30 C
Amreli
28/09/2020
મસ્તીની મોજ

ખુબ રસપ્રદ છે શક્તિ કપૂરની લવ સ્ટોરી, 18 વર્ષની શિવાંગીને લઈને ઘરેથી ભાગ્યા અને કરી લીધા લગ્ન.

લગ્ન કરવા માટે 18 વર્ષની શિવાંગીને લઈને ઘરેથી ભાગ્યા હતા શક્તિ કપૂર, જાણો કેવી હતી તેમની લવ સ્ટોરી.

ઘણી સુપરહિટ ફિલ્મોમાં વિલન અને કોમેડિયનનો રોલ પ્લે કરવાવાળા શક્તિ કપૂર 3 સપ્ટેમ્બરે 68 વર્ષના થયા. લગભગ 700 થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શક્તિ કપૂરનું એક્ટિંગ કરિયર તો ઘણું સફળ રહ્યું. પણ અંગત જીવનમાં તેમણે લગ્ન માટે ખુબ પાપડ વણવા પડ્યા હતા.

શક્તિ કપૂરે શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને હવે 37 વર્ષ થઈ ચુક્યા છે. આવો જાણીએ બંનેની લવ સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક વાતો.

અભિનેત્રી હતી શક્તિ કપૂરની પત્ની :

શક્તિ કપૂરની પત્ની શિવાંગી કોલ્હાપુરે 80 ના દશકમાં અભિનેત્રી રહી ચુકી છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત 1980 માં આવેલી ફિલ્મ ‘કિસ્મત’ થી કરી હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને રંજીતા મુખ્ય પાત્રમાં હતા. આ ફિલ્મમાં શક્તિ કપૂરે પણ કામ કર્યું હતું.

બંનેની પહેલી મુલાકાત આજ ફિલ્મના સેટ પર થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ. છેવટે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ભાગીને કર્યા હતા લગ્ન :

શિવાંગીના માતા-પિતા આ લગ્ન માટે રાજી ન હતા. શક્તિ કપૂર સાથે સંબંધની વાત સાંભળીને શિવાંગીના માતા-પિતાએ તેમને રૂમમાં બંધ કરી દીધી હતી. પણ શિવાંગી કોઈ રીતે ઘરમાંથી બહાર નીકળી ગઈ અને પછી બંને એ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો.

બંનેએ 1982 માં ભાગીને લગ્ન કરી લીધા. જયારે શિવાંગીએ લગ્ન કર્યા તે સમયે તેમની ઉંમર 18 વર્ષ હતી. આ લગ્ન પછી શિવાંગીના માતા-પિતા એટલા નારાજ થઈ ગયા હતા કે તેમણે તેની સાથે વાતચીત કરવાની પણ બંધ કરી દીધી હતી.

લગ્ન પછી શિવાંગીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું અને પારિવારિક જીવનમાં વ્યસ્ત થઈ ગઈ. પછી જયારે 19 વર્ષની ઉંમરે શિવાંગીએ દીકરા સિદ્ધાંતને જન્મ આપ્યો, ત્યારે તેમની માં તેને જોવા માટે મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં આવી અને પછી તેમના સંબંધમાં સુધારો થયો.

પ્લેબેક સિંગર પણ રહી છે શિવાંગી :

શિવાંગીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ પંઢરીનાથ કોલ્હાપુરે અને માતાનું નામ અનુપમા કોલ્હાપુરે છે. શિવાંગીએ પોતાનું ભણતર પૂરું કર્યા પછી બોલીવુડમાં પ્લેબેક સિંગર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની બે બહેનો પદ્મની કોલ્હાપુરે અને તેજસ્વી કોલ્હાપુરે છે.

શક્તિને મળ્યું હતું સરપ્રાઈઝ :

દૈનિક ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં શક્તિએ જણાવ્યું હતું કે, મારો જન્મ દિવસ ઉજવવા માટે મારા કરતા વધારે મારી પત્ની ઉત્સુક રહે છે. તેણીએ એકવાર મને ઘણી અલગ રીતે સરપ્રાઈઝ આપ્યું હતું. તે કોઈ જ્યોતિષને પૂછીને મારા માટે મારા ગ્રહોને અનુકૂળ બનાવવાવાળું ઘણું કિંમતી રત્ન લાવી હતી.

તે રત્નને વીંટીમાં લગાવીને મારા પલંગ પર તકિયા નીચે સંતાડી દીધી, અને મને કહ્યું કે આજે પલંગ જાતે જ સાફ કરી દેજો. મેં ચાદર ઉપાડી તો વીંટી નીકળી. તેને જોઈને મેં પૂછ્યું, આ શું છે? આ અહીં કોણે મૂકી? શું ભગવાને આને મારા માટે મોકલી છે? આ ક્યાંથી આવી? મેં મારી પત્નીને દરેક સવાલ પૂછ્યા, ત્યારે તે હસીને બોલી હેપ્પી બર્થ ડે. તેની આ રીત જોઈ હું ઘણો ખુશ થયો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફિલ્ટરવાળા માસ્ક માટે એક્સપર્ટની ચેતવણી, જાણો કેટલું ખતરનાક છે.

Amreli Live

7 રાશિઓ પાસે આવશે ઘણા બધા પૈસા, જાણો આ અઠવાડિયામાં શું લખ્યું છે તમારા નસીબમાં.

Amreli Live

આ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

એક એવું મંદિર જેના પગથિયા માંથી આવે છે પાણીનો અવાજ, ચમત્કારને નમસ્કાર.

Amreli Live

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

પરિણીત બહેને મોટા ભાઈને લીવર આપીને આપ્યું હતું નવું જીવનદાન

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

આ ટીવી સેલિબ્રિટીઝે એક જ પાર્ટનર સાથે બે વખત કર્યા લગ્ન.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

પહેલી વખત મહિલા સૈનિકોની પાકિસ્તાની સરહદ પર ડ્યુટી, 30 મહિલા સૈનિકોનું નેતૃત્વ કરી રહી છે કપ્તાન ગુરસીમરન કૌર

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

અધિક માસમાં થઈ શકે છે આ 7 પ્રકારના સંસ્કાર, જાણો વિસ્તારથી.

Amreli Live

કાલે છે સર્વપિતૃ અમાસ, જાણો માતૃ-પિતૃ દોષમાંથી મુક્તિના 7 ઉપાય

Amreli Live

ગુરુ-શિષ્ય પરંપરાની આ 5 અદભુત વાર્તા, જે આજે પણ ઉદાહરણ છે.

Amreli Live

જાણો Maruti S-Presso ના સૌથી સસ્તા મોડલની કિંમત, તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ.

Amreli Live