33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

ગ્રામીણ વિસ્તાર માટે પ્રસિદ્ધ એસયુવી Tuv 300 BS6 લોન્ચ માટે તૈયાર, કિંમત હોઈ શકે છે આટલી ઓછી.

Tuv 300 BS6 ભારતમાં લોન્ચ માટે છે તૈયાર, જાણો તેના ફીચર્સ અને કિંમત, ગ્રામીણ વિસ્તારમાં ફેમસ છે આ SUV. ભારતમાં બીએસ 6 (BS6) ઉત્સર્જન માપદંડને લાગુ થયાને 6 મહિનાથી વધુ સમય પસાર થઇ ગયો છે. લગભગ તમામ ઓટોમેકર્સએ પણ આ ક્રમમાં તેમના વાહનોને અપડેટ કરી દીધા છે. જો કે હજી પણ કેટલીક ગાડીઓની બજારમાં રાહ જોવાઈ રહી છે. જેમાંથી એક મહિન્દ્રાની લોકપ્રિય એસયુવી Tuv 300 છે. હાલમાં મહિન્દ્રાની ટીયુવી 300 ના બીએસ 6 વર્ઝનના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે. આ ફોટામાં આ કારને પરીક્ષણ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે.

ડિઝાઇનમાં જોવા મળશે મોટા ફેરફાર : સામે આવેલા ફોટાઓ વિશે વાત કરીએ તો, આ કોમ્પેક્ટ-એસયુવીના અપડેટેડ વર્ઝનમાં સંપૂર્ણ રીતે નવી ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં ફ્રન્ટ ઇન્ટિગ્રેટેડ ડીઆરએલ્સ, ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ, અપડેટ કરેલી ગ્રિલ, ફોગ લેમ્પ યુનિટ અને નવી બમ્પર ડિઝાઇન મળે છે. જો કે, તેની બોનેટ ડિઝાઇનમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી.

પાછળની વાત કરીએ તો TUV300 માં ટેઇલ લેમ્પ્સ માટે નવા ઇન્ટર્નલ મળે છે, જોકે અન્ય તમામ સુવિધાઓ જેવી કે ટેલગેટ-માઉન્ટેડ સ્પેરય વ્હીલ સાથે બમ્પર ડિઝાઇન પણ BS4 મોડેલ જેવી જ આપવામાં આવી છે. ટીયુવી 300 બીએસ 6 ની સાઇડ પ્રોફાઇલ પણ પહેલા જેવી જ આપવામાં આવી છે.

કેબિનમાં હશે નવા ફીચર્સ : અપડેટેડ કોમ્પેક્ટ-એસયુવી ટીયુવી 300 ને એક નવી પ્રીમિયમ કેબિન મળે તેવી સંભાવના છે. તેમાં એક નવી ઇન્ફોટેનમેન્ટ ટચ-સ્ક્રીન સિસ્ટમ આપી શકાય છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સ્પોર્ટ કરશે. આ સિવાય તેમાં કી લેસ એન્ટ્રી, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઇબીડી સાથે એબીએસ અને રીઅર પાર્કિંગ સેન્સર જેવી સુવિધાઓ હશે.

એન્જિન વિકલ્પો : બીએસ 6 ટીયુવી 300 માં 1.5 લિટર થ્રી સિલિન્ડર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે, જે 100 bhp નો પાવર અને 240 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને ફાઈવ-સ્પીડ મેન્યુઅલ અથવા ફાઈવ-સ્પીડ એએમટી ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મહિન્દ્રા બીએસ 6 એસયુવીમાં સમાન પાવરટ્રેન વિકલ્પ આપશે. તેમજ તે લોન્ચ થયા પછી હ્યુન્ડાઇ વેન્યુ, ટાટા નેક્સન, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા અને આગામી નિસાન મેગ્નાઇટને ટક્કર આપશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

બ્રહ્મલીન થાય ત્યારે હવે જળ નહિ, સંતોને આ રીતે આપવામાં આવશે સમાધિ.

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

આ છે શાકાહારી મટન, સાંભળીને ચોંકી ગયાને, કેન્સર-અસ્થમા જેવો રોગોમાં છે ફાયદાકારક.

Amreli Live

પૂજાના નારિયળનું હોય છે વિશેષ મહત્વ, જાણો શું તેના વિના પૂજા છે અધૂરી.

Amreli Live

ઓવન અને માઈક્રોવેવમાં શું તફાવત છે? ઓવન લેવાય કે માઈક્રોવેવ કે પછી ઓવન વીથ માઈક્રોવેવ? જાણો વિસ્તાર પૂર્વક જવાબ

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

માં કુષ્માંડાની કૃપાથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો કેવું રહેશે ચોથું નોરતું.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

Kia Seltos એનિવર્સરી એડિશન ભારતમાં થયું લોન્ચ, જાણો કયા છે આ SUV ના ફીચર્સ.

Amreli Live

લક્ષ્મી માતા આ 2 રાશિઓ ઉપર આજે મહેરબાન રહેશે, વેપારીઓ વ્‍યાપારમાં વૃદ્ઘિ કરી શકશે.

Amreli Live

આ રાશિના લોકોને ધનલાભના યોગ છે, વેપારમાં લાભ થાય, ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે.

Amreli Live

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

Amreli Live

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

Amreli Live

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

વધારવી છે ઇમ્યુનીટી અને કરવો છે પોતાનો અને પોતાના પરિવારનો બચાવ, તો અપનાવો આ ટિપ્સ.

Amreli Live

કન્યા પૂજનનું મહત્વ, અષ્ટમી નવમી તિથિ પર કઈ વાતોનું રાખવાનું છે ખાસ ધ્યાન.

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

દક્ષિણી દિલ્હીના આ પરિવારે ઘરે રહીને આપી કોરોનાને હાર, જાણો કેવી રીતે

Amreli Live

રિયલમી એ લોન્ચ કર્યો નવો ફોન Realme Q2i જાણો બધાજ ફીચર ને વિગતો

Amreli Live

અન્ય જીવોનો ચેપ માણસને લાગ્યો હોય એવું તો સાંભળ્યું હશે પણ શું માણસ ચમચીડિયા કે બીજા જીવોને ચેપ લગાડી શકે?

Amreli Live