26.8 C
Amreli
05/08/2020
bhaskar-news

ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધરાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી તેવામાં રાજ્ય સરકારે 8 જૂનથી અનલોક-1 લાવીને મોટા શહેરોમાં મોલ તો ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ મંજૂરીના 24 દિવસ બાદ દિવ્યભાસ્કરની ટીમે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના મોલનું રિયાલિટી ચેક કર્યું હતું. DivyaBhaskarના રિપોર્ટર્સ ચેતન પુરોહિત, આશિષ મોદી, જીગ્નેશ કોટેચા અને જીતુ પંડ્યાએ કરેલા આ રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે કોરોનાના ડર ના કારણે 50 ટકાથી વધુ દુકાનો હજુ ખુલી નથી, અને જે શોપ ખુલી છે ત્યાં એકલ દોકલ ગ્રાહકો જ આવે છે, એટલે એમ કહી શકાય કે ચાર મહિના પહેલા મોટા શહેરોના મોલમાં જ્યાં કીડીયારું ઉભરાતું હતું ત્યાં આજે કાગડા ઉડી રહ્યા છે. ગ્રાહકો તો ઠીક વેપારીઓ પણ શોપ શરૂ કરતાં ડરી રહ્યા છે.

અમદાવાદઃ સેનેટાઈઝ અને ગ્રાહકોની સુરક્ષામાં ખાસ પરિવર્તન જોવા મળ્યું
વિશ્વભરમાં મહમારી કોરોના વચ્ચે લોકો સામાન્ય જન જીવન તરફ વળી રહ્યા છે, ત્યારે અમદાવાદના જાણીતા મોલમાં દિવ્યભાસ્કરે રિયાલિટી ચેક કરી પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં સેનેટાઈઝ અને ગ્રાહકોની સુરક્ષામાં ખાસ પરિવર્તન આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. લોકડાઉનના નિયમોના કારણે હજી તમામ દુકાનો ખુલી નથી અને 50 ટકા ગ્રાહકો પણ ઘટ્યાં છે.

હિમાલયા મોલ
શહેરના ડ્રાઈવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં કોરોનાની દહેશત પહેલા વિકેન્ડમાં 4 હજાર લોકો આવતા હતા, જેમાં હવે ઘટાડો થયો છે. જ્યારે મોલમાં પ્રવેશ કરતા જ તમામનું થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે. તેની સાથે સેનેટાઈઝર પણ આપવામાં આવે છે. તેમજ મોલમાં ગાઈડલાઈન પ્રમાણે ગેમઝોન અને રેસ્ટોરન્ટ ચાલુ નથી થયા. મોલમાં આવેલું મેકડોનાલ્ડ પણ ટેક આવે ચાલુ છે. હિમાલય મોલના ડાયરેક્ટર પંકીલ મોદીએ જણાવ્યું હતું કે લોકડઉન સમયે જ અમે મોલ સેનેટાઈઝ કરાવ્યા હતો. અમે 10 વર્ષથી નાનાં બાળકો અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને પ્રવેશ આપતા નથી. બીજી તરફ અમે સેનેટાઈઝર અને સેનિટાઈઝ માટે વ્યવસ્થા કરી છે. પરંતુ તેનો કોઈ ખર્ચ શોપ કીપર પાસેથી લીધો નથી.

આલ્ફા વન મોલ
વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા આલ્ફા વન મોલમાં પાર્કિંગથી જ સેનેટાઇઝ અને સુરક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.વાહન પાર્ક કરો ત્યાંથી સિક્યુરિટી ચેક સુધી ફુટ સ્ટેપ પ્લાન કરવામાં આવ્યા છે. ત્યાર બાદ મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોય તો જ મોલમાં પ્રવેશ આપવામાં આવે છે જો આરોગ્ય સેતુમાં સસ્પેક્ટ હોય તો તેને મોલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યાર બાદ દરેક વ્યક્તિનું લગેજ UV મશીનમાં મુકીને તેને સેનેટાઈઝ કરવામા આવે છે. તેની સાથે સાથે મોલની લિફ્ટ ઓટોમેટિક કરી દેવામાં આવી છે, જેથી લિફ્ટમાં કોઈને સ્પર્શ કરવું ન પડે.

સુરત: 15થી 20 હજાર ગ્રાહકોને જગ્યાએ 2000 ગ્રાહક પણ આવતા નથી
સુરત શહેરમાં પણ મોલમાં ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ છે. જેમાં એક સમયે સોમથી શુક્રવાર સુધીમાં 10 હજાર જેટલા ગ્રાહકો આવતા હતા એ આજે 1000 જેટલા થઈ ગયા છે. જ્યારે શનિ-રવિ દરમિયાન 15 થી 20 હજાર ગ્રાહકો આવતા તેની જગ્યાએ હવે માંડ 2000 ગ્રાહકો પણ આવતા નથી.

રાજકોટઃ ગ્રાહકે25 મિનિટમાં ખરીદી કરી મોલ બહાર નીકળવાનો નિયમ
અનલોક 1માં રાજ્યભરમાં 8 જૂનથી રેસ્ટોરન્ટ, હોટેલ, મોલ શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ શોપિંગ મોલની સ્થિતિનું રિયાલિટી ચેક કરવા DivyaBhaskar રાજકોટના કાલાવડ રોડ પર આવેલા D-માર્ટમાં પહોંચ્યું હતું. આ રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું હતું કે, મોલમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા ગ્રાહકો આવે છે પરંતુ તે સિવાયની વસ્તુ હજુ ખરીદતા નથી. મોલમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું જોવા મળ્યું હતું. મોલમાં દરેક ડિપાર્ટમેન્ટમાં ગ્રાહકો જાતે નહીં પણ સ્ટાફ વસ્તુ આપી રહ્યો છે. 10 લોકોને જ મોલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ લોકો ખરીદી કરી બહાર આવે પછી બીજા 10 લોકોને અંદર પ્રવેશ આપવામાં આવે છે. 25 મિનિટમાં ગ્રાહક ખરીદી કરીને બહાર નીકળી જાય તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. કેશિયર પણ PPE કિટમાં જોવા મળ્યા હતા. વાહન પાર્કિગમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. દર બે કલાકે લિફ્ટ અને પેસેજ વિસ્તાર સેનેટાઇઝ થાય છે.

ક્રિસ્ટલ મોલ(D-માર્ટ સાથે સંકળાયેલો છે)ના મેનેજર સમીર વિસાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષની સરખામણીએ ગ્રાહકોમાં નોંધપાત્ર ઘટાડો છે કારણ કે વાતાવરણ જ એવું છે. પરંતુ નજીકના એક-બે મહિનાની અંદર જ સ્થિતિ એકદમ નોર્મલ થઇ જશે. પહેલા ધંધો ધમધમતો હતો, તેમ ફરી ધમધમતો થઇ જાશે. અત્યારે 40 જેટલી દુકાનો છે તેમાં અમુક અગાઉથી જ બંધ છે. આવતા મહિનાથી ફરી શરૂ થઇ જશે. ગ્રાહકો અત્યારે અમારૂ કહ્યું માને છે તે સારી બાબત છે. ગ્રાહકો સામેથી સપોર્ટ કરી રહ્યા છે. અમે બધી હોસ્પિટલ અને ફાયરના નંબર રાખ્યા છે. અમને શંકાસ્પદ લાગે તો તુરંત તેનો સંપર્ક કરી શકીએ.

વડોદરા: કોરોનાના હાઉના કારણે આંગળીના વેઢે ગણાય તેટલા જ ગ્રાહકો આવે છે
વડોદરામાં સરકારે બહાર પાડેલી ગાઇડ લાઇન મુજબ શોપિંગ મોલ શરૂ થયા હતા. જોકે, પ્રથમ દિવસથી જ મોલમાં બહુ ઓછી ચહલ પહલ જોવા મળી હતી. મોલ સ્થિત શો રૂમો દ્વારા પણ સેનેટાઇઝરની વ્યવસ્થા સહિત ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.શહેરના ઇવા મોલના મેનેજર સહેઝાદ નિઝામે જણાવ્યું હતું કે, મોલ શરૂ કરવામાં આવ્યો છે. અમારો મોલ સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. પરંતુ ગ્રાહકો આવતા ડરે છે, મોલમાં આવેલા તમામ શો રૂમના સંચાલકો સાથે ગ્રુપ મીટિંગ કરવામાં આવી છે. ફૂડ કોર્ટ 50 ટકા કેપિસીટી સાથે શરૂ કરવામાં આવી છે.

મોટા ભાગની શોપ ખુલી નથી અને જે શોપ ખુલી છે ત્યાં ગ્રાહકો નથી
શહેરના ફતેગંજ ખાતે આવેલા 7 સીઝ મોલ, ગોરવા-એલેમ્બિક રોડ ઉપર આવેલા ઇનઓર્બિટ મોલ,હાઇવે ઉપર આવેલ આઇનોક્સ મોલ સહિત શહેરના મોટાભાગના શોપિંગ મોલ શરૂ થઇ યા છે. પરંતુ મોટા ભાગની શોપ હજુ ખુલી નથી અને જે ખુલી છે ત્યાં ઘરાકી નથી. કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ મોલ સ્થિત તમામ શો રૂમ સંચાલકો દ્વારા સેનેટાઇઝની સુવિધા કરવામાં આવી છે. જોકે, કોરોનાના હાઉના કારણે આંગળીના વેઢે ગણાય તેટલા ગ્રાહકો મોલમાં જોવા મળી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


shopping malls open in gujarat, but void after 24 days, 50 percent shops closed

Related posts

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

કોરોના બેકાબૂ બનતા CM રૂપાણીનો સુરત કલેક્ટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ, Dy CM પણ જોડાયા

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોત

Amreli Live

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ત્રણ દિવસમાં અનેક લોકોને મળ્યા

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

2,17,648 કેસ,મૃત્યુઆંકઃ6,091ઃ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 32,329 લોકો કોરોના મુક્ત થયા

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

સરકારે સુપ્રીમમાં કહ્યું- છેલ્લી 3 પરીક્ષાના આધારે ધો.12ના વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

અત્યાર સુધી 24,530 કેસ,મૃત્યુઆંક 780ઃ UPના સંતકબીરનગર જનપદમાં એક જ પરિવારના 19 સભ્ય કોરોના પોઝિટિવ 

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live