31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

ગુજરાતમાં આ જગ્યાએ ખેડૂતે ખોલ્યો પ્રાકૃતિક સ્ટોર, મળશે આ પ્રાકૃતિક વસ્તુઓ, જાણો વધુ વિગત.

મિત્રો, અમદાવાદ (ગુજરાત) માં મધ્ય બોપલ, કર્ણાવતીમાં એક ખેડૂતે વૈદિક પ્લાસ્ટર કરેલું પોતાનું પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર શરુ કર્યું છે. તેનું નામ ‘અંજલા પ્રાકૃતિક સ્ટોર’ રાખવામાં આવ્યું છે. આ કેન્દ્ર પર શાકભાજી, અનાજ, કઠોળ, શીંગતેલ, ગાયનું ઘી, દેશી ગોળ વગેરે સામગ્રીઓનું વેચાણ કરવામાં આવશે. આ સ્ટોરના નામ પરથી તમે સમજી ગયા હશો કે, અહીં પ્રાકૃતિક વસ્તુઓ મળશે. એટલે કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડેલી શુદ્ધ વસ્તુઓનું અહીં વેચાણ થશે.

તેમના લક્ષ્ય આ મુજબ છે –

રાસાયણિક ખાતર અને જંતુનાશક ઝેરથી મુક્ત ખેતી,

ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત ખેત પેદાશો,

વિષમુક્ત-આરોગ્ય વર્ધક ખોરાક,

સમૃદ્ધ પ્રગતિશીલ ખેડૂત,

રોગ મુક્ત ભારત.

ટૂંકમાં કહીએ તો ખેડૂત પ્રાકૃતિક ગૌ આધારિત ખેતી કરશે. એટલે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગરની ખેતી. પ્રાકૃતિક ખેતી દ્વારા ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત ખેત પેદાશો તૈયાર થાય છે. આ રીતે તૈયાર કરેલી ખેત પેદાશો સ્વાસ્થ્યને નુકશાન નથી કરતી. ખેડૂત વિષમુક્ત-આરોગ્ય વર્ધક ખોરાક તૈયાર કરીને રોગ મુક્ત ભારત બનાવવા માંગે છે. જે એક ખુબ જ ઉત્તમ પગલું છે.

મિત્રો એવું કહેવાય છે કે વર્ષ 1945 થી દૂનિયામાં અને 1965 થી ભારતમાં રાસાયણિક ખેતીની શરુઆત થઇ હતી. રાસાયણિક ખેતીને પ્રકૃતિની વિરુધ્ધની એટલે કે વિકૃતિક ખેતી કહી શકાય. તેમાં રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે જે દરેક સજીવના સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. અને કેટલાય સંશોધનોમાં આ વાત સામે આવી ચુકી છે.

હવે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ, તો પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો નથી. તેમાં કોઈ જીવને હાનિ નથી થતી અને દરેક તેમનો લાભ લઇ શકે છે, જેમ કે પશુ, પક્ષીઓ, નાના મોટા જીવ જંતુઓ, કૂદરત પોતે અને માનવીઓ. આ દરેક ખેતીની જુદી જુદી પ્રક્રિયામાં પોત પોતાનું યોગ દાન આપે છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી : એ વાતમાં કોઈ શંકા નથી કે, ગાય માતા આપણા માટે એક વરદાન છે. આપણે ત્યાં ગાયને માતા ગણવામાં આવે છે, કેમ કે તેનો ફાળો ફક્ત માનવીના જીવનમાં જ મહત્વનો નથી, પરંતુ કુદરતનાં વિકાસ માટે પણ તે પોતાનો મહત્વનો ફાળો આપે છે. તે કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. ગાયનું છાણ તથા ગૌમુત્ર ખેતી માટે જરૂરી ખાતર બનવા માટે ઉપયોગી છે. આ મૂલ્ય વર્ધિત છાણ અને ગૌમૂત્ર પાકમાં આવતા રોગ-જીવાતને અટકાવે છે, અને પાકના વિકાસમાં મદદ કરે છે. ગાયનું છાણ, ગૌમૂત્ર, છાસ, જીવામૃત વગેરે જમીનના સુધારા માટે જરુરી.

એક્સપર્ટ કહે છે કે, બળદ શક્તિ અને બળદ સંચાલિત હળ જમીનમાં માત્ર ૧૦ ઇંચ ઊંડાઈ એજ જાય છે, તેથી અળસિયા અને અન્ય જીવાતો સુરક્ષિત રહે છે, અને જમીનની ફળદ્રુપતા કાયમી જળવાઈ રહે છે. જયારે ટ્રેક્ટરથી એક દોઢ ફુટ ખેડ થવાના કારણે જમીનની ફળદ્રુપતા ક્ષીણ થાય છે. એક ગાય માતા 15 વિઘા જમીન માટે ખાતર અને કીટનિયંત્રણ દવા આપે છે. ગાયના 1 ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયાઓ હોય છે. 10 કિલો છાણમાં 30 લાખ કરોડ બેક્ટેરિયાઓ થાય છે. અને જીવામૃત બનાવીએ એટલે દર વીસ મિનિટે તેની સંખ્યા બમણી થાય છે. બે દિવસમાં ગણી ન શકાય એટલા બેક્ટેરિયા થાય છે. જે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે.

જો ખેડૂત પોતાના ખેતરમાં ગૌમુત્ર, છાણિયું ખાતર અને છાશનો યોગ્ય ઉપયોગ કરે, તો તે વિવિધ કૃષિ પાકોને જોઇતા તત્વોની પૂર્તિ કરી શકે છે. આવા કુદરતી ખાતરો જમીનમાં ઉમેરવાથી જમીનમાં ખેડૂતને ઉપયોગી થઇ પડે એવા સુક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે. જેઓ જમીનમાં હવાની અવર-જવર વધારે છે. ગૌ મુત્ર, છાણ અને ગાયના દૂધની ખાટી છાશ જમીનની ફળદ્રુપતા વધારનારા શ્રેષ્ઠ તત્વો સાબિત થઈ રહ્યા છે. એટલે પ્રાકૃતિક ખેતીને સમર્થન આપવું જરૂરી અને ફાયદાકારક છે.

મિત્રો, દરેક ઇકોફ્રેન્ડલી ઉત્પાદન એ ખેડૂત ફ્રેન્ડલી હોય છે. તેથી જો તમે સાચા ખેડૂત અથવા ખેડૂત પ્રેમી હોવ તો ખેડુતો અને ધરતી માતાના સારા ભવિષ્ય માટે ઇકોફ્રેન્ડલી અને ઓર્ગેનિક વસ્તુઓ જ ખરીદો. અલબત્ત તે તમારા અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી પણ છે. ગૌ માતાની જય, જય જવાન, જય કિસાન.


Source: gujaratilekh.com

Related posts

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ડાયાબિટીસથી લઈને આંખની રોશની સુધી ઠીક કરી શકે છે કોળાના પાંદડા, જાણો ખાવાની રીત.

Amreli Live

જયારે લીલી સાડી પહેરી ખૂબ સુંદર દેખાઈ નીતા અંબાણી અને તેમની વહુ શ્લોકા મહેતા, ફોટોએ જીત્યું દિલ.

Amreli Live

બોલીવૂડના એ 8 પ્રખ્યાત સ્ટાર્સ, જેમની પ્રેમ કહાનીનો થયો ખુબ જ દુઃખદ અંત

Amreli Live

સ્વામી વિવેકાનંદના 10 સૂત્ર : જ્યાર સુધી તમે તમારા કામમાં વ્યસ્ત છો, ત્યાર સુધી કામ સરળ રહશે, પરંતુ આળસમાં કોઈ કામ સરળ લાગતું નથી

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live

ડિલિવરીનું બિલ માતા-પિતા ના આપી શક્યા તો ડોકટરે બાળકને…

Amreli Live

શું ફ્રીજમાં રાખ્યા પછી પણ ખરાબ થઇ જાય છે કોથમી-પાલક, આ ટ્રિકથી લાંબા સમય સુધી તાજી રહે છે શાકભાજી

Amreli Live

799 રૂપિયાના હપ્તા ઉપર ઘરે લઇ આવો કાર, તહેવારની સીઝનમાં આ કંપની આપ રહી છે તક

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.

Amreli Live

જન્માષ્ટમી પર ખુલશે આ રાશિઓના ભાગ્યના દરવાજા, જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

ભારતીયો માટે શું છે નામકરણ સંસ્કાર, બાળક માટે શું છે તેનું મહત્વ.

Amreli Live

અટલ ટનલ રોહતાંગમાં મળી રહી છે 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આવી સુવિધાવાળી દુનિયાની પહેલી ટનલ.

Amreli Live

શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

સાઢા ત્રણ લાખમાં કર્યા લગ્ન, અને પાંચ લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ કન્યા

Amreli Live

ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ

Amreli Live