25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

ગુજરાત પોલીસને હલકી ગુણવત્તાનું સેનિટાઈઝર પધરાવી દીધું

અમદાવાદ: કોરોનાથી રક્ષણ માટે સેનિટાઈઝરથી હાથ સાફ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ, કેટલીક કંપનીઓ હલકી ગુણવત્તાના સેનિટાઈઝર લોકોને પધરાવી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં લોકડાઉન દરમિયાન પોલીસની મહત્વની ભૂમિકા રહી છે, ત્યારે પોલીસ જવાનો માટે ખરીદાયેલું સેનિટાઈઝર હલકી ગુણવત્તાવાળું હોવાનું લેબોરેટરી ટેસ્ટિંગમાં સામે આવ્યું છે. જેને પગલે આવી હલકી ગુણવત્તાવાળું સેનિટાઈઝર ખરીદ-વેચાણ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માગ ઉઠી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા બહાર પડાયેલી એડવાઈઝરી મુજબ, ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લી. અને GMSCL વેર હાઉસ, પાટણના જણાવ્યા મુજબ, પોલીસ જવાનો માટે આપવામાં આવેલા નિરવ હેલ્થકેરના 500ml કોલેજ-67 હેન્ડ સેનિટાઈઝરની બેચ નંબર સી2008, સી2010 ,સી2048, સી2049, સી2050, સી2051, સી2052, સી2053, સી2054, સી2055, સી2057, સી2058ના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગમાં યોગ્ય ગુણવત્તાના ન હોવાનું જણાયું છે.

આ બેચ નંબરના સેનિટાઈઝરનો જથ્થો જો પોલીસ જવાનો પાસે હોય તો તેની વિગતો મોકલી આપવા એડવાઈઝરી જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સો અને સરકારી હોસ્પિટલના સ્ટાફનો જીવ જોખમમાં મૂકે તેવા સેનિટાઈઝરની ખરીદી માટે ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન સામે આંગળી ચિંધાઈ હતી. ગત સપ્તાહે જ ગુજરાત સરકારે આવા સેનિટાઈઝર આપનારી કંપની સામે પગલાં લેવાની વાત કરી હતી.

કોરોના વાયરસ સામે આખી દુનિયા લડી રહી છે. આવી મહામારીના સમયમાં પણ કેટલાક લોકો નફાખોરીની વૃત્તિ રાખીને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ બજારમાં ઠાલવી રહ્યા છે. આ લોકોની હિંમત એટલી ખૂલી ગઈ છે, તેને કાયદાની કોઈ બીક જ ન હોય તેવું લાગી રહ્યું છે. આવા લોકોને કડક સજા નહીં કરવામાં આવે તો આ નફાખોરી લોકોને મોતના મુખમાં ધકેલી દેશે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે.


Source: iamgujarat.com

Related posts

હાર્ટમાં કઈ રીતે ઘૂસે છે કોરોના, સ્ટડીમાં ખુલાસો

Amreli Live

પાકને FATFનો મોટો ઝટકો, ટેરર ફંડિંગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

Amreli Live

ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત

Amreli Live

જાણો, કયા બે કારણોથી ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 25 જૂનનો દિવસ

Amreli Live

દિલ્હીમાં ઘૂસ્યા ચાર આતંકીઓ, કારના બોનેટ સુદ્ધાં ખોલી થઈ રહી છે સઘન તપાસ

Amreli Live

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યા, પણ પાયલટ માન્યા નહીં

Amreli Live

FDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Amreli Live

વિકાસ દુબે પર રાખવામાં આવેલું 5 લાખનું ઈનામ કોને મળશે, પોલીસ સામે અનેક દાવેદાર

Amreli Live

કોરોના: આ શહેરના પોલીસ અધિકારીનો આદેશ, આરોપીને સ્ટેશન લાવો તે પહેલા કરાવો સ્નાન

Amreli Live

ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યો છે સલમાન ખાન, ખેડૂતો માટે આપ્યો ખાસ મેસેજ

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

સાપ્તાહિક આર્થિક રાશિફળ 22થી 28 જૂન: રૂપિયા-પૈસા મામલે આ 4 રાશિઓને લાભ જ લાભ

Amreli Live

ઘરે બનાવો ટેસ્ટી ગવાર ઢોકળી, બધાને બહુ ભાવશે

Amreli Live

કોરોના રસીની મહાશોધમાં ભારતની આ 6 ટીમ છે આગળ, મળી શકે છે સફળતા

Amreli Live

વડોદરાઃ સરહદ પરના સૈનિકો માટે 12,000 રાખડીઓ મોકલશે આ પ્રિન્સિપાલ

Amreli Live

શું ફોર વ્હીલ ચાલકે માસ્ક પહેરવું ફરજિયાત છે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

યોગ ગુરુ રામદેવની મુશ્કેલી વધી, NIMSના માલિક બોલ્યા – અમારે ત્યાં નથી થયું દવાનું ટ્રાયલ

Amreli Live

આ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન

Amreli Live

બોલો, મોબાઈલ ફોન ચાઈનાનો હશે તો રિપેરિંગમાં ડબલ રુપિયા ચૂકવવા પડશે

Amreli Live

લોકડાઉન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live