29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા 8 IAS અને 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર



વડોદરામાં નવા 19 જ્યારે મહેસાણામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 4104 થઇ છે. મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 198એ પહોંચ્યો છે. તેમજ 527 દર્દીઓને રજા આપવામાં આવી છે.ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.
ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશેઃ અશ્વિની કુમાર
ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ
અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસે બાલાપીર દરગાહ નજીક વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવક પહેલાથી દારુનો વ્યસની હતો. અગાઉ તેને લોહીની ઉલ્ટી પણ થઇ હતી. ગયા શનિવારે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલત બગડતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયો છે. તેને હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અડાલજમાં આરોગ્યની ટીમ વાંસની ટોપલીવાળા પરિવારની હિસ્ટ્રી શોધી રહ્યાં છે અને યુવકને ચેપ હોસ્પિટલમાંથી લાગ્યો કે ઝૂપડીમાંથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર "ચ" રોડથી જ પ્રવેશ મળશે
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો વધતા શહેરમાં પ્રવેશવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર "ચ" રોડ પરથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઇ "ચ" રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અન્ય તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા સરકારી ઓફિસોમાં આવતા વાહનચાલકો હેરાન થયા હતા. જિલ્લા પોલીસવડાએ જાહેરનામું બહાર પાડી અને રસ્તાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. કોબા – અડાલજ તરફથી જ ગાંધીનગર તરફ આવવાના રસ્તા ચાલુ છે.

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.

દેશભરમાં કુલ પોઝિટિવ કેસોમાંથી ગુજરાતમાં 12.72% કેસ
કુલ કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 15.85%, ગુજરાતનો 12.72% અને દિલ્હીનો 12.62% છે. સૌથી વધુ કેસ 3 શહેરોમાં છે. મુંબઈમાં 11.62 %, અમદાવાદમાં 9.43%, દિલ્હીમાં 12.62 % છે. મધ્ય પ્રદેશનો હિસ્સો 5.87 % અને રાજસ્થાનનો 5.07 % છે.

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું
લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં 8900 જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.

કુલ દર્દી 4082 , 197ના મોત અને 527 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2777 137 263
વડોદરા 270 16 87
સુરત 601 22 40
રાજકોટ 58 01 16
ભાવનગર 43 05 21
આણંદ 71 03 23
ભરૂચ 31 02 16
ગાંધીનગર 38 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 10
પંચમહાલ 24 02 02
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13 00 06
કચ્છ 06 01 04
મહેસાણા 08 00 02
બોટાદ 20 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 11 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 06 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 4082 197 527

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coron Gujarat LIVE may be possible to relief in some part of state after 4th may


Coron Gujarat LIVE may be possible to relief in some part of state after 4th may

Related posts

ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવે

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

અત્યાર સુધી 96 હજારના મોત: સ્પેનમાં મૃત્યુદર 4.7થી ઘટીને 4 ટકા થયો, 24 કલાકમાં 605ના મોત; સ્વીડનનો લોકડાઉનથી ઇનકાર

Amreli Live

કોરોનાના સંકટને આત્મનિર્ભર ભારતનો ટર્નિંગ પોઈન્ટ બનાવો છે, પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ- એક બીજા સાથે ઈન્ટરલિન્ક છે

Amreli Live

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ખબર અંતર પૂછ્યા

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા

Amreli Live

26 યાત્રીની નોકરી જતી રહી હતી, 28 યાત્રીના વિઝા એક્સપાયર થઈ ગયા હતા, ત્રણ લગ્ન માટે ઘરે આવવાના હતા

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

દર્દીઓને બચાવનારા પોલીસકર્મીઓ પૈકી બેને કોરોના લક્ષણ, 8 કર્મીઓ હોમ ક્વોરન્ટીન

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહાર તમામ દુકાનો ખુલશે; 50% સ્ટાફ કામ કરી શકશે

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ, દંડ નહી ભરો તો જેલ

Amreli Live

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

32.20 લાખ કેસ, 10 લાખને સારવાર પછી રજા અપાઈ; અમેરિકામાં સૌથી વધારે 1.47 લાખને રજા અપાઈ

Amreli Live