25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

ચપટી પાઉડરથી પાણી શુદ્ધ, નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડમાં થયો સમાવેશ

આઈઆઈટીના પ્રોફેસરે કરી નવી શોધ, ચપટી જેટલા પાઉડરથી પાણી થઈ જશે શુદ્ધ, જાણો શું છે નવું

પ્રદુષિત જળથી થતી બીમારીઓથી બચવા માટે શુદ્ધ જળ પીવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ કારણે આરઓ અને ફિલ્ટર ઘરની જરૂરિયાત બની ગયા છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આઈઆઈટીના એક વૈજ્ઞાનિકે એક એવો ફોર્મ્યુલા તૈયાર કર્યો છે, જેનો એક ચપટી પાઉડર ક્ષણ ભરમાં પાણીને શુદ્ધ કરી દે છે. તેમણે આને ‘ક્લિયર બોટલ’ નામ આપ્યું છે, જેને નીતિ આયોગે પણ ઘણું પસંદ કર્યું છે. તો મહારાષ્ટ્ર સરકારે પણ તેના સંબંધમાં આઈઆઈટી સાથે સંપર્ક કર્યો છે.

ક્લિયર બોટલ બજારમાં ઉતારવાની તૈયારી :

આઈઆઈટીમાં બનાવવામાં આવેલ ક્લિયર બોટલને ઉત્પાદનના રૂપમાં બજારમાં ઉતારવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ચપટી જેટલા પાઉડરથી પાણી શુદ્ધ કરવાના આ ફોર્મ્યુલાને નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. નીતિ આયોગે તેને ઉત્પાદન બનાવીને કોમર્શિયલ કરવા માટે 1 કરોડ રૂપિયા નું અનુદાન પણ આપ્યું છે.

અઢી રૂપિયામાં 1 ગ્રામ પાઉડર :

ક્લિયર બોટલના શોધકર્તા આઈઆઈટીના અર્થ સાયન્સ વિભાગના પ્રોફેસર ઈંદ્ર શેખર સેને જણાવ્યું કે, 6 મહિનામાં આ ઉત્પાદન બજારમાં આવી જશે. અને ફક્ત અઢી રૂપિયા પ્રતિ ગ્રામ પાઉડરની આ સસ્તી ટેક્નિક મહારાષ્ટ્ર સરકારને પણ પસંદ આવી છે. પાણીમાં વધારે ક્રોમિયમની સમસ્યાથી લડી રહેલા સોલાપુરમાં મહારાષ્ટ્ર સરકારે ક્લિયર બોટલના ઉપયોગ માટે આઈઆઈટી સાથે સંપર્ક કર્યો છે.

આ રીતે કરે છે કામ :

ક્લિયર બોટલ પાણીમાં ઓગળેલા ક્રોમિયમ, લેડ અને અન્ય હાનિકારક તત્વને ખતમ કરી તેને પીવા લાયક બનાવે છે. પ્રોફેસર ઇંદ્ર શેખર સેને જણાવ્યું કે, શોધને પેટેંટ કરાવી લેવામાં આવી છે. 6 મહિનાની અંદર સામાન્ય માણસને તેનો લાભ મળવા લાગશે. જો નળ અને હેન્ડપંપનું સાધારણ પાણી છે, તો તેની એકથી દોઢ ગ્રામ માત્ર જ તેને સાફ કરવા માટે પૂરતી છે. પાણીમાં ક્રોમિયમ વધારે છે, તો ત્રણ ગ્રામ સુધી વપરાય શકે છે. આ સસ્તી ટેકનીકથી લોકો સસ્તા દરે શુદ્ધ પાણી પી શકે છે. પાઉડર નાખીને બોટલમાં હલાવવા પર થોડી સેકન્ડમાં જ તે પાણીને શુદ્ધ કરી દેશે.

હાનિકારક તત્વોની ઓળખ પણ કરશે :

પાણી સાફ કર્યા પછી પાઉડર દ્વારા તેમાં ઓગળેલા તત્વોની માહિતી મેળવી શકાય છે. તેનો ઉપયોગ કર્યા પછી પાણીનું વિશ્લેષણ કરવાવાળી કોઈ પણ પ્રયોગશાળામાં તેનું પરીક્ષણ કરવામાં આવી શકે છે. તેને રી-સાઇકલ કરી પાઉડરના રૂપમાં પરિવર્તિત કરીને ફરીથી પાણી સાફ કરી શકાય છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

કોરોનાથી બરબાદ થયા 2 પરિવાર, 6 દિવસમાં 3 ભાઈઓના મૃત્યુ, દીકરી અનાથ

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

અનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે જમ્મુ-કાશ્મીરના બધા ધાર્મિક સ્થળ

Amreli Live

આ દેશી નુસખા પેટની ચરબી ઘટાડવા અને ઝડપથી વજન ઓછું કરવામાં કરશે મદદ, જાણો કઈ રીતે કરવું સેવન

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

Amreli Live

સિંહ રાશિવાળા માટે કાર્યક્ષેત્રમાં સાચવીને રહેવાનો દિવસ છે, જાણો બાકીની રાશિઓની સ્થિતિ

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live