16.1 C
Amreli
24/01/2021
અજબ ગજબ

ચહેરો દેખાડ્યા વિના જ આ ટીવી કપલે ઉજવ્યો દીકરીનો જન્મદિવસ, ચકિત રહી ગયા લોકો, કરી આવી કમેન્ટ્સ

એક વર્ષની થઇ આ ટીવી કપલની દીકરી, જન્મદિવસ પર પણ દીકરીનો ચહેરો ન દેખાડતા ફેન્સે કરી આવી કમેન્ટ્સ. પોપ્યુલર ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ (yeh hai mohabbatein) માં રમન ભલ્લાનું પાત્ર ભજવનારા એક્ટર કરણ પટેલ (karan patel) અને અંકિતા ભાર્ગવ (ankita bhargava) ની દીકરી 1 વર્ષની થઈ ગઈ છે. કરણ અને અંકિતાએ દીકરી મેહર (mehr patel) ની પહેલી વર્ષગાંઠ ઘરે જ ઉજવી છે.

બર્થડે સેલિબ્રેશનના કેટલાક ફોટા બંનેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. તેમાં મેહર સફેદ ફ્રોકમાં એકદમ પરી જેવી દેખાઈ રહી છે. તેમજ વધુ એક ફોટામાં મેહર પોતાની મમ્મી અંકિતાના ખોળામાં દેખાઈ રહી છે, અને તેના પપ્પા હાથની આંગળીથી 1 વર્ષ થવાનો ઈશારો કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અંકિતા અને કરણે અત્યાર સુધી પોતાની દીકરીનો ચહેરો પોતાના ફેન્સને દેખાડ્યો નથી. એક વર્ષ થયા પછી પહેલી બર્થડે ઉજવવા પર તેમણે મેહરનો ચહેરો નથી દેખાડ્યો. હવે લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ કરી રહ્યા છે.

એક વ્યક્તિએ કમેંટ કરતા લખ્યું, એવા ફોટા શેયર કરવાનો શું અર્થ જ્યારે તમે પોતાની દીકરીનો ચહેરો દેખાડવા જ નથી માંગતા. એક વર્ષથી સંતાડી રહ્યા છો, તેની પાછળનું લોજીક સમજાઈ નથી રહ્યું. અન્ય એક યુઝરે કમેન્ટ કરી – તમને એવું શા માટે લાગે છે કે, ફેન્સને દીકરીનો ચહેરો નહિ દેખાડવો જોઈએ. એક યુઝરે લખ્યું – પ્લીઝ હવે તો દેખાડી દો મેહરનો ચહેરો.

દીકરીની બર્થડે પર ફોટો શેયર કરતા અંકિતાએ લખ્યું, મારી ચકલી, માં ના રૂપમાં મને પસંદ કરવા માટે તારો આભાર. હું તારા માટે તે બધું કરીશ, જે હું કરી શકું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, આગળ પણ દરેક જન્મોમાં તને મારી દીકરીના રૂપમાં મેળવું. અંકિતાએ અત્યાર સુધી મેહરનો ચહેરો નહિ દેખાડવાને લઈને થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું – હું હજી પણ સોશિયલ મીડિયા પર મેહરનો ચહેરો દેખાડવા માટે કંફર્ટેબલ નથી, તો મહેરબાની કરીને મને આ વાતોથી અલગ કરી દો.

જણાવી દઈએ કે, અંકિતા ભાર્ગવ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ દીકરી મેહરની માં બની છે. દીકરીના જન્મના લગભગ 12 મહિના પછી કપલે તેની પહેલી ઝલક દેખાડી હતી. દીકરીનો ફોટો શેયર કરતા કરણે લખ્યું – મેરી ક્રિસમસ, રબ દી મેહર. કરણ અને અંકિતાના લગ્ન 2015 માં ગુજરાતી રીતિ-રિવાજ સાથે થયા હતા. લગ્નના 4 વર્ષ પછી બંને પહેલીવાર માતા-પિતા બન્યા છે. આ પહેલા પણ કરણ પટેલની પત્ની પ્રેગ્નેન્ટ થઈ હતી, પણ 5 મહિનામાં જ તેમની કસુવાવડ થઈ ગઈ હતી.

અંકિતા ભાર્ગવ જૂન 2018 માં 4 મહિનાની પ્રેગ્નેન્ટ હતી. બાળકના આવવાની ખુશીમાં કપલે બેબી બમ્પની સાથે ફોટોશૂટ કરાવ્યો હતો. એટલું જ નહિ, અંકિતાએ મેડિટેશન ક્લાસ, પિલાટે અને વધારેમાં વધારે વૉક કરવાનું પણ શરૂ કર્યું હતું, જેથી તેમની પહેલી ડિલિવરી નોર્મલ થઈ શકે. પણ ઈશ્વરને કંઈક બીજું જ મંજુર હતું. 20 જૂન, 2018 ના રોજ તેમની કસુવાવડ થઈ ગઈ હતી.

અંકિતા અને કરણે 3 મે 2015 ના રોજ મુંબઈમાં ગુજરાતી રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, અંકિતાએ સંજીવની (2002), દેખા એક ખ્વાબ (2011-12), એક નઈ પહચાન, સજદા તેરે પ્યાર મેં, રિપોર્ટર્સ (2013), જીવનસાથી અને યે પ્યાર ના હોગા કમ જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

રસપ્રદ વાત એ છે કે, એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ ‘યે હૈ મોહબ્બતેં’ માં કરણ પટેલના ઓનસ્ક્રીન સસરાનું પાત્ર ભજવી ચુકેલા અભય ભાર્ગવની દીકરી છે. કરણે પોતાના કરિયરની શરૂઆત 2000 માં આવેલી સિરિયલ ‘કહાની ઘર ઘર કી’ માં વિજ્ઞાતના પાત્રથી કરી હતી. ત્યાર બાદ કરણ પટેલ કસોટી ઝિંદગી કી, કેસર, કાવ્યાંજલિ, કસમ સે, કરમ અપના અપના અને કસ્તુરી જેવી સિરિયલમાં પણ દેખાયા.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ તારીખથી દેખાશે શિયાળાનો અસલ પરચો, અશોક પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી મોટી આગાહી.

Amreli Live

સાળીએ સગાઇ પછી પણ રાખ્યો અન્ય યુવક સાથે સંબંધ, જે બનેવીને પડ્યો ભારે, જાણો એવું તે શું થયું.

Amreli Live

જીઓ નંબર પોર્ટ કરાવવું થયું હવે વધારે સરળ, ગ્રાહક વધારવા માટે આપી રહ્યા છે આ મોટો ફાયદો.

Amreli Live

જન્મ કુંડળીમાં ધન યોગ છે કે નઇ તેના વિશે જાણવું છે ખુબ સરળ, અહીં જાણો તેના વિષે.

Amreli Live

વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

Amreli Live

સદીઓ જૂની હોટલમાં આ પેઇન્ટિંગને જોઈને ડરી ગયા હતા સુશાંત, રુદ્રાક્ષની માળા લઈને જપવા લાગ્યા હતા મંત્ર

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

મીઠાઈ વેંચતા હોય તેમણે જણાવી પડશે એક્સપાયરી ડેટ, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ

Amreli Live

પ્રતિક ગાંધીથી લઈને પંકજ ત્રિપાઠી સુધી, 2020 માં અસલી ગેમચેંજર સાબિત થયા આ OTT સ્ટાર્સ.

Amreli Live

સૂર્યદેવના કિરણોની જેમ આ રાશિઓના લોકોનું ચમકશે ભાગ્ય, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

આ દિવાળી પર કુબેર યંત્રની કરો સ્થાપના, વરસશે પૈસા જ પૈસા.

Amreli Live

મજેદાર જોક્સ : સગાઈ પછી છોકરીએ છોકરાને કહ્યું, હવે છોકરીઓને જોવાનું બંધ કરો. છોકરો : ઓહ….

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

આજે માતા કાત્યાયનીની કૃપાથી આ રાશિના લોકો માટે ધન લાભના યોગ છે, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય.

Amreli Live

ગુજરાતના મુખ્ય મંત્રીનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં લગ્ન સમારોહમાં આપવામાં આવી આ મોટી છૂટછાટ.

Amreli Live

ઉપરવાળાએ આપ્યું તો ‘છાપરું ફાડીને’ આપ્યું, આકાશમાંથી એવો ખજાનો પડ્યો કે કંગાળ બની ગયો કરોડપતિ.

Amreli Live

Samsung Galaxy F41 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, મળે છે 32 MP નો સેલ્ફી કેમેરો જાણો બીજી વિગત

Amreli Live

આ રીતે ઘરે જ બનાવો કારેલાનો હેલ્ધી મુખવાસ, જાણો તેની રેસિપી.

Amreli Live