26.8 C
Amreli
05/08/2020
અજબ ગજબ

‘ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડ્યું તો ભૂખે મરી જઈશ’, આ જગ્યાએ બધા એના ઉપર જ નિર્ભર છે.

મોટાભાગની વસ્તુઓ ચાઈનીઝ હોવાના કારણે વેપારીઓએ જણાવ્યું : ‘ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડ્યું તો ભૂખથી મરી જઈશું’

દેશના તમામ ભાગમાં મેડ ઈન ચાઈના પ્રોડક્ટ વિરુદ્ધ અભિયાન ઝડપી થઈ ગયું છે. દિલ્લીના તમામ મોટા ટ્રેડર્સ એસોસિએશને ચાઈનીઝ પ્રોડક્ટ વિરુદ્ધ લડાઈ તેજ કરી દીધી છે. તેમજ બીજી તરફ લોકો તરફથી પણ ચાઈનીઝ પ્રોડક્ટ વિરુદ્ધ ગુસ્સો દેખાઈ રહ્યો છે, પણ જમીન સ્તર પર સત્ય કંઈક અલગ છે.

હકીકતમાં દિલ્લીના અમુક મોટા ઇલેક્ટ્રોનિક બજારની ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે, ચાઈનીઝ પ્રોડક્ટનો અહીં 80 થી 93 % કબ્જો છે, એવામાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવો હાલમાં શક્ય લાગી રહ્યું નથી.

આજતકની ટીમ સૌથી પહેલા ક્યારેક દેશના સૌથી મોટા કમ્પ્યુટર અને એસેસરીઝ માર્કેટ રહેલા નહેરુ પેલેસમાં પહોંચી. અહીં આજે પણ 110 મોટી બિલ્ડિંગમાં 20,000 થી વધારે ઓફિસ અને દુકાનો છે. કદાચ જ કોઈ બ્રાન્ડ અથવા કમ્પ્યુટર અથવા એસેસરી હશે જે અહીં ના મળતી હોય.

એજ કારણ છે કે અહીંથી દેશના ખૂણે ખૂણા સુધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સપ્લાઈ થાય છે. પણ એક સત્ય એ પણ છે કે, અહીં 90% થી વધારે સામાન મેડ ઈન ચાઈના મળે છે. તેમાં પેન ડ્રાઈવથી લઈને મોંઘા મોંઘા બ્રાન્ડેડ કમ્પ્યુટર સુધીની વસ્તુઓ શામેલ છે.

નેહરુ પેલેસના ફાઉન્ડિંગ મેમ્બર અને 1986 થી અહીં કમ્પ્યુટર એસેસરીનો વ્યાપાર કરી રહેલા મહેંદ્ર અગ્રવાલ કહે છે કે, ‘ઘણા લોકો મને અને મારા પરિવારને કહે છે કે તમે પણ ચાઈનીઝ પ્રોડક્ટનો વ્યાપાર છોડી દો. પણ તે ટેક્નિકલ રીતે શક્ય નથી. હું જો ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડી દઉં તો ભૂખો મરી જઈશ, કારણ કે મારી દુકાન સહીત આખા નહેરુ પેલેસમાં 92 ટકા સુધી મેડ ઈન ચાઈના પ્રોડક્ટ મળે છે.’

અહીં રહેલ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ મહેંદ્ર અગ્રવાલ આગળ કહે છે કે, ‘કમ્પ્યુટરમાં લાગતી એક નાનકડી ચિપથી લઈને એલઇડી, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, મધરબોર્ડ બધું ચાઈનાથી જ આવે છે. આજની સ્થિતિ એ થઈ ગઈ છે કે, જયારે કોઈ ભારતીય કંપની પોતાની કોઈ પ્રોડકટ દ્વારા માર્કેટમાં પકડ બનાવવા લાગે છે, તો ચાઈનીઝ પ્રોડક્ટ તેનાથી સસ્તા અને સારા વિકલ્પ અહીં મોકલી દે છે, ત્યારબાદ ગ્રાહક ચાઈનીઝ પ્રોડક્ટને જ પસંદ કરે છે.’

જ્યારે મહેંદ્ર અગ્રવાલને પૂછવામાં આવ્યું કે, શું મેડ ઈન ચાઈના પ્રોડક્ટથી બચવાનો કોઈ રસ્તો નથી? ત્યારે મહેંદ્ર અગ્રવાલે કહ્યું કે, ‘રસ્તો જરૂર છે પણ અચાનક નથી. આપણે પણ ચાઈનાની જેમ પોતાનું પ્રોડકશન કરવું પડશે. જરૂરિયાત એ છે કે અહીંની સરકાર નાની ઇન્ડસ્ટ્રી અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીને એટલી જ પ્રમોટ કરે જેટલી ચીન સરકાર કરે છે. અમને ઓછી કિંમતે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે, કોઈ પણ કમિશન વગર ફેક્ટરી લગાવવાની પરવાનગી હોય, ત્યારબાદ અમને લાગે છે કે ભારત પણ ધીરે ધીરે પોતાની પકડ બનાવી લેશે.’

કંઈક એવી જ હાલત દિલ્લીના સૌથી મોટા હોલસેલ ઇલેક્ટ્રોનિક બજાર ભાગીરથ પેલેસની પણ છે. અહીં ઝુમ્મરથી લઈને ઘરોમાં ઉપયોગમાં લેવાતી એલઇડી લાઈટ, પંખા, ઇલેક્ટ્રોનિક ઉપકરણ વગેરેમાં ચીનનો દબદબો છે. સ્થિતિ એવી છે કે હિંદુ દેવી-દેવતાઓની ઇલેક્ટ્રોનિક મૂર્તિ અને ઝુમ્મર પણ ચીનથી જ આવે છે.

ભાગીરથ પેલેસ ઇલેક્ટ્રિકલ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ ભારત અહુજા કહે છે કે, એ સત્ય છે કે આપણા માર્કેટમાં 60 થી 80 ટકા સુધી મેડ ઈન ચાઈના પ્રોડક્ટનો દબદબો છે. પણ અમે દેશની સાથે છીએ. એવામાં એવું ઇચ્છશું કે જલ્દીથી જલ્દી કોઈ વિકલ્પ મળી જાય જેથી ભારતીય પ્રોડક્ટ ચાઈનીઝ પ્રોડક્ટને સંપૂર્ણ રીતે પાછળ છોડી દે.

એવું નથી કે દરેક પ્રોડક્ટમાં મેડ ઈન ઈંડિયા પ્રોડક્ટનો વિકલ્પ નથી. પણ મોંઘુ હોવાને કારણે લોકો મેડ ઈન ચાઇના પ્રોડક્ટને પસંદ કરે છે. એવામાં લોકોને વિનંતી છે કે, મેડ ઈન ઈંડિયા પ્રોડક્ટને પસંદ કરે જેથી ભારતીય કંપની મજબૂત થાય અને મેડ ઈન ચાઇના પ્રોડક્ટ આપમેળે માર્કેટમાંથી બહાર નીકળી જાય.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

એક્સપર્ટ દ્વારા જાણો ઘરમાં કેવી રીતે કોવીડ-19 થી લડવાની તૈયારી કરી શકો છો.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

12 મું નાપાસ મહિલાએ રમી 30 કિલો સોનાની એવી રમત, કે ઉડી ગઈ 2 સરકારોની ઊંઘ.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

1998 વિશ્વકપમાં ભારતની જીતનો આ હીરો હવે ભેંસો ચરાવવા માટે છે મજબુર, આટલી ખરાબ થઈ ગઈ છે હાલત

Amreli Live

આજે નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, ૫રિવારમાં સુખ શાંતિ જળવાય.

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

જાણો શું હોય છે Cytokine Storm, કોરોના વાયરસ સાથે શું છે એનો સંબંધ.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

અહીં છે એશિયાનું સૌથી મોટું શિવલિંગ, અહીં મંદિરનું આકાર જ છે શિવલિંગના જેવો.

Amreli Live

ચીનને કાનપુર આપી શકે છે 80 અરબનો ઝાટકો, હવે ઉદ્યોગસાહસિક નથી ઈચ્છા ચીની સામાન.

Amreli Live

કોરોના સંક્રમિત બિલાડી થઈ ગઈ સારી, માલિક લગાડ્યો હતો ચેપ, કૂતરાનું થઈ ગયું છે મૃત્યુ

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે, હરીફો સામે વિજય મેળવશો.

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવો રહેશે શ્રાવણનો પહેલો દિવસ, કોને થશે લાભ, કોના ખુલશે ભાગ્ય.

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live