25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

ગુજરાતમાં બનશે સરકારે મંજૂરી આપેલી કોરોનાને હરાવનાર બંને દવા

કલ્પેશ ડામોર, અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા બે એન્ટિવાયરલ દવાને ભારતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને દવાનું ગુજરાત કનેક્શન છે. રેમડેસિવીર દવાનું જનરિક વર્ઝન ગુજરાતમાં વડોદરામાં તૈયાર થશે. જ્યારે ફેવિપિરાવીર દવા બનાવવા માટે જરુરી રો મટીરિયલ જેને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ(API) રાજ્યના અંકલેશ્વરમાં તૈયાર થઈ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સિપ્લા દ્વારા રેમડેસિવીરનું જેનરિક વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. જે માટે આ દવા બનાવનાર મૂળ કંપની જીલેડ સાયન્સ ઇંક. દ્વારા લાઇસન્સ પણ લેવામાં આવ્યું છે. આ દવાને સિપ્રેમી બ્રાન્ડથી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ માટે બજારમાં લઈ આવવામાં આવશે. જ્યારે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ગોળીને સ્વરુપે એન્ટિવાયરલ દવા ફેવિપિરાવીર લોન્ચ કરવામાં આવી છે. જે કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓ પર સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બંને દવાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જ મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડિમિનિસ્ટ્રેશન કમિશનર એચ.જી. કોશિયાએ કહ્યું કે રાજ્યમાં ઉત્પાદન ક્ષમતા છે અને હવે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. બંને દવાનું પ્રોડક્શન રાજ્યમાં કરવામાં આવશે. મહત્વનું છે કે દેશના કુલ ફાર્મા પ્રોડક્શનમાંથી 33 ટકા પ્રોડક્શન એકલા ગુજરાતમાં થાય છે. કોશિયાએ વધુમાં કહ્યું કે, ‘સિપ્લા દ્વારા પોતાની આ દવાના ઉત્પાદનનું આઉટસોર્સિંગ કરવામાં આવ્યું છે. જેથી રેમડેસિવીરનું જેનેરિક વર્ઝન વડોદરાના પાદરામાં પ્લાન્ટ ધરાવતી BDR લાઇફસાયન્સ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે. જે સિપ્લા માટે રેમડેસિવીર લોફિલાઇઝ્ડ પાઉડરના 100 ગ્રામના ઇંજેક્શન બનાવશે. ગત શુક્રવારે આ માટે કંપનીને જરુરી લાઈસન્સ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ‘

જ્યારે આ અંગે સિપ્લાનો સંપર્ક કરવામાં આવ્યો તો કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘BDR અમારા એ પાર્ટનરમાંથી એક છે જેની સાથે મળીને અમે કોમર્શિયલ પ્રોડક્શન શરું કર્યું છે અને પ્રોડક્ટ આગામી 8-10 દિવસમાં માર્કેટમાં આવી જશે.’

આ જ રીતે ફેવિપિરાવીર દવા બનાવનાર કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ પણ પોતાની દવા માટે ખૂબ જ જરુરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈંગ્રિડિયન્ટ બનાવવા માટે ગુજરાત તરફ આવી છે. DCGI દ્વારા ગ્લેનમાર્કને કોરોના સામે લડવા માટે બનાવાતી ફેવિપિરાવીર માટે જરુરી API બનાવવા અંકલેશ્વરના પ્લાન્ટને મંજૂરી આપી છે. જ્યારે કંપની આ ઇંગ્રિડિયન્ટની મદદથી દવા પોતાના હિમાચલ પ્રદેશમાં આવેલ બેડીના પ્લાન્ટમાં જ તૈયાર કરશે. પરંતુ રો મટિરિયલ ગુજરાતના અંકલેશ્વરમાં તૈયાર થશે.


Source: iamgujarat.com

Related posts

લગ્નના બીજા દિવસે વરરાજાનું મોત, પ્રસંગમાં હાજરી આપનારા 79 લોકોને થયો કોરોના

Amreli Live

વિકાસ દુબે પર રાખવામાં આવેલું 5 લાખનું ઈનામ કોને મળશે, પોલીસ સામે અનેક દાવેદાર

Amreli Live

વિકાસને બાતમી આપનારા પોલીસ અધિકારીઓને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર!

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યા મામલે આ જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટરની સાત કલાક થઈ પૂછપરછ

Amreli Live

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યા, પણ પાયલટ માન્યા નહીં

Amreli Live

કોરોના રસીની મહાશોધમાં ભારતની આ 6 ટીમ છે આગળ, મળી શકે છે સફળતા

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

Fact Check: ચીની રાજદૂત સાથે ગાંધી પરિવારની તસવીર વર્ષ 2008ની છે?

Amreli Live

રોડ અકસ્માતના પીડિતોને સરકાર 2.50 લાખ સુધીની મફત કેશલેસ સારવાર આપશે, યોજના જલદી લાગુ થઈ શકે

Amreli Live

ધોનીની નિવૃત્તિના સમાચારોથી સાક્ષી થઈ ગુસ્સે!

Amreli Live

સુશાંતના મોત મામલે 27 લોકોની થઈ પૂછપરછ, મુંબઈ પોલીસે આપ્યું મહત્વનું નિવેદન

Amreli Live

ગલવાન ઘાટીને લઈને ચીનનો ચોંકાવનારો દાવો, ભારતીય સૈનિકોને લઈને કહી આ વાત

Amreli Live

સુશાંતે નિધન બાદ ટ્વિટર પર આલિયા ભટ્ટને ફોલો કરી! યૂઝર્સ કરી રહ્યા છે દાવા

Amreli Live

છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

Amreli Live

ભારતમાં પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 30,000+, મૃત્યુઆંક 24,000ને પાર

Amreli Live

સરોજ ખાને સુશાંત વિશે લખી હતી છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, કહી હતી આ વાત

Amreli Live

લગભગ 7 મહિનાથી ભાજપના સંપર્કમાં હતા સચિન પાઈલટઃ અશોક ગેહલોત

Amreli Live

રિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામ

Amreli Live

વાયરલ ઓડિયો અંગે ભાજપે રાજસ્થાન સરકારને પૂછ્યા આ 5 સવાલ

Amreli Live

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live