30 C
Amreli
26/10/2020
અજબ ગજબ

ગુજરાતના વૈભવ સિદ્ધપુરના “રુદ્રમહાલય” નો આ ઇતિહાસ દરેક ગુજરાતીએ જાણવો જોઈએ ખીલજી અને અહમદ શાહના આક્રમણ…

ૐ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે રુદ્રમહાલય વિષે કેટલીક રોચક વાતો જાણીશું. રુદ્રમહાલય સિદ્ધપુર, ગુજરાત ખાતે આવેલ એક ખંડિત મંદિર સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય છે. સિદ્ધપુરના હજારો બ્રાહ્મણોના સ્ત્રોતપાઠ અને પૂજા વગેરેનાં વર્ણનો પરથી ચોક્કસ લાગે છે કે આ સ્થળ બીજું સોમનાથ હતું. ઐતિહાસિક અણહિલવાડ પાટણ પાસે અને સરસ્વતી નદીને કિનારે વસેલું અને રુદ્ર મહાલય, બિન્દુ સરોવર, તેમજ શિલ્પસમૃદ્ધિ અને કોતરણીવાળાં મકાનોના કારણે સુપ્રસિદ્ધ બનેલું સિદ્ધપુર આજે પણ ભૂતકાળમાંની તેની જાહોજલાલીનાં દર્શન કરાવે છે.

સિદ્ધપુર માતૃગયા તીર્થ કહેવાય છે. જેમ પિતાજી માટે ગયાજીનો મહિમા છે તેમ માતાના શ્રાદ્ધ માટે સિદ્ધપુરનું ખાસ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે અહીં આવેલા બિન્દુ સરોવરમાં પવિત્ર સ્નાન કરીને ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું, અને ત્યારથી આ સ્થાન માતૃશ્રાદ્ધ માટે પવિત્ર અને ઉત્તમ મનાય છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં માતાનું શ્રાદ્ધ કરવા આવે છે. સિદ્ધપુરમાં અનુપમ શિલ્પસમૃદ્ધિવાળું મહાલય એટલે કે રુદ્રમહાલય આવેલું હતું. આજે તો માત્ર અવશેષો જ રહ્યા છે, તેમ છતાં તે જે તે સમયે કેટલું ભવ્ય હશે તેની પ્રતીતિ થાય છે.

રુદ્રમહાલય મંદિરનું બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું, અને ૧૧૪૦ માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું. તેની પ્રસિદ્ધિ અને સમૃદ્ધિના કારણે આ મંદિરનો વિનાશ પહેલાં અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહમદશાહ પહેલા (૧૪૧૦-૪૪) વડે કરાયો હતો, અને તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવ્યો હતો. મંદિરનું તોરણ અને ચાર સ્થંભો હજુ જળવાયેલા છે, અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે.

આ મહાલયમાં સભાખંડો, ખંડો, માળ-મેડીઓ અને ઝરુખા, અસંખ્ય સ્તંભો, મનોહર શિલ્પબંધ તોરણો તથા તેની સમૃદ્ધિ ત્યાં હજારો બ્રાહ્મણોના સ્ત્રોતપાઠને પૂજા વગેરેનાં વર્ણનો પરથી લાગે છે કે આ બીજું સોમનાથ હતું.

ઇતિહાસ :

સિદ્ધપુર ઐતહાસિક રીતે શ્રીસ્થલ તરીકે જાણીતું હતું. ૧૦ મી સદીમાં સિદ્ધપુર સોલંકી વંશના શાસન હેઠળ મહત્વનું નગર હતું. ૧૦ મી સદીમાં (ઈસ ૯૪૩) સોલંકી વંશના સ્થાપક મૂળરાજે રુદ્રમહાલય મંદિર બાંધવાની શરૂઆત કરી હતી. તેની યુવાનીમાં, મૂળરાજે સત્તા મેળવવા માટે તેના કાકાની હત્યા કરી હતી, અને તેની માતાના બધાં સગાં-સંબંધીઓની હત્યા કરાવી હતી અને વૃદ્ધાવસ્થામાં તેના આ કાર્યો હજુ મનને શાંતિ આપતા નહોતા.

તેણે યાત્રાધામો બંધાવ્યા હતા અને દૂર-દૂરથી બ્રાહ્મણોને તેના દરબારમાં બોલાવ્યા હતા. તેણે શ્રીસ્થલ ખાતે રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કરી, અને ઇ.સ. ૯૯૬ માં ગાદી પરથી નિવૃત્ત થયો. પરંતુ રુદ્રમહાલય હજુ પણ અપૂર્ણ હતો અને ૧૧૪૦ સુધી તેનું બાંધકામ પૂર્ણ થયું નહી.

દંતકથા :

રુદ્ર મહાલય અને તેની સાથે સંકળયેલી દંતકથા પણ જાણવા જેવી છે. સોલંકી કાળમાં મહાન શિવભક્ત રાજા મૂળરાજ સોલંકીને સરસ્વતી નદીના કિનારે શિવ-રુદ્ર ભવ્ય મહાલય બાંધવાની અભિલાષા થતાં, તેણે તેનો નકશો બનાવવા વિદ્વાન કલાકાર પ્રાણધર શિલ્પસ્થપતિને બોલાવ્યા. દેશ-પરદેશથી કારીગરો બોલાવી મહાલય માટે પથ્થરોની પસંદગી શરૂ કરી કામ શરૂ કર્યું. મૂળરાજદેવ અને પ્રખર કલાધર અને જ્યોતિષી પ્રાણધરના દેહાંત થતાં પાટણની ગાદી પર ભીમદેવ સોલંકીની મર્દાનગી, કર્ણદેવનું શૌર્ય અને મીનળદેવીનાં શૌર્ય શાણપણની કથાઓ કોતરાઈ ગઈ.

ત્યારબાદ ગુજરાતને મહાસામ્રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરનાર પરમ ભટાર્ક સિદ્ધરાજ જયસિંહનું શાસન આવ્યું. ત્યારે કોઈએ તેમને મૂળરાજ સોલંકીના અધૂરા સ્વપ્ન મહાલયની યાદ અપાવતાં તેમણે તે કામ પૂર્ણ કરવાની શરૂઆત કરી, અને માળવાથી મહાન જ્યોતિષાચાર્ય માર્કંડ શાસ્ત્રીને બોલાવી નવેસરથી સિદ્ધપુરમાં ખાતમુહૂર્ત વિધિ શરૂ કરી. તે સમયે માર્કંડ શાસ્ત્રીએ એક ખાડો ખોદાવી અને તેઓ કહે ત્યારે ખાડામાં ખીલો ઠોકવાની સૂચના આપી. તેમની સૂચના મુજબ ખીલો ઠોકાઈ જતા તેમણે રાજાને જણાવ્યું કે, મહારાજ આ ખીલો શેષનાગના માથે ઠોકાયો છે, એટલે હવે આ રુદ્રમહાલયને કાળ પણ સ્પર્શ કરી શકશે નહીં અને તે અજય રહેશે.

પરંતુ રાજાએ તેમની વાત પર શંકા કરી અને કહ્યું કે આચાર્ય જેનો ક્ષય ના થાય તેવી વસ્તુ તો ભગવાને પણ બનાવી નથી. ત્યારે આચાર્યએ કહ્યું કે મહારાજ મારી જયોતિષ ગણતરી કદી ખોટી ના હોય, ખીલો શેષનાગના માથે વાગ્યો છે. રાજાએ આનું પ્રમાણ આપવાનું જણાવતા આચાર્યે જણાવ્યું કે, રાજન આ ખીલો કાઢીને જુઓ તરત જ રક્તધારા છૂટશે પણ સહેજ રક્ત દેખાય કે તરત જ ખીલો પાછો દાબી દેશો. આમ જેવો ખીલો ખેંચાયો કે તરત જ રાજાનાં કપડાં પર રકતધારા છંટાઈ ગઈ અને ખીલો પાછો ધરબી દેવામાં આવ્યો.

પછી આચાર્યએ જણાવ્યું કે રાજન ખીલો ખેંચાયો અને ફરીથી ધરબાયો તે સમય દરમિયાન શેષનાગ સરકી ગયો છે, અને હવે તેના માથે નહી પણ પૂંછડી પર ખીલો વાગ્યો છે. ત્યારે રાજાએ કહ્યું કે હવે શું થશે? એટલે આચાર્યએ જણાવ્યું કે રાજન તમારા પર શેષની રક્તધારાનો અભિષેક થયો છે, એટલે તમે અજિત તો બનશો પણ તમારી કીર્તિ પર કલંકના છાંટા લાગશે, તથા આ રુદ્રમહાલય પણ અમર નહીં રહે અને કાળક્રમે તેનો નાશ થશે. આમ આજે આ રુદ્ર મહાલય ખંડેર બની ઊભો છે.

સ્થાપત્ય :

આ મહાલય સરસ્વતી નદીને કાંઠે રેતાળ પથ્થરો (સેન્ડસ્ટૉન) માંથી બનાવવામાં આવેલો છે.

ચાલુક્યન શૈલીના સ્થાપક સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ આ સ્થાપ્ત્યનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું સમારકામ કરાવ્યું હતું.

તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણીકામ ઉપરથી મૂળ સ્થાપ્તયની ભવ્યતા તેમ જ કલાસમૃદ્ધિની પ્રતીતિ થાય છે.

મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ ૭૦ મીટર તથા પકોળાઈ ૪૯ મીટર છે.

ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્રમહાલય બે માળનો હતો. તેની ઊંચાઈ ૧૫૦ ફૂટ હતી.

રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી.

આ શિવમંદિરના શિખર પર ઘણા સુવર્ણકળશ હતા. લગભગ ૧૬૦૦ ધજાઓ ફરકતી હતી.

રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો રામાયણ તથા મહાભારતના પ્રસંગોથી કંડારાયેલી હતી.

આજે રુદ્રમહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષરૂપે જોવા મળે છે. આ સ્થાપત્ય સોલંકી વંશની કલા-સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.

અત્યારનું સિદ્ધપુર :

સિદ્ધપુરમાં બ્રાહ્મણો અને વહોરા જાતિના લોકોની મોટી વસ્તી છે. વહોરા લોકો મૂળ તો હિંદુઓ છે પણ અલાઉદ્દીન ખીલજીએ તેમને વટલાવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. તેમના હવેલી જેવાં મકાનો યુરોપિયન ફેશનવાળા આજે પણ હારબંધ ઊભાં છે અને સિદ્ધપુરની શોભામાં વધારો કરે છે. અહીં દર કારતક માસમાં સરસ્વતી નદીના કિનારે ભવ્ય મેળો ભરાય છે. અહીં નદીકિનારે અત્યંત આધુનિક સ્મશાનગૃહ બનાવવામાં આવ્યું છે. તે પણ જોવાલાયક છે. સિદ્ધપુર રેલવે માર્ગે થતા રોડ માર્ગે પણ જોડાયેલું છે. સિદ્ધપુર પાસે આવેલ મુક્તેશ્વર ડેમ તથા એશિયાભરમાં સૌથી મોટું ગણાતું ઊંઝાનું માર્કેટયાર્ડ પણ સુપ્રસિદ્ધ છે.

ૐ નમઃ શિવાય.

લેખક – અંકિતા શાહ.


Source: gujaratilekh.com

Related posts

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

Amreli Live

અંબાણી પરિવારની થનારી ‘નાની વહુ’ છે ખુબ ક્યૂટ, જુઓ ખાસ ફોટા.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

કેન્સર સામે જો તમને જીતવું હોય તો આ ચા પીવાનું તમે આજથી જ શરુ કરી શકો છો.

Amreli Live

ખોરાકમાં ફળ અને શાકભાજી વધારવાથી બીમારીનો ભય 50 ટકા સુધી ઘટ્યો – બ્રિટિશ શોધકર્તાઓનો દાવો, જાણો વધુ વિગત

Amreli Live

આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડશે, પ્રવાસનું આયોજન થાય.

Amreli Live

Google Pay યુઝર્સ માટે સારા સમાચાર, હવે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરો જાદુઈ પેમેન્ટ.

Amreli Live

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, પણ નોકરે લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી કર્યું આવું કામ…..

Amreli Live

આવનારા સમય પર જ થશે હરિદ્વાર કુંભ, બદલાયેલી પરિસ્થિતિ મુજબ જાણો કેવી રીતે મળશે એન્ટ્રી

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

ચીનને મળવા લાગી હાર, સુદાન અને કેન્યાએ ચીનની જગ્યાએ ગોરખપુરની કંપનીને આપ્યો મોટો ઓર્ડર

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ વધારે સારો નથી, વાહન ચલાવતા કાળજી રાખવી, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

જેટલા વધારે લોકો પહેરશે માસ્ક તેટલો જ ઓછો થશે સંક્રમણોનો ભય

Amreli Live