26.4 C
Amreli
06/08/2020
bhaskar-news

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી25 જુલાઈથી ઉત્તરાખંડના ચારધામની યાત્રા અન્ય રાજ્યો માટે પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદથી દેશભરથી લોકો ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ્ બોર્ડની વેબ સાઇટ પર દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. પરંતુ ગંગોત્રી મંદિરમાં સામાન્ય ભક્તો માટે મંદિરની બહારથી દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગંગોત્રી ધામ મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલના જણાવ્યાં પ્રમાણે, આ સમયે રાજ્યમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં મંદિરના પૂજારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા અમે મંદિરની અંદર ભક્તોને પ્રવેશવાની મંજૂરી આપતાં નથી. ભક્તોએ મંદિરની બહારથી જ દર્શન કરવાના રહેશે. જો ભક્ત મંદિરની અંદર જશે તો મંદિર સાથે જોડાયેલાં લોકોના સંપર્કમાં આવશે, જે પૂજારીઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય રહેશે નહીં. એટલે અમે હાલ ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાના પક્ષમાં નથી. આ અંગે મંદિર સમિતિએ અહીંના ડીએમ(જિલ્લા મેજિસ્ટ્રેટ)ના માધ્યમથી રાજ્ય સરકારને અપીલ કરી છે કે, હાલ કોરોનાને જોતા દર્શન વ્યવસ્થા શરૂ કરવી જોઇએ નહીં.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રમણે જણાવ્યું કે, કોઇપણ ભક્તને મંદિરની અંદર પ્રવેશ કરતા રોકવા તે વિધિ વિરૂદ્ધ છે. આ અંગે જિલ્લા પ્રશાસને આદેશ આપવામાં આવ્યો છે. જો કોઇ ભક્તને મંદિરમાં દર્શન કરવાથી રોકવામાં આવશે તો એફઆઈઆર નોંધવામાં આવશે.

બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગોડના જણાવ્યાં પ્રમાણે અન્ય પ્રદેશથી આવતાં ભક્તોએ નવા નિયમો પ્રમાણે 72 કલાક પહેલાંની કોરોના નેગેટિવ રિપોર્ટ અને દેવસ્થાનમ્ બોર્ડ દ્વારા જાહેર ઈ-પાસ લઇને આવવાનું રહેશે. ત્યારે જ અહીં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. સાથે જ, ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને સેનેટાઇઝેશનનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.

ગંગોત્રી ક્ષેત્રમાં ભગીરથે તપસ્યા કરી હતીઃ-
ગંગોત્રીથી ગંગા નદીની ઉત્પત્તિ થાય છે. અહીં દેવી ગંગાનું મંદિર છે. દરિયા કિનારાથી આ મંદિર 3042 મીટરની ઊંચાઈએ છે. આ સ્થાન જિલ્લા ઉત્તરકાશીથી 100 કિમી દૂર છે. દર વર્ષે ગંગોત્રી મંદિર મે મહિનાથી ઓક્ટોબર સુધી ખોલવામાં આવે છે. અન્ય સમયે અહીંના વાતાવરણના કારણે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે આ ક્ષેત્રમાં રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. શિવજી અહીં પ્રકટ થયા અને તેમણે ગંગાને પોતાની જટાઓમાં ધારણ કરીને તેનો વેગ શાંત કર્યો હતો. ત્યાર બાદ આ ક્ષેત્રમાં ગંગાની પહેલી ધારા પડી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The Devasthanam Board is registering for a darshan of Gangotri from Chardham in Uttarakhand, but the committee is not in favor of allowing devotees to go inside the temple.

Related posts

લોકોએ લોકડાઉનમાં પારલે-જી બિસ્કિટ ખૂબ ખાધા, વેચાણમાં છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Amreli Live

આજથી રાજ્યમાં પાલિકાની હદ સિવાયના વિસ્તારમાં ઉદ્યોગો-એકમો ચાલુ થશે, શરતોનું પાલન કરવું જરૂરી

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ પાર, કોલંબિયામાં ચીનથી વધુ કેસ થયા, વિશ્વમાં 1 કરોડ કેસ અને 5 લાખના મોત

Amreli Live

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 72 દિવસ પછી લોકડાઉન હટતા ચીનના વુહાનમાં ઉત્સવનો માહોલ

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ, SVPની ક્ષમતા હવે લગભગ પુરી: AMC કમિશનર

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 18 થયો

Amreli Live

31,587 કેસ, મૃત્યુઆંક-1010: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે નૌસેનાના INS જલાશ્વ અને 2 મગર જંગી જહાજ મોકલાશે

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 247એ પહોંચી

Amreli Live

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

મહાકાલ મંદિરમાં મધ્યપ્રદેશ બહારના શ્રદ્ધાળુઓને હમણા પ્રવેશ નહીં, ઓનલાઇન કે ટોલ ફ્રી નંબર પર બુકિંગ ના કરો

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live