30.4 C
Amreli
10/08/2020
અજબ ગજબ

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

પોતાની જ જાળમાં ફસાયુ ચીન, પોતાના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેની વિરુદ્ધ ઉપયોગ

ચીન આ સમયે આખી દુનિયાથી અલગ થતું જઈ રહ્યું છે. દુનિયાના ઘણા મોટા દેશ પહેલાથી તેની વિરુદ્ધ એકજુથ થઇ ચુક્યા છે. હવે આ દેશોનું ધ્યાન ધીરે-ધીરે તેની આર્થિક કમરને તોડવા તરફ લાગેલું છે. ભારતની વાત કરીએ તો ચીનની એપ પર પ્રતિબંધ લગાવવાની સાથે સાથે બીજા ઘણા વ્યાપારિક મુદ્દા પર પણ ચીનને પછાડ્યું છે. તેમજ અમેરિકા અને બ્રિટને તેની મોટી કંપની હુઆવેઇ પર પ્રતિબંધ લગાવીને તેના દુઃખને વધારવાનું કામ કર્યું છે.

એટલું જ નહિ અમેરિકાએ આ કંપનીના અમુક કર્મચારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તેના સિવાય વીતેલા થોડા દિવસોમાં ચીનના ચાર ટોચના રાજનેતાઓને પણ અમેરિકાએ પ્રતિબંધિત કર્યા છે. બધું મળીને દુનિયાના ઘણા દેશો મળીને ચીનનું દુઃખ વધારવાનું કામ સંપૂર્ણ તેજી સાથે કરી રહ્યા છે. ચીનની આ સ્થિતિ પર જાણકારો એવું માને છે કે, ડ્રેગન પોતાની જ બનાવેલી જાળમાં પોતે ફસાતું જઈ રહ્યું છે.

પલટી ગઈ છે બાજી :

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉંડેશનના પ્રોફેસર હર્ષ વી. પંત માને છે કે, હુઆવેઈ પર લાગેલા પ્રતિબંધથી ચીન ખરાબ રીતે તડફડી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રિટને તેને દુરસંચારના ક્ષેત્રમાં પરવાનગી આપી હતી. પણ અમેરિકાએ લીધેલા કડક નિર્ણય પછી તેણે પણ પોતાનો નિર્ણય પલટી નાખ્યો છે, અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અમેરિકાએ બ્રિટનના આ નિર્ણયનું સ્વાગત કરીને ન ફક્ત ચીનની દુખતી નસને છેડવાનું કામ કર્યું છે, પણ તેણે સમાન વિચારધારા વાળા દેશોને ચીન વિરુદ્ધ આમંત્રિત કરીને ચીનની ચિંતા પણ વધારી દીધી છે. તે માને છે કે, ચીન અત્યાર સુધી કારોબારી અને પ્રૌદ્યોગિકી સંબંધોને પોતાનું હથિયાર બનાવી રહ્યું છે, પણ હવે બાજી પલટી ગઈ છે અને બીજા દેશ પણ આ હથિયારનો ઉપયોગ કરતા શીખી ગયા છે. એવામાં તે પોતાની જ જાળમાં ફસાતું દેખાઈ રહ્યું છે.

આશાઓ પર પાણી ફરી વળ્યું :

પંત માને છે કે યુરોપીય સંઘથી અલગ થયા પછી જે રીતે બ્રિટન અન્ય દેશો સાથે ફરીથી પોતાના સંબંધને મજબૂત કરી રહ્યું હતું, તેનાથી ચીનને ઘણી આશા હતી. પણ બ્રિટન અને અમેરિકા દ્વારા લેવામાં આવેલા સખત નિર્ણયોએ તેની આશા પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. બ્રિટને લગાવેલા પ્રતિબંધો પછી હવે સ્વદેશી મોબાઈલ સેવા આપતી કંપનીઓ હુઆવેઈ પાસેથી 5G ઉપકરણ નહિ ખરીદી શકે. જોકે, બ્રિટને પોતાના પગલાં પર સ્પષ્ટતા કરવામાં પણ મોડું કર્યું નહિ, અને તેની પાછળ અમેરિકી નિર્ણયને એક મોટું કારણ જણાવ્યું છે.

ચીનની ગભરામણ :

બીજિંગ સતત તેના વિરુદ્ધ લેવામાં આવી રહેલા કડક નિર્ણયોથી પહેલાથી આહત છે, અને એવામાં ચીની કંપનીને નિશાનો બનાવવાથી તે વધારે પરેશાન છે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પ્રતિબંધ પાયાવિહોણો છે. ચીન તરફથી ચેતવણી પણ આપવામાં આવી છે કે, તે પોતાની કંપનીઓના હિતોની રક્ષા માટે સખત નિર્ણય લેવાથી પાછળ નહિ હટે.

તમને જણાવી દઈએ કે, ચીન આ પહેલા અમેરિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ જેવા સાથે તેવાની નીતિ પર ચાલતું આવ્યું છે. બંને દેશ પોતાને ત્યાં આવેલા એક-એક વાણિજ્ય દૂતાવાસ બંધ કરી ચુક્યા છે, અને એક બીજાના રાજનેતાઓ પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. એવામાં ચીન પોતાની કંપનીઓ પર લાગેલા પ્રતિબંધો પછી શું નિર્ણય લેશે તે તો સમય જ જણાવશે.

અમેરિકાની ધમકી :

પ્રોફેસર પંતનું એ પણ કહેવું છે કે, જયારે જાન્યુઆરીમાં બ્રિટને ચીની કંપની હુઆવેઈને પોતાને ત્યાં દુરસંચાર ક્ષેત્રમાં સીમિત કારોબારની પરવાનગી આપી હતી ત્યારે અમેરિકાએ બ્રિટન સાથે સંબંધોની સમીક્ષા કરવાની વાત કહીને ઈશારા ઈશારામાં ધમકી આપી દીધી હતી. અમેરિકા દ્વારા બ્રિટન વિરુદ્ધ લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયથી દૂરગામી પરિણામ આવી શકે છે.

તેની અસર બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધ સિવાય સુરક્ષા પર પણ પડશે. બ્રિટનનું ચીનની કંપનીને પ્રતિબંધિત કરવું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની એક કૂટનીતિ જીત માનવામાં આવી શકે છે. જોકે, તમને અહીં એ પણ જણાવવું જરૂરી હશે કે, હુઆવેઈ લગભગ 20 વર્ષોથી બ્રિટનમાં કારોબાર કરી રહી છે.

યુરોપીય સંઘ પણ નારાજ :

બ્રિટન અને અમેરિકાના તાજા નિર્ણયથી આ કંપનીનો યુરોપમાં કારોબાર ઘણો પ્રભાવિત થઈ શકે છે. પ્રોફેસર પંત અનુસાર, ફ્રાંસ અને જર્મની પણ ક્યાંકને ક્યાંક હુઆવેઈ પર નિર્ભરતાને ઓછી કરી રહ્યા છે. તેના અનુસાર, યુરોપમાં ચીન પ્રત્યે એક નકારાત્મક વાતાવરણ બની ચૂક્યું છે, જેને જોતા આ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

કોવિડ-19 ના મુદ્દા પર યુરોપીય સંઘ પણ ચીન વિરુદ્ધ કડવાબોલું થઈને ઉભર્યું છે. તેના સિવાય હોંગકોંગ પણ એક મોટો મુદ્દો છે, જેના કારણે મોટાભાગના દેશ ચીન વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. પંતનું કહેવું છે કે, બદલાતા વાતાવરણ અને ચીનના વલણને જોતા ભારતમાં પણ આ કંપનીને કદાચ જ 5G નેટવર્ક લાગુ કરવાની પરવાનગી મળી શકે. તેમના અનુસાર, જો એવું થયું તો ચીન એક મોટા બજાર પરથી હાથ ધોઈ બેસસે, જેનાથી જબરજસ્ત આર્થિક થપ્પડ લાગશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

માણસની હત્યા કરતા હાથીને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવે છે, અહીં પ્રચલિત છે અનોખી માન્યતાઓ.

Amreli Live

મૌના પંચમી વ્રત, શ્રાવણ મહિનાની પાંચમની તિથિએ કરવામાં આવે છે ભગવાન શિવ અને નાગદેવતાની વિશેષ પૂજા

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

સંધિવા એટલે શું? અને તેના માટે આયુર્વેદમાં કયો સરળ અને રામબાણ ઈલાજ આપ્યો છે જાણો.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

સૂર્યગ્રહણ પર આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો, આર્થિક લાભના યોગ પણ છે.

Amreli Live

શ્રાવણમાં સવાર-સાંજ આ રીતે કરો શિવ આરાધના અને રાખો અમુક વાતોનું ધ્યાન, દરેક ઈચ્છાઓ થઈ જશે પુરી.

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

એક્સપર્ટ દ્વારા જાણો ઘરમાં કેવી રીતે કોવીડ-19 થી લડવાની તૈયારી કરી શકો છો.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો, પછી પત્નીએ કંઈક એવું કર્યું કે થંભી ગયા મુંબઈના રસ્તા.

Amreli Live

કોરોનાને ટક્કર આપે એવી આ છે બીમારી, દર વર્ષે સૌથી વધારે લોકોનું મૃત્યુ એનાથી થાય છે.

Amreli Live

આ વિટામિનની ઉણપ ધરાવવાતા 99 ટકા સંક્રમિતોનું થયું મૃત્યુ.

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live