26.4 C
Amreli
19/09/2020
સમાચાર

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 47

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં આજે નોવેલ કોરોનાના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 47 થઈ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની કોર ગૃપની બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજ સુધીમાં 47 કેસ નોંધાયા છે, જે પૈકીના અમદાવાદમાં 15, વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે. કોરોનાને કારણે જે 3 નિધન થયા છે તેમાં અમદાવાદ, સુરત અને ભાવનગર માં એક-એક નિધન થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક 37 વર્ષના પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના બે કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં એક ૩૯ વર્ષના પુરુષ અને એક 33 વર્ષના મહિલા છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં 3 કરોડ, 98 લાખ, 26 હજાર, 12નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ખાંસી, ઝાડા – ઉલટીની વિગતો તથા આંતરરાજ્ય કે આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે.

ડોક્ટર રવિએ ઉમેર્યું હતું કે, આજે દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત છ સરકારી લેબોરેટરી અને ૨ ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે 1000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.

Related posts

સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વીક બિમારી કોરોના COVID-19 વાઇરસ ફેલાવો કરતા ઇસમ સામે ગુન્હો દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Amreli Live

કોરોના વાયરસથી જીવ જાય છે એવું નથી, ભારતમાં અત્યાર સુધીમાં 100 દર્દીઓ થયા સાજા

Amreli Live

આજથી શરતો સાથે દુકાનો ખોલવાની ગૃહમંત્રાલય દ્વારા અપાઈ છૂટ..

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

Amreli Live

કોરોના પોઝિટિવના શુક્રવારે વધુ 7 કેસ નોંધાયા, તમામ કેસ અમદાવાદના

Amreli Live

વડોદરામાં પંચમહાલના કોરોના પોઝિટિવ દર્દીનું મોત, રાજ્યમાં વાયરસે 8નાં જીવ લીધા

Amreli Live

કોરોના વાયરસનું પરિક્ષણ હવે રાજકોટમાં પણ થશે, લેબોરેટરીને મળી મંજૂરી : કલેક્ટર રેમ્યા મોહન

Amreli Live

આ રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

સુરત : દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં શહેરમાંથી 72 લોકો હાજર હતા, તંત્રમાં ફફડાટ

Amreli Live

તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું જ્ઞાન”.

Amreli Live

મનીષભાઈ ત્રિવેદી ને લાખ લાખ સલામ

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live

Pm Narendra Modi appeal to all Indians,

Amreli Live

ડો.કાનાબાર સાહેબ /પીપી સોજીત્રા સાહેબ દ્વારા ગરીબ માણસો ને અનાજ પહોંચાડવાની સરાહનીય વ્યસ્થા

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 5 “કર્મ યોગ”.

Amreli Live

મેહુલભાઈ ધોરજીયાની કોરોના સામે અવિરત લડાઈ.

Amreli Live

Corona virus : ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવામાં પણ મળશે ત્રણ મહિનાની છૂટ, જાણો RBI એ શું કહ્યું

Amreli Live

કોરોનાના ઈલાજ માટે ગાય માતા જ છે, અંતિમ બ્રહ્માસ્ત્ર જાણો કઈ રીતે.

Amreli Live

અમરેલી જિલ્લાનાં દેવરાજીયાની ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ

Amreli Live