25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોતખાંભા પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ખાંભા અને ગીર બોર્ડરના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ખાંભા શહેર, નાનુડી, ઉમરીયા, તતાણીયા, લાસા, ગિદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. દિવાળી પર તૈયાર થયેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોને નુકાસન થયું હતું. ત્યારે હવે ઉનાળુ અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.રાજકોટના કાળમેઘડા ગામે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે કાળમેઘડા તેમજ આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી.જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામે વૃક્ષ પર વીજળી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજા પહોંચતા 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

બંને ખેતમજૂર ઝાડ નીચે ઉભા રહી ફોનમાં વાત કરતા હતા

કાનાવડાળા ગામે ઝાડ નીચે ઉભા રહીને બે ખેતમજૂરો ફોન પર વાત કરતા હતા. ત્યારે ઝાડ ઉપર વીજળી પડી હતી. આથી એક મજૂરનું દાઝી જતા મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક મજૂરનું નામ ઉકારસીંગ મંગલસીંગ ગમારા (ઉ.વ.30) હોવાનું જાણવા મળ્યું છે અને તે મધ્યપ્રદેશનો વતની હતો.

ગીરગઢડાના જંગલ વિસ્તામાં અમીછાંટણા

ગીરગઢડાના જંગલ વિસ્તાર સહિત ધોકડવા, મોતીસર અને આસપાસના વિસ્તારમાં પવન સાથે અમીછાંટણા પડ્યા હતા. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલમાં અસહ્ય બાફારા અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગોંડલના આંબરડી, કોલીથડ સહિતના આજુબાજુના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં પણ વરસાદ પડ્યો હતો.

એક તરફ કોરોના અને બીજી તરફ વરસાદ વિઘ્ન બન્યો
હાલ ખેડૂતોના ખેતરોમાં ડુંગળી, તલ, બાજરી જેવા પાકો તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ વરસાદ વિઘ્ન બન્યો છે. ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બેટાવડ ગામમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે મેઘાવડ ગામે ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. કાલાવડના નવાગામ, ઉમરાળા, માછરડા, ભંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી ઝાપટા વરસ્યા હતા.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા/દેવાંગ ભોજાણી)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વીજળી પડતા જામકંડોરણાના કાનાવડાળા ગાના યુવાન મજૂરનું મોત


કાળમેઘડા ગામે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો


ખાંભાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો

Related posts

રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો-વ્યવસાય શરૂ કરી શકાશે નહીં, અહીં વાંચો એ તમામ વિસ્તારનું આખુ લિસ્ટ

Amreli Live

અત્યારસુધી 35 લાખ સંક્રમિત: બ્રિટનમાં 24 કલાકમાં 315 લોકોના મોત થયા, અહીં એક જૂનથી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવી શકે છે

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં વડાપ્રધાન 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ આવશેઃ MHA

Amreli Live

ભાવનગરના ઘોઘામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, જંગલેશ્વરમાં હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયું

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

વિશ્વમાં કોરોના સંક્રમણથી દરેક કલાકે 196 લોકો જીવ ગુમાવી રહ્યા છે, દરેક 18 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live