27.6 C
Amreli
25/11/2020
અજબ ગજબ

ઘરે દળેલા જવના લોટમાંથી બનાવી શકો છો આટલી બધી વાનગીઓ, ફટાફટ જાણો લો.

ગૃહિણીઓ માટે રોજ જમવામાં શું બનાવવું એ એક મોટો પ્રશ્ન હોય છે. તેઓ રોજ વિચાર કરે છે કે, આજે એવું શું બનાવવામાં આવે જે અલગ પણ હોય અને બધાને ભાવે પણ. તેના માટે અમે થોડા થોડા સમયે અલગ અલગ વાનગીઓની રેસિપી લઈને આવતા રહીએ છે. આજે અમે તમને એ જણાવીશું કે, તમે ઘરે દળેલા જવના લોટમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકો છો.

જણાવી દઈએ કે, જવના લોટમાંથી માત્ર એક બે નહિ પણ ઢગલાબંધ વાનગીઓ બનાવી શકાય છે. આજે અમે તમારા માટે તે વાનગીઓની યાદી લઈને આવ્યા છીએ. તમે આ યાદીમાંથી એક એક કરીને બધી વસ્તુઓ અલગ અલગ દિવસે બનાવીને ટ્રાય કરી શકો છો. તો આવો જાણીએ એવી વાનગીઓ વિષે જે જવના લોટમાંથી બનાવી શકાય છે.

જવના લોટમાંથી મુઠીયા, ઢોકળા, ઢેબરાં, હાંડવો, રોટલા અને મસાલા રોટલા બનાવી શકાય છે. તેમાંથી ભાખરી પીઝા પણ બનાવી શકાય છે, જે દરેકને ખુબ ભાવશે.

તેમાંથી ચુંગા પણ બનાવી શકાય છે. ચુંગા એ ભાખરીનો એક પ્રકાર છે. તે સામાન્ય ભાખરીથી થોડી જાડી હોય છે. તેના માટે થોડા જાડા લોટમાં મોવણ અલગ પડતું નાખીને થોડો કઠણ લોટ ગૂંદવાનો હોય છે. તેમાંથી નાની નાની ભાખરી બનાવીને મીડીયમ તાપ પર શેકવાની. તેના પર ભરપૂર ઘી હોય. પણ ઘી નું પ્રમાણ તમારી ચોઈસ પર હોય છે.

જવના લોટમાંથી લાડુ, હલવો (શિરો), ભરેલી પુરી પણ બનાવી શકાય છે, જે હેલ્ધી પણ હોય છે.

તમે જવના લોટમાં તલ, લીલા આદુ લસણની પેસ્ટ, સહેજ કસુરી મેથી, હળદર, મીઠું અને દહીં નાખી લોટ બાંધો. પછી ઢેબરાનો આકાર આપી તેને ડીપ ફ્રાય કરો. આ વાનગી ખાવાની મજા પડશે. ધ્યાન રહે તેમાં લાલ મરચુ નાખવું નહિ.

જવના લોટમાંથી બાટી, સુખડી, રાબ, થેપલા, લાપસી, કડક પુરી, ખીચુ, બ્રેડ, સક્કરપારા, વડા અને બિસ્કિટ પણ બનાવી શકાય છે.

આ બધા સિવાય પીઝાનો રોટલો પણ બનાવી શકાય છે. તેમજ મિક્સ વેજ સૂપ, દહીં સાથે મેળવીને કઢી સૂપ પણ બનાવી શકાય છે, જે પૌષ્ટિક, હળવું અને હેલ્ધી હોય છે.


Source: gujaratilekh.com

Related posts

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

BMW કારમાં કચરો ભરી રહ્યો છે વ્યક્તિ, તેની પાછળનું કારણ ચકિત કરી દેશે.

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

કોરોના થાય તો ઘરે રહીને પણ તેની સારવાર કરી શકાય છે, જાણો આમણે કઈ રીતે વાયરસને હરાવ્યો.

Amreli Live

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને લોકોને એવો માર-માર્યો કે તે….

Amreli Live

આ બેંકે મહિલાઓ માટે લોન્ચ કર્યું બચત ખાતું, 7 ટકા વ્યાજ દરની સાથે મળે છે ઘણા બધા ફાયદા.

Amreli Live

સૂર્ય ગોચર : પૂરો થઈ રહ્યો છે સૂર્ય-શનિનો અશુભ સંજોગ, 8 રાશિઓને થશે લાભ.

Amreli Live

iPhone 12 સિરીઝ થઇ લોન્ચ, શરૂઆતી કિંમત આટલા હજાર રૂપિયા, જાણો કેમેરાથી લઈને દરેક ફીચર વિષે.

Amreli Live

પેટમાં દુઃખાવો અને પાચન સમસ્યાઓને ઝડપી દૂર કરશે આ સરળ આયુર્વેદિક ઉપાય

Amreli Live

વિઘ્નહર્તા ગણેશની કૃપાથી આ 4 રાશિવાળાને મળશે ભાગ્યનો સાથ, ધન અને પ્રગતિ મળવાના છે સંકેત.

Amreli Live

‘જયારે કેલ્ક્યુલેટર છે તો ઘડિયાને કેમ યાદ રાખીએ?’ દીકરા આકાશના સવાલ ઉપર હતો મુકેશ અંબાણીનો આવો જવાબ

Amreli Live

Kia Seltos એનિવર્સરી એડિશન ભારતમાં થયું લોન્ચ, જાણો કયા છે આ SUV ના ફીચર્સ.

Amreli Live

વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો રહેશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આજે બહુવિધ લાભનો દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે.

Amreli Live

તેણે હાર ના કબુલી, ઓક્સિજનના બાટલા સાથે બોર્ડની પરીક્ષા આપી અને પહેલો નંબર પણ લાવી, પ્રેરણા છે સફિયા

Amreli Live

12 મું નાપાસ મહિલાએ રમી 30 કિલો સોનાની એવી રમત, કે ઉડી ગઈ 2 સરકારોની ઊંઘ.

Amreli Live

Honda Amaze નું સ્પેશિયલ એડિશન ભારતમાં થયું લોન્ચ, કિંમત આટલા લાખથી શરૂ.

Amreli Live

લગ્ન વગર માં બની ચુકી છે બોલીવુડની આ 10 અભિનેત્રીઓ, એકની પ્રેગ્નેન્સીના સમાચાર સાંભળીને લાગ્યો હતો ઝટકો.

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live

આ રીતે તમારા વોટ્સએપના વિડીયો-ઓડિયો કોલ થઈ શકે છે રેકોર્ડ, ઘણી કામની છે આ જાણકારી.

Amreli Live

માં કાળીની કૃપાથી આજે ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે, શુભ સમાચાર મળે.

Amreli Live