26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

ગુજરાતમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ ત્રણ વિકલ્પ પર વિચારણા, આગામી 4 દિવસના કેસોના આધારે આખરી નિર્ણયસમગ્ર ભારતમાં કોરોના લોકડાઉનનો સમય 14 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે,ત્યારે કેટલાક રાજ્યોએ લોક ડાઉન વધારવા માટે કેન્દ્રને ભલામણ કરી છે તે સમયે ગુજરાતમાં પણ લોકડાઉન વધશે કે પૂર્ણ થશે તે માટે DivyaBhaskarએ પણ ગુજરાત સરકારમાં ચાલતી મુવમેન્ટ અંગે આંતરિક તપાસ કરી હતી. જેમાં રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ ગુજરાતના લોક ડાઉન અંગે ચાલી રહેલી ચર્ચા વિચારણાની કેટલીક EXCLUSIVE માહિતી આપી હતી. જેમાં એક વાત ચોક્કસ જાણવા મળી કે ગુજરાતમાં લોક ડાઉન પૂર્ણપણે ખોલવામાં નહીં આવે, જે વિકલ્પ મુજબ ખુલશે ત્યાં અંશતઃ જ ખુલશે અને એ વિસ્તારમાં કોરોનાની ગાઇડ લાઈન મુજબ તમામ ચોકસાઈ રાખવી પડશે.

કેસોમાં આગામી 3 કે 4 દિવસમાં વધારો કે ઘટાડો થાય છે તેના આધારે આખરી નિર્ણય
ગુજરાતમાં છેલ્લા 4 દીવસથી વધી રહેલા કોરોના પોઝિટિવના કેસો અને અન્ય વિસ્તારોમાં ફેલાતા જતા કેસોમાં આગામી 3 કે 4 દિવસમાં વધારો કે ઘટાડો થાય છે તેના આધારે લોકડાઉન અંગે આખરી નિર્ણય લેવામાં આવી શકે છે. આ માટે રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગ ઉપરાંત દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી રોજે રોજના રિપોર્ટ લેવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આમ, ગુજરાતમાં લોકડાઉન અંગેનો નિર્ણય 4 દિવસ પછી લેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતની કોરોનાની સ્થિતિ અંગે ગહન ચર્ચા
ગુજરાતમાં લોકડાઉન વધારવું કે નહીં તે અંગે ગુજરાત સરકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રની ગાઇડ લાઈન મુજબ ગુજરાતની કોરોનાની સ્થિતિ અંગે ગહન ચર્ચા ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં આગામી 3 થી4 દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા અને એરિયાના આધારે લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવશે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ સહિત ગૃહ વિભાગ અને દરેક કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે.

લોકડાઉન અંગે ચાલી રહેલી અલગ અલગ વિચારણા મુજબ સરકાર લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર વિચારણા

વિકલ્પ નંબર-1: સંક્રમિત અને હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉન વધે

ગુજરાતના સંક્રમિત અને હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ કરી વધારી શકે છે જ્યારે એ સિવાયના વિસ્તારમાં અંશતઃ લોકડાઉન ખોલવામાં આવી શકે. આ વિકલ્પ મુજબ જ્યાં જ્યાં લોકડાઉન અંશતઃ ખુલે ત્યાંના લોકો એ જ વિસ્તારમાં રહે અને બીજા વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવવામાં આવે.

વિકલ્પ નંબર-2: જે જિલ્લામાં કોરોના કેસ નથી ત્યાં અંશતઃ ખોલવામાં આવે

આ ઉપરાંત બીજા ઉકેલ માં એવું પણ કરી શકે છે કે, જે જિલ્લામાં છેલ્લા 14 દીવસમાં એક પણ કેસ નોંધાયો નથી ત્યાં લોકડાઉન અંશતઃ ખોલવામાં આવે, એટલે સરકાર લોકડાઉન મામલે જિલ્લા મુજબ કે હોટસ્પોટ વિસ્તાર મુજબ લોકડાઉન વધારવુ કે ખોલવું તે અંગે નિર્ણય લઈ શકે છે.

વિકલ્પ નંબર-3: કેસો વધે તો લોક ડાઉન 15 દિવસ વધારવામાં આવે

એકએવો પણ વિકલ્પ છે કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસો વધવા લાગે અને અલગ અલગ વિસ્તારમાં લોકો વધુ સંક્રમિત થાય તો લોકડાઉનમાં બીજા 15 દિવસનો વધારો પણ કરવામાં આવી શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગુજરાતમાં લોકડાઉન પૂર્ણપણે ખોલવામાં નહીં આવે, જે વિકલ્પ મુજબ ખુલશે ત્યાં અંશતઃ જ ખુલશે

Related posts

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live

ગેહલોત સરકારના SOGને ખટ્ટર સરકારની પોલીસે માનેસરના રિસોર્ટમાં જતા અડધો કલાક અટાવ્યા, બાદમાં એન્ટ્રી મળી

Amreli Live

જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ, દંડ નહી ભરો તો જેલ

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

અમેરિકાની ટોચની સંસ્થાએ સંક્રમણનાં 6 નવાં લક્ષણોની પુષ્ટિ કરી છે, તેમાં-માથામાં દુખાવો, ગળામાં સોજો, સ્નાયુઓમાં દુખાવો અને સ્વાદ-દુર્ગંધ ન અનુભવવી

Amreli Live

પહેલીવાર ભક્તો વગર થયો ભગવાન કૃષ્ણનો જન્મ, સમગ્ર મંદિર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું, અહીં જુઓ ભગવાનનો જન્મોત્સવ

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

15.87 લાખ કેસઃ તમિલનાડુમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારાયું, એક સપ્તાહમાં બીજી વખત 50 હજારથી વધુ કેસ

Amreli Live

ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી થયું, હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ત્યાગીને આખો દેશ ધમધમતો થશે, કિવિઝે કઈ રીતે જીતી આ લડાઈ?

Amreli Live

અત્યાર સુધી 6276 કેસ- કુલ 206 મોત; મહારાષ્ટ્રમાં 162 નવા દર્દી મળ્યા, દિલ્હીમાં 2 મહિલા ડોક્ટરને મારનાર આરોપીની ધરપકડ

Amreli Live

દર બે કલાકે એક મોત, શહેરમાં કોરોનાના વધુ 128 કેસ, કુલ પોઝિટિવ કેસ 1501, મૃત્યુઆંક 62 થયો

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી વિગતો, ઉશ્કેરણીજનક વીડિયો, પોસ્ટ મૂકશો કે ફોરર્વડ કરશો તો સજા

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live