22.2 C
Amreli
26/11/2020
અજબ ગજબ

ગિરનારના જંગલમાં થતું આ ઝાડ છે ઘણું ઉપયોગી, જાણો તેના વિષે વિસ્તારથી.

તમે ફોટામાં જે ઝાડ જોઈ શકો છો તે ગિરનારના જંગલોમાં થાય છે. તેને મીંઢળનું ઝાડ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. ઘણા લોકો તેને મીંઢોળ પણ કહે છે. તેને લગ્ન, જનોઈ વગેરે પ્રસંગે ઉમેદવારને જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે. પહેલાના જમાનામાં જયારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લેતું તો મીંઢળ ખવડાવતા જેથી ઉલટી થઇ જાય અને ઝેર ઓકાઈ જાય.

જણાવી દઈએ કે, મીંઢળનું વૃક્ષ હરિતક્યાદિ વર્ગનું અને મંજિષ્ઠાદિ કુળનું નાના કદનું ઝાડીવાળું હોય છે. તેની ઉંચાઈ 15 ફૂટ જેટલી હોય છે, અને તેના વૃક્ષો લાંબા કાંટાવાળાં હોય છે. તેનાં કાંટા 1 થી 2 ઈંચ લાંબા, તીક્ષ્ણ, સરળ અને ઘૂસર વર્ણના હોય છે. તેનું કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે. તે સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે. તેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે. તેમાં શરૂઆતમાં સફેદ ફૂલ થાય છે અને પછી પીળા ફૂલ થાય છે .

મીંઢળના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે. મીંઢળ કૃમિનાશક હોય છે. તે મરડામાં ઉપયોગી છે. તેની છાલનો લેપ ખિલ, સંધીવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે. તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુ:ખાવામાં વપરાય છે. મીંઢળ સ્વભાવે ઉષ્ણ, મધુર, કડવું, મળને ખોતરનાર, પચવામાં લઘુ, ઉલટી કરાવનાર, વ્રણ, કોઢ, આફરો, ગુમડા, સોજો, પિત્ત, શરદી અને ગોળો મટાડનાર છે.

આયુર્વેદના જાણકાર અનુસાર, મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધ છે. તેને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળ ઘસીને તેનો લેપ કરવાથી ગૂમડું બેસી જાય છે. નાભિશૂળના ઉપચારમાં તેને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ કરવામાં આવે છે. ખીલના ડાઘા પડી ગયા હોય, તો રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ બનાવીને લગાવવાથી તે દૂર થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં પર તેનો લેપ કરવાથી કાળાશ દૂર થાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, મીંઢળનાં બીજનું ચૂર્ણ 2 થી 3 માશા, દૂધ, સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે. અને નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે, તો યોનિપ્રદેશમાં આવતી ખંજવાળ દૂર થાય છે. આ વાટ મૂકવાથી યોનિપ્રદેશના સૂક્ષ્‍મ જંતુઓ નાશ પામે છે, તેનાથી વિષાકિત જંતુઓનો નાશ થાય છે. આ વાટ રક્તપ્રદર, શ્વેતપ્રદર, ચાંદી વગેરેનો પણ નાશ કરે છે.

મીંઢળ કોઈપણ પ્રકારની હાનિ, ઉપદ્વવ વગર ઉલટી કરાવે છે. તેના માટે સહેજ નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે. આગળ જણાવ્યું તેમ ઝેરી પદાર્થ ખવાઈ ગયો હોય તો તેને ઉલટી મારફતે બહાર કાઢવા મીંઢળ વપરાય છે. તે શરદી, ખાંસી, વિદ્રાધિ વગેરેમાં પણ ઉપયોગી છે.


Source: gujaratilekh.com

Related posts

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

iPhone 12 સિરીઝ થઇ લોન્ચ, શરૂઆતી કિંમત આટલા હજાર રૂપિયા, જાણો કેમેરાથી લઈને દરેક ફીચર વિષે.

Amreli Live

પાણી પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગોમય ગણેશ અભિયાન’, ગણેશોત્સવની તૈયારીઓ શરૂ.

Amreli Live

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

અજબ ગજબ ક્રાઇમ : યુવકને ગાંજો ના મળ્યો તો, એક વાટકામાં પાણી લઈને ગળી ગયો ચપ્પુ, ડોક્ટર ચકિત

Amreli Live

સુરત શહેરના વિશિષ્ટ આકારમાં બનેલા આ મહાલક્ષ્મી મંદિરમાં વિરાજે છે 3 દેવીઓ, કરે છે ભકતોની મનોકામના પુરી.

Amreli Live

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

ભગવાન જગન્નાથની કૃપાથી હીરાની જેમ ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વાંચો અઠવાડિયાનું રાશિફળ

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

દુર્ગા માં ની કૃપાથી આજનો દિવસ લાભપ્રદ રહેશે, નોકરીમાં બઢતી મળવાની શક્યતા છે.

Amreli Live

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

Amreli Live

ફક્ત દવાથી એઇડ્સ મટી ગયાનો પહેલો કેસ, બે ડ્રગ્સના કોમ્બિનેશનથી મળ્યો HIV વાયરસથી છુટકારો.

Amreli Live

આ જગ્યાએ મળી રહ્યું છે 5 રૂપિયામાં ભરપેટ ભોજન અને 10 રૂપિયામાં કપડાં અને દવા

Amreli Live

Vivo V20 SE લોન્ચ પહેલા ઈ-કોમર્સ સાઈટ પર થયો લિસ્ટ, સામે આવી કિંમતની જાણકારી

Amreli Live