18.3 C
Amreli
27/01/2021
અજબ ગજબ

ગ્રહ નક્ષત્રોના યોગને કારણે આ રાશિઓ માટે સમય રહેશે શુભ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

સિંહ : સપ્તાહના શુરૂઆતમાં આપને વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળશે. ભાગીદારીના કાર્યોમાં આગળ વધી શકશો. સંબંધોમાં પણ ખાસ કરીને જીવનસાથી જોડે ઉત્તમ સમય વિતાવી શકશો. તમારી વચ્ચે ઘણો સારો તાલમેલ રહે. જોકે, બીજા દિવસે સાંજથી તમારું મન થોડુ વ્યાકૂળ થશે જેની અસર સંબંધો અને પ્રોફેશનલ મોરચે જોવા મળે. સપ્તાહના મધ્યમાં કોઇપણ પ્રકારના મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો. વિદ્યાર્થીઓને સપ્તાહના મધ્યમાં અભ્યાસમાં થોડી એકાગ્રતા રાખવી પડશે.

જોકે, અંતિમ ચરણમાં તમે બહેતર શિક્ષણ મેળવી શકશો. ઉત્તરાર્ધનો તબક્કો પ્રોફેશનલ મોરચે પણ સારું ફળ આપનારો સાબિત થઇ શકે છે. આપના સ્‍વભાવમાં ભાવુક્તા વધારે રહે તેમજ તમે દૂર વસતા આપ્તજનો સાથે કમ્યુનિકેશનના વિવિધ માધ્યમોથી સંપર્કમાં આવો. સપ્તાહના મધ્યમાં પેટના દર્દની શક્યતા હોવાથી ખાવા-પીવામાં થોડું ધ્યાન રાખવું. જેમને પહેલાથી હરસ-મસા અથવા એસિડિટીની સમસ્યા છે તેમણે પણ સપ્તાહના મધ્યમાં કાળજી લેવી પડશે.

વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતમાં તમે પારિવારને લગતી બાબતોમાં વધુ કેન્દ્રિત રહેશો. પરિવાર સાથે બેસીને કોઇ મહત્વના મુદ્દે ચર્ચા થવાની પણ શક્યતા છે. કામકાજમાં અત્યારે વાણીના પ્રભાવથી તમે સારી રીતે આગળ વધશો અને તેનાથી તમે નવી કમાણી માટે પણ સંભાવનાઓ ઉભી કરી શકશો. બીજા દિવસે મધ્યાહન પછી પ્રેમસંબંધો માટે નવી દિશાઓ ખુલી શકે છે. પ્રેમની અભિવ્યક્તિ માટે પણ આ સમય સારો છે. વિવાહિતો સંતાનોને લગતી બાબતોમાં થોડા વ્યસ્ત રહે. વિજાતીય પાત્ર તરફ આકર્ષણ વધુ રહે અને તેમની સાથે મિલન- મુલાકાત સંભવે પરંતુ સ્વભાવ અને વાણી સ્પષ્ટ તેમજ સૌમ્ય રાખવા.

જુની ઉઘરાણી, લોન અથવા જુની ચીજોના વેચાણથી નાણાંકીય લાભ મળે. શરૂઆતમાં આપની શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા ઘણી સારી રહેશે પરંતુ સપ્તાહના ઉત્તરાર્ધમાં ઋતુગત સમસ્યાઓ આપને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે માટે ખાન-પાનમાં થોડી કાળજી લેશો તો મોટી સમસ્યાની શક્યતા જણાતી નથી. વાહનની ખરીદીનું વિચારી રહ્યા હોય તેમના માટે પણ આશાસ્પદ તબક્કો છે. વિદ્યાર્થીઓ પૂર્વાર્ધના તબક્કામાં અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે.

કુંભ : વ્‍યવસાયના સ્‍થળે અનુકૂળ પરિસ્થિતિ રહેશે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળે અને તેમના સહકારના કારણે તમે કોઇપણ નકારાત્‍મક સ્થિતિમાંથી બહાર આવી શકો. અત્યારે તમને એક કરતા વધુ પ્રકારે લાભો થઇ શકે છે. આપના કાર્યો પણ સુપેરે પાર પડતા માનસિક રીતે થોડી હળવાશ રહેશે. પૈતૃક મિલકતોથી પણ ફાયદો થવાની આશા રાખી શકો છો. પરિવાર માટે ખાસ લાગણીના કારણે તમે ઉત્તરાર્ધમાં તેમની વધુ કાળજી લેશો અને તેમના માટે ખર્ચ કરવામાં પણ પાછા નહીં પડો.

સપ્તાહના મધ્યમાં વાણી પર સંયમ રાખવાથી કુટુંબમાં કલેશ નિવારી શકશો તેમજ પ્રોફેશનલ મોરચે પણ સંબંધો ટકાવી શકશો. આ સમયમાં શક્ય હોય ત્યાં સુધી કોઇપણ બાબતે પરિવારના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. શરૂઆતથી જ આપને વિજાતીય વ્‍યક્તિઓ પ્રત્‍યે વિશેષ આકર્ષણ રહેશે. પ્રેમસંબંધો ખુશહાલ રહે. કામકાજના સ્થળે વિજાતીય મિત્રો થકી ફાયદો થાય. અભ્યાસનુ કાર્ય ધીમે ધીમે પાર પડતા રાહત અનુભવશો. માતાના સ્‍વાસ્‍થ્‍યની થોડી ચિંતા રહેશે. તમે પોતાનું સ્વાસ્થ્ય સારું રહેવાથી ચુસ્તિ-સ્ફુર્તિનો અહેસાસ કરશો.

મેષ : આપના ગ્રહો આપને વધુ સંપતિ પ્રાપ્ત કરવા, જમીન કે મિલકતની ખરીદી કરવામાં તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. હાલની ગ્રહોની ચાલથી જો કોઇ આર્થિક સમસ્યા હોય તો તેનાથી છૂટકારો મળે. પ્રોફેશનલ બાબતોમાં શરૂઆતમાં અને અંતિમ ચરણમાં ઘણું સારું ધ્યાન આપી શકો. કેટલાક સરકારી અને કાયદાકીય પ્રશ્નોમાં છેલ્લા થોડા સમયથી અટકેલા હશો તો અત્યારે ઉકેલ આવી શકે છે. સપ્તાહના અંતમાં સર્જનાત્મક બાબતો, રોમાન્સ, પ્રેમ, મુસાફરી અને ઉચ્ચ અભ્યાસ માટે આ સાનુકૂળ સમય છે.

વિદ્યાર્થી જાતકો શરૂઆતમાં બે દિવસ અભ્યાસમાં સારું ધ્યાન આપે પરંતુ તે પછી આળસના કારણે અભ્યાસ ડિસ્ટર્બ થઇ શકે છે. જોકે, અંતિમ ચરણમાં તમે કારકિર્દીને અનુલક્ષીને ગંભીર થશો જેથી અભ્યાસમાં ધ્યાન આપો. શરૂઆતમાં આપના વૈવાહિક જીવનનો વધુ સારી રીતે આનંદ માણી શકશો અને ઊર્જાને ફરીથી ઊજાગર કરી શકો અને લાગણીઓનું આદાન પ્રદાન કરી શકો. સપ્તાહના મધ્યમાં લાગણીમાં અસ્થિરતા અને વધુ પડતી લાગણીને કારણે આપના સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. સપ્તાહના મધ્યમાં જો આપ સ્વાસ્થ્યની અવગણના કરીને તેને હળવાશમાં લેશો તો તે મોટી ભૂલ સાબિત થઇ શકે છે.

કર્ક : સપ્તાહની શરૂઆતમાં તમારું મન થોડુ વ્યાકૂળ રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગે. આ ઉપરાંત તમે સંબંધોમાં પણ ઓછુ ધ્યાન આપશો અને કોઇપણ નિર્ણય લેવામાં અસમંજતા અનુભવો. આવી સ્થિતિમાં કંઇપણ કરવાના બદલે માનસિક શાંતિ જાળવો અને આત્મ નિરીક્ષણ પર ધ્યાન આપો તે બહેતર છે. બીજા દિવસે મધ્યાહન પછી સ્થિતિમાં સુધારો આવશે. આપનો દૃષ્ટિકોણ સકારાત્મક હશે. તમે સંબંધોના સમીકરણો તથા પરિવારના સભ્યોની જરૂરિયાતો અને ઇચ્છાઓને ગંભીરતાપૂર્વક સમજવામાં સમર્થ રહેશો.

પ્રોફેશનલ મોરચે તમારી કલ્પના, કાર્યદક્ષતા અને દૂરંદેશી વધશે જેથી સારી રીતે કામ કરી શકશો. દૂરના અંતરના કામકાજમાં પણ બહેતર ફળ મળી શકે છે. નોકરિયાતો પણ તેમની બૌદ્ધિકતાની સાથે સાથે ઉપરીઓના સચોટ માર્ગદર્શનથી પોતાના કાર્યોમાં અપેક્ષિત પરફોર્મન્સ આપી શકશે. વિદ્યાર્થીઓને પહેલા દિવસે અભ્યાસમાં મન ઓછુ લાગે પરંતુ તે પછીનો સમય સારો છે. આ સપ્તાહે સ્વાસ્થ્ય સુખાકારી બાબતે ખાસ ટેન્શન જેવું નથી. પહેલા દિવસની બેચેનીને બાદ કરતા મોટાભાગનો સમય સારો છે.

ધનુ : છેલ્લા કેટલાક સમયથી તમે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરી રહ્યા હશો તેમાં હવે રાહત મળે. ખાસ કરીને વડીલો, પિતા, ઉપરીઓ, વગદાર લોકો, હોદ્દેદારો, સરકાર અને કાયદાને લગતા પ્રશ્નો હશે તો ઉકેલ આવી શકે છે અને તેમના કારણે લાભની આશા રાખી શકો છો. વ્યાવસાયિકોને ટેક્સના કાર્યોનું નિરાકરણ આવવાની શક્યતા છે. તમે ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર પાડવા માટે આગળ વધશો. પરિવાર પ્રત્યે આપની લાગણીશીલતા વધશે અને તેમની ખુશી માટે વધુ મહેનત કરવામાં પાછા નહીં પડો.

આપ લાગણીભર્યા સંબંધોની ગહનતા સમજી શકશો. પ્રણયજીવનમાં સફળતા મળે. સ્‍નેહીજનો અને મિત્રો સાથે પિકનિક- હોટેલ કે સિનેમા- નાટકમાં હળવી પળો માણશો. દાંપત્‍યજીવનના માધુર્યને માણી શકશો. નવા મિત્રો બનશે. વિદ્યાર્થીઓ સારી કામગીરી કરશે. શિક્ષણ માટે વધુ સારી સાબિત થઈ શકે છે. પરીક્ષાનું પરિણામ તમારી અપેક્ષાઓ મુજબ આવશે. અત્યારે સ્વાસ્થ્ય બાબતે કોઇ નાની સમસ્યા હોય તો પણ ગાફેલ ના રહેવાની સલાહ છે.

કન્યા : સપ્તાહની શરૂઆતમાં નોકરિયાતો અને છુટક કામકાજ કરતા જાતકો માટે બહેતર સમય છે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોના અભ્યાસમાં જોડાયેલા જાતકોને પણ આ સપ્તાહના અંતિમચરણમાં સારી તકો મળી શકે છે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. છેલ્લા ચરણમાં તમારું મન થોડુ વિહવળ રહેશેથી આપ આર્થિક કે વ્યવસાયિક જોખમોથી દૂર રહેજો. શેર-સટ્ટા કે જુગાર જેવી પ્રવૃત્તિઓમાં પડશો તો પરસેવાની કમાણી પાણીમાં જશે.

સપ્તાહના મધ્યમાં આપની વાતચીત કરવાની કળા આ રંગ લાવશે. છેલ્લા ચરણમાં આપની પરોપકારની ભાવના લોકસેવાના કાર્યો કરાવશે. સપ્તાહના મધ્યમાં ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે. કુટુંબ અને કાર્યના ક્ષેત્રે થોડું બાંધછોડભર્યું વલણ હશે તો ઘર્ષણના બનાવો ટાળી શકાશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર મળે અથવા તેમને મળવાનું થાય. સપ્તાહના અંતમાં શરદી, કફ, તાવની પીડા સતાવે. નિયમિત પ્રાણાયામ આપની તબિયત સારી રાખશે.

મીન : સપ્તાહના પહેલા બે દિવસમાં રાજકીય ક્ષેત્ર કે જાહેરજીવનમાં સફળતા ઓછી મળે. યાત્રા- પ્રવાસ કે ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. સ્થાવર મિલકત અંગેના પ્રશ્નોમાં સાચવવું. આપે બોલવામાં ઘણું ધ્‍યાન રાખવું પડશે. કામકાજમાં હવે તમે સારી રીતે આગળ વધશો અને હરિફાઇમાં પોતાનો વિજય નિશ્ચિત કરશો. આપ કોઇ પણ હોદ્દા પર હોવ, માલિક હોવ કે નોકરિયાત તમારી પાસે સારા પરફોર્મન્‍સની આશાઓ અને અપેક્ષાઓ રખાશે અને તમે તેનાથી પ્રેરાઇને વધુ ઉત્સાહ સાથે આગળ વધશો.

આ કારણે જ તમારી કમાણીમાં વધારો થશે. કેટલાક લાભો મળવામાં થોડો વિલંબ થાય પરંતુ ફાયદો ચોક્કસ થશે. આપની અંદર જોશ અને ઉત્‍સાહ સાથે થોડો ઘણો ક્રોધ પણ ઉત્‍પન્‍ન કરી શકે છે. તેથી સંયમિત વાણી જરૂરી છે. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે કમ્યુનિકેશન, વાતચીત વખતે આ ધ્યાન રાખવું. પ્રેમની અભિવ્યક્તિ માટે સપ્તાહના મધ્યનો તબક્કો સારો છે. વિદ્યાર્થીઓ માટે પહેલા દિવસને બાદ કરતા એકંદરે સ્થિતિ અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં આ સપ્તાહે ખાસ ચિંતા જેવું નથી પરંતુ આકસ્મિક ઇજાઓથી સાચવજો.

વૃષભ : સપ્તાહની શરૂઆતમાં પ્રોફેશનલ મોરચે આપના હરીફોનો પરાજય થાય તેમજ પોતાની પ્રગતિના કારણે માનસિક શાંતિ અનુભવો. તમે અત્યારે ઉર્જા સાથે કામકાજમાં આગળ વધવાની ઝંખના રાખો છો અને તમારી આ લાગણી તમારા પરફોર્મન્સમાં સ્પષ્ટ દેખાઇ આવશે. સામાજિક મોરચે પણ તમારી સક્રિયતા વધશે જેથી તમે સમાજ માટે કોઇ કામ કરો અને તેના કારણે પ્રોફેશનલ ફાયદો થાય તેવી પણ શક્યતા રહે. શરૂઆતનો તબક્કો તમને આર્થિક લાભ અપાવી શકે છે. કેટલાક અટકેલા લાભ ઝડપથી આવી શકે છે. જોકે, મધ્ય ચરણમાં ખર્ચની પણ શક્યતા છે. કોઇપણ બિનજરૂરી ખર્ચ ટાળીને બચત પર ધ્યાન આપવાની સલાહ છે.

અંતિમ ચરણમાં તમે આત્મનિખાર અને પોતાના શોખ માટે ખર્ચ કરવાનું વિચારશો. આ કારણે બ્યુટી ટ્રીટમેન્ટ, સ્પા, કોસ્મેટિક્સ વગેરેમાં ખર્ચ થઇ શકે છે. વિદ્યાર્થી જાતકો શરૂઆતમાં અભ્યાસમાં ઝડપથી આગળ વધશે. જોકે, મધ્ય ચરણમાં તમે આળસના કારણે ભણવામાં ઓછુ ધ્યાન આપશો. તમારા દિલમાં પ્રેમની લાગણી અને વિજાતીય આકર્ષણ સારું રહેવાથી પૂર્વાર્ધમાં સારા સંબંધો માણો પરંતુ મધ્યમાં તમે સંબંધોથી વિમુખ રહેશો. જોકે, વિકએન્ડ બહેતર છે. સ્વાસ્થ્ય સુખાકારી બાબતે પણ શરૂઆત અને અંતિમ ચરણ ચુસ્તિ-સ્ફુર્તિમાં પસાર થશે પરંતુ મધ્યમાં અનિદ્રા, થાક વગેરે આપને પરેશાન કરી શકે છે.

તુલા : સપ્તાહની શરૂઆતમાં આપની કલ્‍પનાશક્તિ ખીલી ઉઠતા નવા નવા વિચારો મનમાં ઉદભવશે જે નોકરી કે વ્યવસાયમાં લાભદાયી નીવડશે. સપ્તાહના પૂર્વાર્ધમાં નોકરિયાત વર્ગને ઓફિસમાં પ્રસંશા અને બઢતી મળવાના યોગ છે. આર્થિક લાભ પણ થશે. શરૂઆતમાં તમારામાં રોમાન્સની લાગણી પણ સારી રહેવાથી તમે પ્રિયપાત્ર સાથે વધુમાં વધુ સમય વિતાવવાનું પસંદ કરશો. આ ઉપરાંત અંતિમ ચરણમાં પણ તમે દાંપત્યજીવનનું ઉત્તમ સુખ માણી શકશો.

ભાગીદારી અને સંયુક્ત સાહસોના કાર્યો માટે અથવા કરારો કરવા માટે આ સમય સારો જણાઇ રહ્યો છે. માત્ર સપ્તાહના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય થોડુ નબળું પડી શકે છે. ખાસ કરીને વિપરિત ભોજન અથવા શરીરની ગરમી તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં મેડિટેશન અને યોગનો સહારો પણ લાભદાયી રહેશે. આ સપ્તાહમાં તમે જનસેવા, પરોપકાર કે ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ પ્લાનિંગ સાથે આગળ વધી શકશે.

મકર : આ સપ્તાહે શરૂઆતમાં તમારી આવકમાં વધારો થાય અથવા કમાણી માટે તમે નવા સ્ત્રોતો વધારાની દિશામાં તમે સક્રિયતા પૂર્વક કામ કરો તેવી શક્યતા છે. સંતાનો અને વડીલ વર્ગ તરફથી આપને સુખ અને લાભ મળે. પૂર્વાર્ધમાં આપના મિત્રવર્તુળમાં નવા મિત્રો ઉમેરાય. જોકે, કોર્ટ કચેરીને લગતા પ્રશ્નો અથવા સરકારી બાબતોમાં સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. અત્યારે એવા કોઇપણ કાર્યોથી બચવું જેમાં તમારી પ્રતિષ્ઠા દાવ પર મુકાવાની શક્યતા હોય. એવા કોઇપણ કાર્યોથી બચવું જેમાં તમારી વિરુદ્ધ સવાલો ઉભા થાય. ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી પગલું ન ભરો તે જોવું.

જો, કાર્યનિષ્ઠા અને ખંતપૂર્વક કામ કરો તો અત્યારે પ્રોફેશનલ પ્રગતિની સારી તકો મળી શકે છે. તમે ટૂંકી મુસાફરી દ્વારા કામકાજમાં નવી સંભાવનાઓ શોધી શકશો. સંબંધો માટે શરૂઆતની તુલનાએ છેલ્લું ચરણ બહેતર છે. સપ્તાહના મધ્યમાં તમે પરિવાર સાથે વધુ સમય રહેશો જ્યારે અંતિમ ચરણ પ્રિયપાત્ર માટે ફાળવી શકશો. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં બહુ ગાફેલ ના રહેવાની સલાહ છે. કમરમાં દુખાવો, આંખોમાં બળતરા અથવા પિત્ત જેવી સમસ્યાઓ અત્યારે પરેશાન કરી શકે છે.

મિથુન : સપ્તાહની શરૂઆતમાં તમને ભાગ્યનો સાથ મળે અને તમારા કર્મના ફળ રૂપે પણ આર્થિક ફાયદો થાય. ગ્રહોની સ્થિતિ આપનું આર્થિક જીવનમાં ફરીથી પરિવર્તન લાવશે. તેથી આપની સકારાત્મક ઊર્જા સાથે કામ કરવાનો સાનુકૂળ સમય છે. જો કે અણધાર્યા દેવાના સમયે સંકટ ના આવી પડે તે માટે અનામત મુડી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ છે. શરૂઆતમાં તમે સૌથી વધુ પ્રોફેશન કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરશો. દેશાવર કાર્યો અથવા જન્મભૂમિથી દૂરના અંતરે જેઓ કામકાજમાં જોડાયેલા હોય તેમના માટે શરૂઆતનો તબક્કો આશાસ્પદ જણાઈ રહ્યો છે.

વિદ્યાર્થી જાતકો માટે સપ્તાહ એકંદરે સારું છે જેમાં છેલ્લા ચરણમાં તમે કારકિર્દી બાબતે વધુ ગંભીર થઇને ભણવામાં ધ્યાન આપશો. સપ્તાહના અંતિમચરણમાં જાહેરજીવન તેમજ સામાજિક પ્રસંગોમાં સક્રિય રહો. અત્યારે લગ્નોત્સુક જાતકોને યોગ્ય પાત્ર મળી શકે છે. છેલ્લા તબક્કામાં તમે પિતા, મોટા ભાઇબહેન તરફથી આર્થિક લાભની આશા રાખી શકો છો. મોટાભાગના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેવાથી સ્વાસ્થ્ય મામલે ચિંતા જેવું નથી.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

અચાનક હાથ જકડાઈ જાય શરીરમા વાયુ પ્રકોપથી થવા માંડે છે દુઃખાવા જાણો આનાથી કાયમી છુટકારો મેળવવો હોય તો…

Amreli Live

‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી

Amreli Live

રાજકોટના બુકીએ અમદાવાદના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરી પડાવી લીધી પોર્શે કાર, આપી આવી ખતરનાક ધમકી.

Amreli Live

લગ્ન પછી હવે યુજવેન્દ્ર અને ધનશ્રીના સગાઈના ફોટાએ મચાવી ધમાલ, ઈન્ટરનેટ પર થયા શેયર

Amreli Live

જાણો વેણી દાન પ્રથા શું છે? સાથે જ જાણો તેનો ઇતિહાસ અને તેનું મહત્વ.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ વધારે સારો નથી, વાહન ચલાવતા કાળજી રાખવી, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ શેયર કરવા પર અભિનવ પર ભડકી શ્વેતા તિવારી, શું હજી પણ રહે છે સાથે

Amreli Live

તમને વિશ્વાસ નઈ આવે પણ 1 બોલમાં બેટ્સમેને બનાવ્યા હતા 286 રન, વાંચો ક્રિકેટનો આ મજેદાર કિસ્સો.

Amreli Live

મજેદાર જોક્સ : પપ્પા : દીકરા તારા રિઝલ્ટનું શું થયું? પપ્પુ : પપ્પા 80 % આવ્યા છે. પપ્પા : લાવ તારી માર્કશીટ દેખાડ…

Amreli Live

આ સરકારી સ્કીમમાં રોકાણ કરી પૈસા કરી શકો છો ગેરન્ટેડ ડબલ, 1 લાખ રૂપિયાના બદલામાં મેચ્યોરીટીમાં મેળવો 2 લાખ

Amreli Live

જાણો કોણ છે મિર્ઝાપુર 2 માં ગુડ્ડુ પંડિતની પ્રેમિકા ‘શબનમ’, અસલ જીવનમાં દેખાય છે આવી.

Amreli Live

‘કેજીએફ’ સ્ટાર યશની લવ સ્ટોરી : ગભરાતા-ગભરાતા રાધિકાને કર્યું હતું પ્રપોઝ, 6 મહિના પછી મળ્યો હતો જવાબ

Amreli Live

એવું તે શું થયું કે યુરોપમાં નોકરી કરવા ગયેલા આ ભાઈ ને છેલ્લા 1 વર્ષથી રોડ પર સૂવું પડી રહ્યું છે?

Amreli Live

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ.

Amreli Live

વૃદ્ધાવસ્થામાં આવતા રોગોથી રક્ષણ મેળવવા માટે આ રીતે ખાસ ચૂર્ણ બનાવી સેવન કરો, થાય છે આટલા બધા લાભ

Amreli Live

ઓક્સફર્ડ યુનિવર્સીટીની કોરોના વાયરસ વેક્સીન વિષે તે બધું જાણો જે તમારા માટે જાણવું જરૂરી છે

Amreli Live

22 જાન્યુઆરીએ થશે શનિનું નક્ષત્ર પરિવર્તન, જાણો 12 રાશિઓમાંથી કોને મળશે શુભ ફળ.

Amreli Live

દીકરાનું વજન ઓછું કરવા માટે નીતા અંબાણીએ પણ પોતાનું 40 કિલો વજન ઓછું કરવું પડ્યું, જાણો કારણ

Amreli Live

ડાયાબિટીસથી લઈને આંખની રોશની સુધી ઠીક કરી શકે છે કોળાના પાંદડા, જાણો ખાવાની રીત.

Amreli Live

મજેદાર જોક્સ : પત્ની : ડાર્લિંગ સાંભળો છો, મારી ઉંમર 48 હોવા છતાં પણ તમારો એક મિત્ર મારી “સુંદરતાની પ્રશંસા” કરે છે….

Amreli Live