25.8 C
Amreli
19/09/2020
મસ્તીની મોજ

ગણેશ વિસર્જનનો ઉત્સવ છે અનંત ચતુર્દર્શી, શ્રીકૃષ્ણએ પાંડવોને આપી હતી આ વ્રત કરવાની સલાહ.

અનંત ચતુર્દર્શી પર કરવામાં આવે છે ગણપતિનું વિસર્જન, શ્રીકૃષ્ણએ આપી હતી પાંડવોને આ વ્રત કરવાની સલાહ.

અગ્નિ પુરાણ અનુસાર હિંદી કેલેન્ડરના ભાદરવા મહિનાના શુક્લપક્ષની ચૌદશની તિથીએ અનંત ચતુર્દર્શીનું પર્વ ઉજવવામાં આવે છે. જે આ વખતે ૧ સપ્ટેમ્બરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પાર્થિવ ગણેશના વિસર્જન સાથે દસ દિવસીય ગણેશોત્સવનું સમાપન થાય છે. માનવામાં આવે છે કે મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઈ હતી.

જયારે પાંડવોનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચતુર્દર્શી પર ગણેશજીની પૂજા પછી ઘરમાં જ કોઈ મોટા વાસણ અથવા કુંડામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવું જોઈએ. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી જોઈએ.

મહાભારત કાળમાં થઈ તેની શરૂઆત :

માન્યતા છે કે મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઈ હતી. જયારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ખોઈને જંગલોમાં ભટકી રહ્યા હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને અનંત ચતુર્દર્શી વ્રત કરવાનું કહ્યું હતું. શ્રીકૃષ્ણએ કહ્યું – હે યુધિષ્ઠિર! તું વિધિપૂર્વક અનંત ભગવાનનું વ્રત કર, તેનાથી તારા બધા સંકટ દૂર થઈ જશે અને તારું ખોયેલું રાજ્ય ફરીથી પ્રાપ્ત થઈ જશે. શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે પણ અનંત ભગવાન વ્રત કર્યું, તેના પ્રભાવથી પાંડવો મહાભારતના યુદ્ધમાં વિજયી થયા તથા લાંબા સમય સુધી રાજ કરતા રહ્યા.

૧૪ ગાંઠો ભગવાન શ્રી હરિના ૧૪ લોકનું પ્રતિક :

આ વ્રતમાં સુતર અથવા રેશનના દોરાને કંકુથી રંગીને તેમાં ચૌદ ગાંઠ લગાવવામાં આવે છે. ત્યારબાદ તેની વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી હાથના કાંડા પર બાંધવામાં આવે છે. કાંડા પર બાંધેલા આ દોરાને જ અનંત કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવતા આ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. આ ૧૪ ગાંઠ ભગવાન શ્રી હરિના ૧૪ લોકનું પ્રતિક માનવામાં આવે છે. આ અનંત રૂપી દોરાને પુજામાં ભગવાન વિષ્ણુ પર અર્પણ કરી વ્રત કરનાર વ્યક્તિ તેને પોતાના હાથ પર બાંધે છે.

ધન અને સંતાનની કામના સાથે કરવામાં આવે છે વ્રત :

ધન અને સંતાનની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. માન્યતા છે કે આ અનંત આપણા પર આવનારા દરેક સંકટોથી આપણું રક્ષણ કરે છે. આ અનંત દોરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાવાળો તથા અનંત ફળ આપે છે. આ વ્રત વિષે શાસ્ત્રોમાં કથન છે કે, તે દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ અપાવે છે, મુશ્કેલીઓમાંથી ઉગારે છે. મહાભારત અનુસાર માનવામાં આવે છે કે, આ વ્રતને કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ગ્રહોની અડચણો પણ દૂર થાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

Amreli Live

MS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ રહી જશો.

Amreli Live

સુશાંતનો મૃતદેહને જોઈને બહેન મિતુ સિંહે જોરથી બૂમ પાડી, ‘ગુલશન તુને યે ક્યા કિયા’

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

શીતળા માતાનું વ્રત : આ રીતે કરો શીતળા માતાની પૂજા, આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

10 દિવસ સુધી ગણપતિજીને ચઢાવો અલગ-અલગ પ્રસાદ, જાણો તેમના 10 પ્રિય ભોગ.

Amreli Live

ગરીબીમાં જીવન વિતાવી આ ખેડૂત દીકરીએ પોતાના બળે પાસ કરી UPSCની પરીક્ષા.

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

સુશાંતની બહેને PMO અને નીતીશ કુમારને કરી CBI તપાસની માંગ, જણાવ્યું : મારો ભાઈ ન્યાયનો છે હકદાર

Amreli Live

રામ મંદિર માટે અષ્ટધાતુનો આટલા બધા વજનનો ઘંટ બનાવવામાં આવી રહ્યો છે, આટલા કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાશે

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ પર વરસશે ભગવાન શિવની અપાર કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

લોકડાઉનમાં ઘરે પહોંચેલા એન્જીનીયર દીકરાએ બદલી નાખી ગામની શકલ, 15 ઓગસ્ટે ધર્મેન્દ્ર પ્રધાન કરશે ઉદ્દઘાટન

Amreli Live

સોશિયલ મીડિયામાં છવાયા ખેતર ખેડતા બાબા રામદેવ, કોઈએ કર્યું ટ્રોલ તો કોઈ કરી રહ્યા છે સપોર્ટ

Amreli Live

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live

31 ઓક્ટોબરે સી પ્લેન સેવાઓની શરૂઆત, અમદાવાદથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી જઈ શકે છે PM

Amreli Live

છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે? જાણો IAS ઇન્ટરવ્યૂ પૂછનાર સવાલો અને તેના જવાબ

Amreli Live

ખુબ રસપ્રદ છે શક્તિ કપૂરની લવ સ્ટોરી, 18 વર્ષની શિવાંગીને લઈને ઘરેથી ભાગ્યા અને કરી લીધા લગ્ન.

Amreli Live