મ્યો હોવાનું કહીને પુત્રી આપતાં કપલે હોસ્પિટલ સ્ટાફ સામે નોંધાવી ફરિયાદ

Amreli Live

15મી જૂનથી રાજ્યમાં શરુ થશે ‘હોમ લર્નિંગ’ કાર્યક્રમ, શૈક્ષણિક કાર્યક્રમોનું થશે પ્રસારણ

Amreli Live

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

Amreli Live

સુશાંતની આત્મહત્યા અને ટ્વિટર પ્રોફાઈલ તસવીર વચ્ચે છે કંઈક આવો સંબંધ!

Amreli Live

અમદાવાદમાં સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં 1500 જેટલા કોવિડ બેડ ખાલી

Amreli Live

ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે પાકિસ્તાન, નહિ તો ઇસ્લામાબાદમાં પણ… જાણો શું કહ્યું.

Amreli Live

આ કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચીન સામે લોકો ગુસ્સામાં

Amreli Live

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

Amreli Live

કોહલી સાથે તકરાર કરવાથી ડરે છે આ ઓસ્ટ્રેલિયન બોલર, જણાવ્યું ખાસ કારણ

Amreli Live

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધી

Amreli Live

અ’વાદ: કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં કરાવાય છે યોગ, શ્વસનક્રિયા સુધારવામાં મદદ મળી

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનો સ્કૂલનો ફોટો થયો વાઈરલ, કંઈક આવો હતો દિવંગત એક્ટરનો અંદાજ

Amreli Live

અ’વાદ: માલિક સાથે પગાર મુદ્દે થઈ બબાલ, ડ્રાઈવરે મોંઘીદાટ કારને નુકસાન પહોંચાડ્યું

Amreli Live

ડિપ્રેશનમાં હોવાનું કહી આ એક્ટ્રેસે FB પર આપી આત્મહત્યાની ધમકી

Amreli Live

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા એશિયામાં લાવશે પોતાનું સૈન્ય

Amreli Live

કાંડ કરીને પોતાને મરેલો સાબિત કરીને નવા નામ સાથે અમેરિકામાં વસી ગયો, 28 વર્ષ પછી તેનું પાપ છાપરે ચડી પોકાર્યું.

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં સાઉદીનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ કરશે રૂ. 11,367 કરોડનું રોકાણ

Amreli Live

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

Amreli Live

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

અમદાવાદઃ આજે રાત્રે શહેરમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

Amreli Live