26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

ચીનનું નંબર-1 બનવાનું સપનું ભારતના એપ પ્રતિંબંધથી રોળાઈ જશે, જાણો કઈ રીતે

બેંગાલુરુઃ ભારત સરકાર દ્વારા ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ભલે ચીનની રેવન્યુ પર વધુ અસરકર્તા ન હોય પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં રાજ કરવાના ચીનના મનસૂબા પર પાણી જરુરથી ફેરવી દેશે. ચીનની ટેક્નોલોજી કંપનીઓની મહત્વકાંક્ષા દુનિયાભરમાં ટેક્નોલોજી અને ઇન્ટરનેટ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સ્થાપવાની આ કંપની મારફત ચીન ઇન્ટરનેટની દુનિયામાં પોતાનું આધિપત્ય સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યું હતું જોકે ભારતના એક નિર્ણયથી તેના તમામ સપના ધૂળમાં મળી ગયા છે. આ પ્રતિબંધથી સૌથી મોટી ચીની ટેક્નોલોજી કંપનીઓ જેવી કે અલીબાબા, બાયટડાન્સ, બાઈદુ, ટેન્સેન્ટ, શાઓમી, વાઈવાઈ ઇંક અને લેનેવો સામેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ડિજિટલ ઇકોનોમી પર નજર રાખતા નિષ્ણાંતો મુજબ ચીની કંપનીઓ માટે આ ચિંતાનું કારણ એટલા માટે છે કે ભારત ખૂબ જ મોટું માર્કેટ છે અને જો તે આ રીતે ચીની કંપનીઓને પ્રતિબંધિત કરે છે તો તેના પગલે દુનિયાના બીજા દેશ પણ ચાલી શકે છે. નિષ્ણાંતો મુજબ ચીનમાં કોઈ પ્રતિસ્પર્ધા નથી તેથી ત્યાં આ કંપનીઓ ખૂબ જ સહેલાઈથી વિકસિત થઈ છે અને અબજો રુપિયાની કમાણી કરી છે. આ કમાણીનો ઉપયોગ તેમણે વૈશ્વિક સ્તરે પોતાનો પ્રસાર કરવામાં કર્યો છે. આ માટે ચીની કંપનીઓએ ક્યાં તો જે તે દેશની કોઈ કંપનીમાં જંગી રોકાણ કર્યું અથવા તો પોતાની કોઈ સર્વિસ ચાલુ કરી છે. ચીની રોકાણ લઈને પોતાનો બિઝનેસ ચલાવી રહેલા એક સ્ટાર્ટઅપના સંસ્થાપકે કહ્યું કે ચીની માનસિક્તા એવી છે કે પોતાના જીવનમાં એક ઇંચ પણ કોઈને આપવું નહીં.

આ સ્ટાર્ટઅપના સંસ્થાપકે કહ્યું કે, ‘દરેક ચીની કંપની રેવન્યુ વધારવા માટે ભરસક પ્રયાસ કરી રહી છે પરંતુ તેમના માટે દુનિયામાં ભારત એક જ અંતિમ અને મહત્વપૂર્ણ વિશાળ ગ્રાહક માર્કેટ છે.’ એક અનુમાન મુજબ 2019માં ભારતના ટોચના 200 એપ પૈકી 38 ટકા એપ ચીનની છે. ઉદાહરણ તરીકે ભારતમાં વર્ષ 2019માં ભારતીય લોકોએ 5.5 અબજ કલાક ટિકટોક પર પસાર કર્યા હતા. જે વર્ષ 2018ની તુલનામાં લગભગ 5 ગણુ વધારે છે. ભારતમાં ફેસબુકે ભલે આગળ હોય તેના પર લોકોએ 25.5 અબજ કલાક વિતાવ્યા હતા પરંતુ નવા યુઝર્સ મામલે ટિકટોક ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

સેન્સર ટાવરના ડેટા મુજબ ભારતમાં લોકો ટિકટોક પર જેટલો સમય પસાર કરે છે તેટલો સમય 11 દેશના ટિકટોક યુઝર્સ કુલ મળીને પણ માંડ પસાર કરે છે. ત્યારે ટિકટોકની મૂળ કંપની બાયટડાન્સ માટે આ ખૂબ જ મહત્વનું છે કેમ કે તે થોડા સમયમાં જ IPO લઈને આવનાર છે. આ કંપની પાસે જ હેલો એપ પણ છે જે દુનિયાની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ કંપની અંદાજે 100 અબજ ડોલરની છે. એક નિષ્ણાંતનું કહેવું છે કે ભારત એક મંથલી એક્ટિવ યુઝર્સ માર્કેટ છે પરંતુ રેવન્યુ માર્કેટ નથી. જેમ કે ભારતમાં ફેસબુકના યુઝર્સ અમેરિકા કરતા વધારે છે પરંતુ ભારતમાંથી ફેસબુકને થતી કમાણી અમેરિકા કરતા ઓછી છે. આ રીતે ચીની કંપનીઓ માટે ભારતમાં પોતાનું માર્કેટ ગુમાવ્યાથી રેવન્યુ લોસ ઓછો હોઈ શકે છે પણ એક્ટિવ યુઝર્સ લોસ ખૂબ મોટો રહી શકે છે.


Source: iamgujarat.com

Related posts

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

અ’વાદઃ ફેરવેલ પાર્ટીમાં PI સહિતના પોલીસકર્મીઓ માસ્ક વગર આવ્યા, તપાસના આદેશ અપાયા

Amreli Live

દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો આંકડો 9,000ને પાર, દુનિયામાં ભારત 9મા નંબરે

Amreli Live

ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર કોરોના પોઝિટિવ!

Amreli Live

આ વીકેન્ડમાં પૃથ્વીની નજકીથી પસાર થશે 5 લઘુ ગ્રહ, સૌથી ઝડપી આજેઃ NASA

Amreli Live

45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ

Amreli Live

અ’વાદઃ 5 વર્ષના પુત્રને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, વચ્ચે ન પડવાની પતિને આપી ધમકી

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ

Amreli Live

ઘરે બનાવો ટેસ્ટી ગવાર ઢોકળી, બધાને બહુ ભાવશે

Amreli Live

દેશમાં કોરોના વાયરસથી 10,000 કરતા વધુના મોત, રોજની ટેસ્ટ ક્ષમતા 3 લાખ કરાઈ

Amreli Live

અજાણ્યા વાયરસથી થઈ શકે છે પાછો એટેક, કોરોના ‘નાનો કેસ’ – ચીની વિશેષજ્ઞ

Amreli Live

અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવાની તંગી

Amreli Live

‘કોઈપણ જાતની શરત વગર પ્રેમ કરો’, આ વિડીયો જોઈને આંખ ભીની થઈ જશે

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

વિડીયોઃ આ મહાશયને લાગી ગઈ ગોળી, સ્ટ્રેચર પર આરામથી પીતો રહ્યો બીડી

Amreli Live

10 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને થોડી મહેનતથી જ સારું પરિણામ મળશે

Amreli Live

કોરોનાની મહામારીમાં ટ્રાવેલિંગ માટે સેકન્ડ હેન્ડ કાર અને બાઈકની માગ વધી

Amreli Live

PM મોદીનો દેશવાસીઓને પત્ર, કોરોના સામેના યુદ્ધમાં દેશની એકતા અને દ્રઢતાને સલામ

Amreli Live

તોફાની છોકરાઓએ માળો વિખેર્યો- ઈંટ મારી ઈંડા ફોડી નાખ્યાં, ‘દુઃખ’થી હંસનું મોત થયું!

Amreli Live