30 C
Amreli
28/09/2020
કલેક્ટર ઓફિસ

ગુજરાતઃ 24 કલાકમાં 372 નવા કેસ અને 20 મોત, કુલ 15944 પોઝિટિવ દર્દીઓ

અમદાવાદઃ ભારતમાં કોરોનાનો પ્રકોપ ચાલુ જ છે. દેશમાં 24 કલાકમાં 7,466 કેસ નોંધાયા છે. જેથી હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા સમગ્ર દેશમાં 1,65,799 થઈ છે. દેશમાં સૌથી વધારે ખરાબ અસર મહારાષ્ટ્રમાં છે, તો દિલ્હી અને તામિલનાડુમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધતું જઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 372 નવા કેસ સામે આવ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 15944એ પહોંચ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

24 કલાકમાં નોંધાયા નવા 372 કેસ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં જે નવા 372 કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં 253, અરવલ્લી અને પંચમહાલમાં 1-1, સુરતમાં 45, મહીસાગર અને ખેડામાં 1-1, વડોદરામાં 34, ભરુચ અને સાબરકાંઠામાં 1-1, ગાંધીનગરમાં 8, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1, મહેસાણા અને છોટાઉદેપુરમાં 7-7, વલસાડમાં 1, કચ્છમાં 4, નવસારીમાં 2, બનાસકાંઠા અને રાજકોટમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 980 થયો
રાજ્યમાં 24 કલાકમાં વધુ 20 દર્દીઓ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતાં. જેથી હવે સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસથી મોતને ભેટનાર દર્દીઓની સંખ્યા પણ 980એ પહોંચી છે. રાજ્યમાં કુલ 6355 એક્ટિવ કેસ છે. જેમાંથી 6287 સ્ટેબલ છે જ્યારે 68 લોકોને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2,72,409 વ્યક્તિઓને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી 2,64,312 હોમ ક્વોરન્ટીનમાં છે.

24 કલાકમાં 608 દર્દીઓ સ્વસ્થ
ગુજરાત માટે રાહતની વાત એ છે કે 24 કલાકમાં કુલ 608 દર્દીઓ કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 468 લોકો સ્વસ્થ થયાં છે. જ્યારે સુરતમાં 35, કચ્છમાં 18, વડોદરામાં 18, ગાંધીનગરમાં 12, મહેસાણામાં 10, અરવલ્લીમાં 9, સાબરકાંઠામાં 8, ભરુચમાં પાંચ, દાહોદમાં ચાર, ગીર સોમનાથ અને પાટણમાં પણ 4-4, બનાસકાંઠા અને નવસારીમાં 3-3, ખેડામાં 2, પંચમહાલમાં પણ 2, આણંદ અને છોટાઉદેપુરમાં 1-1 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8609 લોકો કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થયા છે.


Source: iamgujarat.com

Related posts

અનલોક-2: આજથી ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

Amreli Live

અમદાવાદ: માએ ચોથી દીકરીને જન્મ આપતાં 15 વર્ષની છોકરીએ જીવન ટૂંકાવ્યું

Amreli Live

પ્રતિબંધીત ચીની એપ્લિકેશનને સરકારની ચેતવણી, આદેશ ન માન્યો તો…

Amreli Live

ભારત-ચીન તણાવ વચ્ચે નેપાળમાં માગ, ડ્યૂટી પર પાછા ના ફરે ગોરખા સૈનિક

Amreli Live

‘કસૌટી…’ની આ એક્ટ્રેસના સ્ટાફના સભ્યનો રિપોર્ટ પોઝિટિવ, પૂરી પાડી તમામ સુવિધા

Amreli Live

મુંબઈ પોલીસ પાસે આવ્યો સુશાંત સિંહનો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જાણો શું છે તેમાં

Amreli Live

સુરક્ષા એજન્સીઓએ 50 ચાઈનીઝ એપ સામે જાહેર કર્યું રેડ એલર્ટ, આ રહ્યું લિસ્ટ

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના MLAના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ

Amreli Live

બિગ બીએ ‘કોરોના વોરિયર્સ’નો માન્યો હતો આભાર, કર્યો હતો સુરતનો ઉલ્લેખ

Amreli Live

કોરોનાનો ડર લોકોને માનસિક બીમાર કરી રહ્યો છે, હેલ્પલાઈન પર મળી રહી છે આવી ફરિયાદો

Amreli Live

રિલાયન્સનો શેર વાજબી ભાવથી ઘણો ઉંચો જણાવી મેક્વેરીએ આપ્યો રુ. 1195નો ટાર્ગેટ

Amreli Live

બારડોલીમાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો: પ્રેમીનું મોત, પ્રેમિકા બચી ગઈ

Amreli Live

ફિલ્મ-ટીવીના શૂટિંગ માટે મળી શરતી મંજૂરી

Amreli Live

પટનામાં થયું સુશાંતની અસ્થિઓનું વિસર્જન, પિતા અને બહેનોએ ભારે હૈયે પૂરી કરી વિધિ

Amreli Live

જંગલ, પહાડ અને સુરંગઃ રોજ 15 કિલોમીટર ચાલીને દુર્ગમ વિસ્તારોમાં ટપાલ પહોંચાડે છે આ પોસ્ટમેન

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

આનંદો! ગુજરાતમાં 5 વર્ષમાં ચોમાસાની સીઝન પહેલા સૌથી વધુ વરસાદ નોંધાયો

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા-કરતા લાઈવ ચેટમાં રડી પડી શહનાઝ ગિલ

Amreli Live