29 C
Amreli
22/09/2020
bhaskar-news

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણીરાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઓઆંક 262 થઈ ગયો છે. ગઈકાલેમોડી સાંજે દેવભૂમિ દ્વારકામાં નોંધાયેલા 2 કેસની આજે સત્તાવાર જાહેરાત કરાશે. અમદાવાદ-ગાંધીનગરમાં કોરોનાના સંક્રમણને લઇ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેને પગલે ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માત્ર વૈષ્ણોદેવી સર્કલ અને એપોલો સર્કલથી ગાંધીનગર તરફ જવા દેવામાં આવે છે.તમામ પ્રવેશ પર ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર
વાહન ચાલકોના નામ, મોબાઇલ નંબર અને પ્રવેશના કારણ સાથે નોંધણી થઈ રહી છે.

અજમેરથી આવેલી મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ
ગ્રીન ઝોન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા આવેલા એક મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લાવાર જોઈએ તો આજે અમદાવાદમાં 250, ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 નોઁધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી 5054 દર્દીઓ નોઁધાયા છે. તે પૈકી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીએ, વડોદરામાં 3, સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.
આજે અમદાવાદ-ગાંધીનગરમાં IAF દ્વારા ફ્લાય પાસ્ટ
અમદાવાદમાં આજે રવિવારે સવારે 10 વાગે IAFવાળી હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર ફૂલ વર્ષા કરશે. સાથે સ્વાક બેન્ડ કેમ્પર્સમાં ધૂન રેલાવશે. 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કરશે. 10.55 વાગે હેલિકોપ્ટર ગાંધીનગર હોસ્પિટલ પર ફૂલવર્ષા કરશે.
160 સાજા થયાં, 107 પુરુષો, 53 મહિલા દર્દીઓ, સુરેન્દ્રનગર કોરોનામુક્ત
શનિવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાંથી કુલ 160 દર્દીઓએ કોરોના સામેના સંઘર્ષમાં જીત મેળવી છે. આવાં દર્દીઓમાં 107 પુરુષો જ્યારે 53 મહિલા દર્દીઓ છે. તેમાં અમદાવાદના 63, વડોદરાના 40, સૂરતના 32, બનાસકાંઠાના 10, અરવલ્લીના 6, મહેસાણા અને પંચમહાલના 2-2 તથા આણંદ, ભરૂચ, ગાંધીનગર, નવસારી-સુરેન્દ્રનગરના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોઝિટિવ કેસને રજા અપાતાં હાલ આ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.
એક સપ્તાહમાં 2000 કેસ વધ્યા
25 એપ્રિલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ હોય તેવાં લગભગ 3000 જેટલા કેસ હતા તેમાંથી 2 મેએ આ આંકડો 5000થી વધુ થઇ ગયો છે. એટલે કે એક જ સપ્તાહમાં 2000 કેસ વધી ગયાં છે. જ્યારે 23 એપ્રિલે રાજ્યમાં 2,624 કેસ નોંધાયેલાં હતાં તે શનિવારે એટલે કે નવ દિવસમાં બમણા થયાં છે. એટલે હાલ રાજ્યમાં કેસ ડબલિંગનો રેટ નવ દિવસનો છે.

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 3543 185 462
વડોદરા 325 24 142
સુરત 661 28 99
રાજકોટ 58 01 18
ભાવનગર 53 05 21
આણંદ 74 05 31
ભરૂચ 27 02 21
ગાંધીનગર 67 02 13
પાટણ 21 01 12
નર્મદા 12 00 10
પંચમહાલ 38 03 05
બનાસકાંઠા 29 01 14
છોટાઉદેપુર 14 00 06
કચ્છ 07 01 05
મહેસાણા 11 00 07
બોટાદ 27 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 06 00 02
ખેડા 09 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 23 00 05
અરવલ્લી 19 01 06
તાપી 02 00 00
વલસાડ 06 01 00
નવસારી 08 00 02
ડાંગ 02 00 00
દેવભૂમિ દ્વારકા

02

00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 5056 262 896

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat


Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat

Related posts

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા, અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; સ્પેનમાં 23 માર્ચ પછી એક દિવસમાં સૌથી ઓછા 510 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live

સાડા 4 માસનો દીકરો હોવા છતા કોરોનાની ફરજ નિભાવતી સુરતની પરિચારિકા માટે સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

ભારતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુનો ભોગ બનનારા પૈકી 75% પુરુષો, 86% મૃતકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હતા

Amreli Live

અત્યાર સુધી 21,373 કેસ- 687 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

કુદરત જ તમને બચાવી શકશે, પણ એ પહેલાં તમારે તેને બચાવવી પડશે, તમે બદલો, તો દુનિયા બદલાશે…

Amreli Live

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસ

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live