નીતા અંબાણીના આ લક્ઝરી પ્રાઇવેટ જેટ આગળ 5 સ્ટાર હોટલ પણ છે ફેલ, જુઓ અંદરના ફોટા. જયારે પણ એશિયાની સૌથી શક્તિશાળી બિઝનેસ વુમનોની વાત કરવામાં આવે, તો તેમાં નીતા અંબાણીનું નામ જરૂર આવે છે. નીતા અંબાણીએ એક સફળ બિઝનેસ વુમન તરીકે પોતાની અલગ ઓળખાણ બનાવી છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. નીતા પોતાની બિનઝેસ કુશળતા અને લાઈફ સ્ટાઇલ સિવાય પોતાની સુંદરતા અને અનોખા અંદાજને લઈને પણ લાઈમલાઈટમાં રહે છે. નીતા અંબાણી ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ ઘણી લોકપ્રિય છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એશિયાના સૌથી અમીર વ્યક્તિ એવા મુકેશ અંબાણીની પત્ની હોવા, સિવાય નીતા અંબાણીની સ્માર્ટ બિઝનેસ વુમન તરીકેની પોતાની અલગ ઓળખાણ છે. એ તો તમે જાણતા જ હશો કે, રિલાયન્સ ગ્રુપના માલિક એટલે કે મુકેશ અંબાણી એશિયાના અમીરોની યાદીમાં પહેલા નંબર પર આવે છે. અને દર વર્ષે આવતા આંકડા અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ 5.60 લાખ કરોડ રૂપિયા છે. જો આપણે નીતા અંબાણીની વાત કરીએ તો તે એક સફળ બિઝનેસ વુમન હોવાની સાથે સાથે લક્ઝરી લાઈફની પણ શોખીન છે.
57 વર્ષની નીતા અંબાણી પાસે કિંમતી વસ્તુઓ રહેલી છે, અને તેમાંથી એક છે તેમની શાહી સવારી એટલે કે તેમનું પ્રાઇવેટ જેટ. 8 કરોડની ગાડી બીએમડબલ્યુ 760 માં ફરવાવાળી નીતા અંબાણી પાસે લાંબી યાત્રા કરવા માટે પોતાનું એક પ્રાઇવેટ જેટ પણ છે. આ પ્રાઇવેટ જેટ મુકેશ અંબાણીએ તેમના જન્મ દિવસ પર આપ્યું હતું.
નીતા અંબાણીનું આ પ્રાઇવેટ જેટ અંદરથી કોઈ આલીશાન ફાઈવ સ્ટાર હોટલથી ઓછું નથી. વર્ષ 2017 માં 44 માં જન્મ દિવસ પર મુકેશ અંબાણીએ નીતા અંબાણીને આ કસ્ટમ ફિટેડ એયરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ જેટ ગિફ્ટ કર્યું હતું. આ વિમાનની કિંમત 230 કરોડ છે, જેમાં 10 થી 12 લોકો આરામથી સફર કરી શકે છે.
મુકેશ અંબાણીએ આ પ્રાઇવેટ જેટને નીતા અંબાણીની જરૂરિયાતો અનુસાર બનાવડાવ્યું છે. આ વિમાન આજની દરેક લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે. નીતા એક બિઝનેસવુમન પણ છે, એટલા માટે આ જેટમાં મુકેશ અંબાણીએ તેમના માટે એક શાનદાર મિટિંગ રૂમ પણ તૈયાર કરાવ્યો છે. આ જેટમાં ખાવાનું ખાવા માટે એક ડાઇનિંગ હોલ પણ રહેલો છે, જે દેખાવમાં કોઈ 5 સ્ટાર હોટલથી ઓછો નથી. મૂડને હળવું બનાવી રાખવા માટે ફ્લાઇટમાં સ્કાઈ બાર પણ છે.
મનોરંજનને ધ્યાનમાં રાખીને વિમાનમાં ગેમિંગની પણ સુવિધા છે. તેની સાથે જ વિમાનમાં મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન અને વાયરલેસ કમ્યુનિકેશન જેવી સુવિધાઓ પણ રહેલી છે. એટલે કે આ વિમાનમાં કંટાળી જવાય એવું થઈ શકે નહિ. નીતા અંબાણીના આરામ માટે વિમાનમાં એક અટેચ્ડ બાથરૂમની સાથે માસ્ટર બેડરૂમ પણ છે. એ કહેવું જરા પણ ખોટું નહિ હોય કે, નીતા અંબાણીનું આ શાનદાર વિમાન તેમની શાનમાં ચાર ચાંદ લગાવી દે છે.
અહીં તમે જે ફોટા જોયા તે ઇન્ટરનેટ પર ચર્ચાઈ રહેલા ફોટા છે, તેની કોઈ પુષ્ટિ થઈ નથી. ઇન્ટરનેટ પર થઈ રહેલી ચર્ચાના આધારે આ માહિતી ફક્ત સામાન્ય જાણકારીના રૂપમાં તમારી સમક્ષ રજુ કરવામાં આવી છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com