26.4 C
Amreli
19/09/2020
મસ્તીની મોજ

ખુબ દુઃખદ છે અનુરાધા પૌડવાલ નું જીવન, પહેલા પતિ પછી પ્રેમી અને હવે દીકરાએ છોડ્યો સાથ.

પ્લેબેક સિંગર અને પોતાના ભક્તિ ગીત માટે પ્રખ્યાત અનુરાધા પૌડવાલનું જીવનમાં સફળતાની સાથે ખુબ દુઃખ ભરેલું પણ છે. તમે ઘણા પ્લેબેક સિંગર્સ વિષે સાંભળ્યું હશે, જેનો અવાજ સાંભળીને તમે મંત્રમુગ્ધ થઇ જતા હશો, કેમ કે તે ગાયકના અવાજમાં વિશેષ પ્રકારનો જાદુ હોય છે અને તેના ગળામાં સરસ્વતી માં બિરાજે છે. એવી જ એક પ્લેબેક સિંગર છે, ‘અનુરાધા પૌડવાલ’. પોતાના ભક્તિ ગીત માટે સૌથી વધુ ફેમસ અનુરાધા પૌડવાલે આમ તો ઘણી પ્રસિદ્ધી મેળવી છે, પરંતુ ઘણા ઓછા લોકોને તેની લવ લાઈફ વિષે ખબર હશે. તો આજે અમે તમને તેની લવ લાઈફની ઘણી ન સાંભળેલી બાબતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ઝડપથી આગળ વધી કારકિર્દી : અનુરાધા પૌડવાલનો જન્મ 27 ઓક્ટોમ્બર 1954માં મુંબઈમાં થયો અને કદાચ તે જ કારણ હતું કે, તેને ફિલ્મો તરફ વધુ રસ હતો. વાત તેના ગાયકની કારકિર્દીની કરીએ, તો તેમણે વર્ષ 1973માં ફિલ્મ ‘અભિમાન’ માં બોલીવુડ અભિનેત્રી જયા ભાદુડી માટે એક શ્લોક ગાઈને પોતાની ગાયક તરીકેની કારકિર્દીની શરુઆત કરી હતી. ત્યાર પછી વર્ષ 1976માં આવેલી ફિલ્મ ‘કાલીચરણ’ અને ત્યાર પછી ફિલ્મ ‘આપ બીતી’ માં પણ તેમણે ગીત ગાયા.

ઘણા વર્ષો સુધી તેમણે ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો, અને ફરી મ્યુઝીક કંપની ‘ટી-સીરીઝ’ સાથે મળીને તેમણે કામ કરવાનું શરુ કરી દીધું. ત્યાર પછી ફિલ્મ ‘લાલ દુપટ્ટા મલમલ કા’, ‘આશિકી’, ‘તેજાબ’, અને ‘દિલ હૈ કી માનતા નહિ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં પોતાના ગીતોનો જાદુ પાથર્યો. ત્યાર પછી અનુરાધાએ ક્યારેય પાછા વાળીને જોયું નહિ અને ગાયકની દુનિયામાં આગળ વધતી ગઈ.

anuradha paudwal and Arun Paudwal
anuradha paudwal and Arun Paudwal

પ્રાપ્ત કર્યા આ એવોર્ડ : પોતાની ગાવાની કુશળતા ઉપર અનુરાધા પૌડવાલ 3 વખત ફિલ્મફેયર એવોર્ડથી સન્માનિત થઇ ચુકી છે, તે ઉપરાંત પણ તેમણે ઘણા એવોર્ડ જીત્યા છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે તેમણે ક્યારેય ક્લાસિકલ ગીતની તાલીમ નથી લીધી. એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે, તેમણે ક્લાસિકલ ગીતનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેમનાથી તે થયું નહિ. અનુરાધા પૌડવાલે તે સમયમાં બધા મોટા સંગીતકારો જેવા કે રાજેશ રોશન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી-આનંદજી અને જયદેવ સાથે કામ કર્યું છે.

તેની સાથે થયા હતા લગ્ન : વર્ષ 1969માં અનુરાધા પૌડવાલના લગ્ન અરુણ પૌડવાલ સાથે થયા હતા. અરુણ એસડી બર્મનના આસીસ્ટન્ટ અને પોતે પણ એક મ્યુઝીક કંપોઝર હતા. લગ્ન પછી બંનેને ઘરે બે બાળકો (આદિત્ય અને કવિતા) થયા. 1 નવેમ્બર 1991ના રોજ અનુરાધા પૌડવાલના પતિ અરુણ પૌડવાલ આ દુનિયા માંથી વિદાય લઇ ગયા છે. તેમનું અવસાન એક અકસ્માતમાં થયું હતું. એટલું જ નહિ અરુણના જવાથી અનુરાધા પૌડવાલ એકદમ એકલી થઇ ગઈ હતી અને તેણે બંને બાળકોની જવાબદારી પોતાની ઉપર ઉપાડી લીધી. ત્યાર પછી તેની મુલાકાત ગુલશન કુમાર સાથે થઇ.

ગુલશન કુમાર સાથે જોડાયું હતું નામ : તે સમયની મ્યુઝીકલ કંપની ‘ટી-સીરીઝ’ એક મોટું નામ હતું, અને અનુરાધા પૌડવાલે આ કંપની સાથે મળીને ઘણા આલ્બમ બહાર પાડ્યા, જેમાં તેણે પોતાનો મધુર અવાજ આપ્યો. અનુરાધાએ ‘ટી-સીરીઝ’ ના માલિક સ્વ. ગુલશન કુમારનું સંશોધન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગુલશન કુમાર તેને બીજી લતા મંગેશકર બનાવવા માંગતા હતા.

ગુલશન કુમારે જ અનુરાધાને એક પછી એક ઘણા ગીતો આપ્યા, જે ગાઈને અનુરાધા પૌડવાલ સફળતાના નવા શિખર પ્રાપ્ત કર્યા. તેવામાં બંને વચ્ચે અફેયરના સમાચારો પણ જોર પકડી રહ્યા હતા. તે સમયે ચર્ચાઓ બજારમાં એ વાતને લઈને ગરમ હતી કે ગુલશન અને અનુરાધા બંને વચ્ચે અફેયર ચાલી રહ્યા છે. આમ તો બંને માંથી કોઈએ ક્યારે પણ તે વિષે ખુલીને કાંઈ પણ કહ્યું નથી.

ગુલશન કુમારના અવસાન પછી છોડી દીધા ફિલ્મી ગીતો : તે સમયે સ્વર કોકિલા લતા મંગેશકર મોટા સિંગર માંથી એક હતા, પરંતુ તે સમયે એવું લાગતું હતું કે જેમ કે અનુરાધાએ તેને પણ પાછળ રાખી દીધા હોય. ત્યાં સુધી કે સંગીતકાર ઓપી નૈયરે તે સમયે કહ્યું હતું કે લતાનો સમય હવે પૂરો થઇ ગયો છે. ત્યાર પછી અચાનક અનુરાધા પૌડવાલે જાહેરાત કરી કે તે હવે માત્ર ‘ટી-સીરીઝ’ માટે જ ગીત ગાશે.

આમ તો ત્યાર પછી તેનું જીવન થોડું અટકી ગયું કેમ કે 90ના દશકની ગાયિકા અલ્કા યાગ્નિક અને કવિતા કૃષ્ણમૂર્તિને ‘ટી-સીરીઝ’ ઉપરાંત બીજી ઘણી જગ્યાએથી ગીતો ગાવાની તક મળી, પરંતુ અનુરાધા પૌડવાલે ‘ટી-સીરીઝ’ માટે ભજન અને આરતી ગાવાનું શરુ કરી દીધું હતું. જયારે ગુલશન કુમારનું અવસાન થયું, તો ત્યાર પછી તો તેમણે ફિલ્મી ગીતોને સંપૂર્ણ રીતે છોડી દીધા અને તે માત્ર ભજન ગાવા લાગી. આમ તો ત્યાર પછી તેમણે ગાયક તરીકે સંપૂર્ણ રીતે વિદાય લઇ લીધી.

anuradha paudwal and Aditya Paudwal
anuradha paudwal and Aditya Paudwal

દીકરાએ પણ છોડ્યો સાથ : અરુણના ગયા પછી અનુરાધા એકદમ એકલી થઇ ગઈ હતી અને તેણે બંને બાળકોની જવાબદારી પોતે એકલીએ જ ઉપાડી હતી. પરંતુ દુર્ભાગ્યને કારણે જ તેના દીકરા આદિત્યએ પણ સાથ છોડી દીધો. કીડની ફેઈલ થવાને કારણે 12 સપ્ટેમ્બર 2020ના રોજ આદિત્યનું મૃત્યુ થઇ ગયું.

હાલ, અનુરાધા પૌડવાલ પોતાના દીકરા આદિત્યના અવસાન પછી સંપૂર્ણ તૂટી ચુકી છે, અને હવે માત્ર તેના માટે તેની દીકરી કવિતા પૌડવાલ જ એકમાત્ર સહારો રહ્યો છે. આમ તો હવે અનુરાધા પોતાની દીકરી સાથે જ રહે છે. તો તમને અનુરાધા પૌડવાલની લવ લાઈફ કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઊંઘના અભાવને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે, જાણો તેને કેવી રીતે સુધારી શકાય.

Amreli Live

આ છે નીતુ શર્મા, તેમની ઉપલબ્ધી જાણી તમે પણ થઇ જશો ચકિત, ગામડાને બનાવી નાખ્યું શહેર.

Amreli Live

119 વર્ષ જુના 25 ફૂટ ઊંચા ગણેશજીને શણગારવામાં 15 દિવસ લાગે છે, તેમને હીરા, માણેક, મોતી, પોખરાજથી સજાવ્યા.

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

અંકિતા લોખંડેએ શેયર કર્યો સુશાંતનો થ્રોબૈક વિડીયો, લખ્યું : ”આ ઉડાન ભરી જ ન હોત’

Amreli Live

ચાવાળાની દીકરીએ મેળવી હતી 4 કરોડની સ્કોલરશીપ, લફંગા લોકોએ ‘મારી નાખી’

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.

Amreli Live

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

Amreli Live

સુશાંતને હજુ એક સમ્માન : દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2021માં સુશાંત સિંહ રાજપુતનું થશે સમ્માન.

Amreli Live

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સમાન અધિકાર છે, ભલે પછી…

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live

ધોનીએ પોતાના લગ્નની જાણ પણ ન થવા દીધી હતી, જાણો તેમની લવ સ્ટોરી.

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ સૂર્યની પ્રતિમા, ઘરમંદિરમાં રાખવું જોઈએ શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ પર રાખવો જોઈએ પિરામિટ

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનો આ વખતે રસપ્રદ રેકોર્ડ બનાવશે નરેન્દ્ર મોદી.

Amreli Live

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે ઘરમાં ના રાખો લાફિંગ બુદ્ધા.

Amreli Live

લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

ચપટી પાઉડરથી પાણી શુદ્ધ, નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડમાં થયો સમાવેશ

Amreli Live

સુપ્રીમ કોર્ટે કહી દીધું આટલા મહિનાની અંદર હટાવી દો રેલવે ટ્રેકની આજુબાજુ બનેલી 48,000 ઝુપડપટ્ટીઓ

Amreli Live