25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

નવી દિલ્હીઃ ભારત શાંતિના પ્રયાસો કરી રહ્યું હોવા છતાં ચીન સુધરવાનું નામ લઈ રહ્યું નથી અને ડબલ ગેમ રમી રહ્યું છે. એક તરફ સરહદી વિસ્તારોમાં શાંતિ તથા સ્થિરતાની વાત કરી રહ્યું છે તો બીજી તરફ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર નવા મોરચા ખોલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગલવાન ખીણ અને પેન્ગોંગ ત્સો લેક બાદ હવે તે દૌલત બેગ ઓલ્ડીમાં પણ ભારતીય સેનાના પેટ્રોલિંગમાં અડચણ ઊભું કરી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

નવા વિસ્તારોમાં તંબૂ નાંખ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને દૌલત બેગ ઓલ્ડી અને ડેસ્પાંગ સેક્ટર પાસે પોતાના તંબૂ નાંખ્યા છે અને ત્યાં ચીની સેનાના બેઝમાં હલચલ ઝડપી બની ગઈ છે. જૂનની સેટેલાઈટ તસવીરોમાં તેનો ખુલાસો થયો છે. ચીનની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ પણ ત્યાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. એલએસી પર ચીનના આક્રમક વલણને જોતા ભારતે પોતાની સતર્કતા વધારી દીધી છે. બુધવારે લેહથી એરફોર્સના વિમાનોએ સરહદનું નિરિક્ષણ કરવા માટે નિયમિત રીતે ઉડાન ભરી હતી. લેહમાં સેનાની ગતિવિધિ હાલમાં ઘણી વધી ગઈ છે.

કારાકોરમ માઉન્ટેન પાસ પર પણ નજર
સૂત્રોનું કહેવું છે કે ચીન કારાકોર માઉન્ટેન પાસના વિસ્તારમાં પણ ઘૂસણખોરી કરવા ઈચ્છે છે. આ વિસ્તાર રણનીતિની દ્રષ્ટીએ ઘણો મહત્વનો છે. ઓપન સોર્સથી મળેલી 22 જૂનની સેટેલાઈટ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ચીનની સેના ગલવાન ખીણથી પાછળ નથી હટી. 15 જૂનના રોજ બંને દેશના સૈનિકો વચ્ચે આ વિસ્તારમાં જ હિંસક અથડામણ થઈ હતી.

શાંતિનો દાવો
બંને દેશોના ટોચના રાજદ્વારીઓએ 15 જૂનના રોજ બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ પૂર્વ લદાખ વિસ્તારમાં એલએસી પર તણાવ ઓછો કરવા માટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના અધિકારી હોંગ લિયાંગ અને ભારતીય વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ વચ્ચે વાતચીત થઈ હતી.


Source: iamgujarat.com

Related posts

‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળશે ‘કસૌટી જિંદગી કી 2’ની આ એક્ટ્રેસ

Amreli Live

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા જણાવનાર વ્હિસલબ્લોઅર ડોક્ટરની પત્નીએ આપ્યો બાળકને જન્મ

Amreli Live

ભારત-ચીન તણાવ વચ્ચે નેપાળમાં માગ, ડ્યૂટી પર પાછા ના ફરે ગોરખા સૈનિક

Amreli Live

ગુજરાતમાં કોરોના વાયરસ કેસનો ડબલિંગ રેટ વધ્યો: સરકાર

Amreli Live

શું મહારાષ્ટ્રમાં પણ થઈ રહ્યું છે ‘ઓપરેશન લોટસ’? શાહને મળ્યા બાદ ફડણવીસે કહી આ વાત

Amreli Live

અસમના 24 જિલ્લામાં પૂરથી હાહાકાર, 25 લાખથી વધુ લોકો પ્રભાવિત

Amreli Live

RBIનું એક ફરમાન અને ઉદય કોટકને લાગશે ‘સૌથી મોટો’ ઝટકો

Amreli Live

Pics: આ એક્ટરની દિવાની છે SRKની લાડલી, જોતા જ ચમકી ઉઠે છે આંખો

Amreli Live

શરુઆતમાં મને એવું લાગતું કે બિગ બેનરમાં કામ નહીં મળે: ભક્તિ કુબાવત

Amreli Live

અમદાવાદઃ ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

MPના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું તે આ જાણીતા ટીવી સ્ટારના છે દાદા

Amreli Live

હોસ્પિટલમાં કોરોનાના દર્દીને પાન-મસાલા ખાવાની ઈચ્છા થઈ, ભર્યું આ પગલું

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

Amreli Live

COVID 19: હોસ્પિટલની મુલાકાત લેતી વખતે આટલી બાબતોની ખાસ તકેદારી રાખજો

Amreli Live

ગેરી કર્સ્ટનનો ખુલાસોઃ જાણો, શા માટે 2007મા ક્રિકેટ છોડવા ઈચ્છતો હતો સચિન

Amreli Live

સુરત: મામલતદાર કમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂ. 25000ની લાંચ લેતા ઝડપાયા

Amreli Live

અમદાવાદ: આધાર કાર્ડ ન હોવાથી કોરોનાનો ટેસ્ટ કરવા ઈન્કાર, બીજા દિવસે મોત થયું!

Amreli Live

સ્કૂલો બંધ છે ત્યાં સુધી ફી ન ઉઘરાવવા રાજ્ય સરકારનો નિર્દેશ

Amreli Live

કોરોના સંકટની વચ્ચે Wiproની કમાણી વધી

Amreli Live

અંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે?

Amreli Live