31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમારવડોદરામાં નવા 19 જ્યારે મહેસાણામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 4104 થઇ છે. મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 198એ પહોંચ્યો છે. તેમજ 527 દર્દીઓને રજા આપવામાં આવી છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે રાજ્યના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીઓ ફસાયેલા છે. કેન્દ્રની ગાઈડલાન પ્રમાણે આ પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતી સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ પરત મોકલવામાં આવશે. આ માટે 8 IPS-IASને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ
અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસે બાલાપીર દરગાહ નજીક વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવક પહેલાથી દારુનો વ્યસની હતો. અગાઉ તેને લોહીની ઉલ્ટી પણ થઇ હતી. ગયા શનિવારે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલત બગડતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયો છે. તેને હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અડાલજમાં આરોગ્યની ટીમ વાંસની ટોપલીવાળા પરિવારની હિસ્ટ્રી શોધી રહ્યાં છે અને યુવકને ચેપ હોસ્પિટલમાંથી લાગ્યો કે ઝૂપડીમાંથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર "ચ" રોડથી જ પ્રવેશ મળશે
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો વધતા શહેરમાં પ્રવેશવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર "ચ" રોડ પરથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઇ "ચ" રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અન્ય તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા સરકારી ઓફિસોમાં આવતા વાહનચાલકો હેરાન થયા હતા. જિલ્લા પોલીસવડાએ જાહેરનામું બહાર પાડી અને રસ્તાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. કોબા – અડાલજ તરફથી જ ગાંધીનગર તરફ આવવાના રસ્તા ચાલુ છે.

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.

દેશભરમાં કુલ પોઝિટિવ કેસોમાંથી ગુજરાતમાં 12.72% કેસ
કુલ કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 15.85%, ગુજરાતનો 12.72% અને દિલ્હીનો 12.62% છે. સૌથી વધુ કેસ 3 શહેરોમાં છે. મુંબઈમાં 11.62 %, અમદાવાદમાં 9.43%, દિલ્હીમાં 12.62 % છે. મધ્ય પ્રદેશનો હિસ્સો 5.87 % અને રાજસ્થાનનો 5.07 % છે.

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું
લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં 8900 જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.

કુલ દર્દી 4082 , 197ના મોત અને 527 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2777 137 263
વડોદરા 270 16 87
સુરત 601 22 40
રાજકોટ 58 01 16
ભાવનગર 43 05 21
આણંદ 71 03 23
ભરૂચ 31 02 16
ગાંધીનગર 38 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 10
પંચમહાલ 24 02 02
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13 00 06
કચ્છ 06 01 04
મહેસાણા 08 00 02
બોટાદ 20 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 11 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 06 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 4082 197 527

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coron Gujarat LIVE may be possible to relief in some part of state after 4th may


Coron Gujarat LIVE may be possible to relief in some part of state after 4th may

Related posts

ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી માર્કશીટ મળશે, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

Amreli Live

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 29/03/2020 ને સાંજના 6.50 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

રાજ્યમાં કુલ 79,816 પોઝિટિવ કેસમાંથી 62,567 દર્દી ડિસ્ચાર્જ અને 2802ના મોત, હાલમાં 14,435 કેસ એક્ટિવ

Amreli Live

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

અમેરિકાએ સત્તાવાર રીતે પોતાને WHOથી અલગ કર્યું, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.18 કરોડ કેસ

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live

આજે સૌની નજર રાજસ્થાન પર, વિધાનસભામાં ગેહલોતની કોન્ફિડન્સ ટેસ્ટ; અટલજીથી આગળ નિકળ્યા PM મોદી, કાલે વધુ એક રેકોર્ડ બનાવશે

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 217 નવા પોઝિટિવ કેસ અને 79 દર્દી સાજા થયા, 9ના મોત સાથે મૃત્યુઆંક 112, કુલ દર્દી 2624

Amreli Live

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા 8 IAS અને 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર

Amreli Live

કોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં છેલ્લા 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નહીં, 2 દર્દી સાજા થયા

Amreli Live

24 કલાકમાં 46 હજારથી વધુ કેસ આવ્યા, 34 હજાર લોકોને સારું થયુ, 636 દર્દીના મોત થયા, દેશમાં કુલ 14.82 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 9289 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live