31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

નવી દિલ્હીઃ ભારત શાંતિના પ્રયાસો કરી રહ્યું હોવા છતાં ચીન સુધરવાનું નામ લઈ રહ્યું નથી અને ડબલ ગેમ રમી રહ્યું છે. એક તરફ સરહદી વિસ્તારોમાં શાંતિ તથા સ્થિરતાની વાત કરી રહ્યું છે તો બીજી તરફ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર નવા મોરચા ખોલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગલવાન ખીણ અને પેન્ગોંગ ત્સો લેક બાદ હવે તે દૌલત બેગ ઓલ્ડીમાં પણ ભારતીય સેનાના પેટ્રોલિંગમાં અડચણ ઊભું કરી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

નવા વિસ્તારોમાં તંબૂ નાંખ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને દૌલત બેગ ઓલ્ડી અને ડેસ્પાંગ સેક્ટર પાસે પોતાના તંબૂ નાંખ્યા છે અને ત્યાં ચીની સેનાના બેઝમાં હલચલ ઝડપી બની ગઈ છે. જૂનની સેટેલાઈટ તસવીરોમાં તેનો ખુલાસો થયો છે. ચીનની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ પણ ત્યાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. એલએસી પર ચીનના આક્રમક વલણને જોતા ભારતે પોતાની સતર્કતા વધારી દીધી છે. બુધવારે લેહથી એરફોર્સના વિમાનોએ સરહદનું નિરિક્ષણ કરવા માટે નિયમિત રીતે ઉડાન ભરી હતી. લેહમાં સેનાની ગતિવિધિ હાલમાં ઘણી વધી ગઈ છે.

કારાકોરમ માઉન્ટેન પાસ પર પણ નજર
સૂત્રોનું કહેવું છે કે ચીન કારાકોર માઉન્ટેન પાસના વિસ્તારમાં પણ ઘૂસણખોરી કરવા ઈચ્છે છે. આ વિસ્તાર રણનીતિની દ્રષ્ટીએ ઘણો મહત્વનો છે. ઓપન સોર્સથી મળેલી 22 જૂનની સેટેલાઈટ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ચીનની સેના ગલવાન ખીણથી પાછળ નથી હટી. 15 જૂનના રોજ બંને દેશના સૈનિકો વચ્ચે આ વિસ્તારમાં જ હિંસક અથડામણ થઈ હતી.

શાંતિનો દાવો
બંને દેશોના ટોચના રાજદ્વારીઓએ 15 જૂનના રોજ બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ પૂર્વ લદાખ વિસ્તારમાં એલએસી પર તણાવ ઓછો કરવા માટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના અધિકારી હોંગ લિયાંગ અને ભારતીય વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ વચ્ચે વાતચીત થઈ હતી.


Source: iamgujarat.com

Related posts

વડોદરામાંથી આવ્યા સારા સમાચાર, પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીએ કોરોનાને હરાવ્યો

Amreli Live

શું અમદાવાદને નજીકના ભવિષ્યમાં કોરોનાથી મુક્તિ મળશે? સતત કેસમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો

Amreli Live

40 રોટલી, 80 લિટ્ટી, 10 પ્લેટ ભાત, પોતે જ કોરેન્ટાઈન સેંટરનું દેવાળું ફૂંકી રહ્યો છે આ યુવક.

Amreli Live

ચાઈનામેન બોલરઃ ક્રિકેટમાં પણ છે ચીનનું કનેક્શન?

Amreli Live

અંકિતાના ખૂબ પ્રેમ કરતો હતો સુશાંત, ચેટ શોમાં કહ્યું હતું ‘તેના વગર રહી શકતો નથી’

Amreli Live

સુરતઃ છેલ્લા 9 વર્ષોથી ભાગતો ફરતો સીરિયલ કિલર પકડાયો, ઓળખ છુપાવીને લગ્ન કરી લીધા હતા

Amreli Live

રશિયાના બંધારણમાં થશે સુધારા, પુતિન 2036 સુધી રહેશે રાષ્ટ્ર પ્રમુખ

Amreli Live

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

Amreli Live

શિક્ષકોના ગ્રે-પેડ બાબતે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છેઃ નિતિન પટેલ

Amreli Live

બચ્ચન પરિવારમાં કોરોનાનું સંક્રમણ, WWE રેસલર જોન સીનાએ શૅર કરી બિગ બીની તસવીર

Amreli Live

નોર્થ કોરિયા : લૉકડાઉનમાં ભાગ્યાં પતિ-પત્ની, મળી મોતની સજા!

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

પોતાનો સ્ત્રી વેશમાં ફોટો ફરતો થતાં હાર્દિકે ભાજપને આડે હાથે લીધો

Amreli Live

‘પવિત્ર રિશ્તા’ની એક્ટ્રેસે કહ્યું, ‘બોલિવુડે સુશાંત સાથે કર્યો અન્યાય, જો સપોર્ટ આપ્યો હોત તો તે…’

Amreli Live

પ્રેગ્નન્સીમાં એનીમિયાથી માતા અને ગર્ભ પર રહે છે સંકટ, બચવા માટે આટલું કરો

Amreli Live

કોરોના: અમદાવાદના જાણીતા જ્યોતિષની આગાહી ખોટી પડી, પોતાને જ લાગ્યો ચેપ!

Amreli Live

અમદાવાદઃ ડ્યુટી પર કોરોનાનું સંક્રમણ લાગતા AMCએ 45 કર્મીઓને 6.4 લાખનું વળતર આપ્યું

Amreli Live

આખરે ચીન નમ્યું, ગલવાન વિસ્તારમાં 1-2 કિમી પાછળ હટ્યું

Amreli Live

ભાવનગર: ક્વોરન્ટાઈન સેન્ટરમાં 14 વર્ષના છોકરાની જાતીય સતામણી કરાયાની ફરિયાદ

Amreli Live

કોરોના તાંડવ: અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 26ના મોત, દર કલાકે એક દર્દી મોતને ભેટ્યો

Amreli Live