31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

ખરીદો ડીઝલવાળી સૌથી દમદાર હેચબેક કાર, જાણો ફીચર્સ અને ખાસિયત.

ડીઝલ ગાડી ખરીદવા માંગો છો, તો દમદાર હેચબેક કારો જીતી શકે છે તમારું દિલ, જાણો તેના ફીચર્સ અને પાવર. જો તમે આ ફેસ્ટિવલ સીઝનમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ દિવસોમાં એકથી એક શાનદાર કાર બજારમાં લોન્ચ થઈ રહી છે. કંપનીઓ તેમના નવા મોડેલોમાં પેટ્રોલ અને ડીઝલ એમ બંને વર્ઝન આપી રહી છે. આજકાલ લોકો ભલે પેટ્રોલવાળી કાર ખરીદવાનું પસંદ કરે, પરંતુ ડીઝલ એન્જિનવાળી કારને લઈને લોકોનો ક્રેઝ ઓછો થયો નથી.

હકીકતમાં ડીઝલ પેટ્રોલ કરતા સસ્તુ હોય છે, અને ડીઝલ એન્જિનવાળી કાર વધારે માઇલેજ પણ આપે છે. જો તમે રોજ લાંબી મુસાફરી કરો છો તો ડીઝલ એન્જિન કાર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે અમે તમને એવી ટોપ 3 સ્ટ્રોંગ હેચબેક કાર વિશે જણાવી રહ્યા છીએ, જે તમે ખરીદશો તે તમારા માટે ફાયદાકારક રહેશે.

ટાટા અલ્ટ્રોઝ : ટાટાની શાનદાર કારોમાંથી એક છે ટાટા અલ્ટ્રોઝ. આ કાર તમને 5 વેરિઅન્ટમાં મળશે. જેમાં XE, XM, XT, XZ અને XZ (O) શામેલ છે. જો તમે ઇચ્છતા હોવ તો તમે કંપની પાસેથી કોઈપણ વેરિયન્ટને કસ્ટમાઇઝ કરાવી શકો છો. ટાટા અલ્ટ્રોઝને ભારતની સૌથી સેફ હેચબેક કાર માનવામાં આવે છે. અલ્ટ્રોઝને એનસીએપી ટેસ્ટિંગમાં 5 સ્ટાર આપવામાં આવ્યા હતા.

કારના એન્જિન અને ફિચર્સની વાત કરીએ તો તે 2 લિટર, 3 સિલિન્ડર નેચરલ એસ્પરેટેડ પેટ્રોલ અને 1.5 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન ઓપશનમાં આવે છે. તેનું પેટ્રોલ એન્જિન 85 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન 89 bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. પ્રીમિયમ હેચબેક ટાટા અલ્ટ્રોઝની પ્રારંભિક કિંમત 5.29 લાખ રૂપિયા છે.

નવી હ્યુન્ડાઇ આઇ 20 : નવી હ્યુન્ડાઇ આઇ 20 પણ આ મહિને લોન્ચ થવા જઈ રહી છે. કંપનીએ તેની નવી કારને બોલ્ડ અને લક્ઝુરિયસ લુક આપ્યો છે. કંપનીએ તેને પોતાની નવી ડિઝાઇન પર વિકસિત કરી છે. કારની પાછળની સ્ટાઇલ પણ ખૂબ જ અનોખી છે. જો તેના ફીચર્સ અને એન્જિન વિશે વાત કરીએ, તો નવી હ્યુન્ડાઇ આઇ 20 માં તમને ત્રણ એન્જિન વિકલ્પો મળશે. તેમાં 80 bhp પાવરવાળું 1.2 લિટર પેટ્રોલ, 100 bhp પાવર સાથે 1.5 લિટર ડીઝલ એન્જિન અને 100 bhp પાવર સાથે 1.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

કારમાં તમને મલ્ટીપલ ટ્રાન્સમિશનનો પણ વિકલ્પ પણ મળી શકે છે, જેમાં 7 સ્પીડ ડીસીટી પણ શામેલ છે. ન્યુ જનરેશન આઇ 20 માં તમને બધા લેટેસ્ટ ફીચર્સ મળશે. સલામતી માટે 6-એયરબેગ્સ, એબીએસ, ઇબીડી, રીઅર પાર્કિંગ સેન્સર અને રીઅર વ્યૂ કેમેરા જેવી સુવિધાઓ શામેલ છે. આ કારમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10.25 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, એમ્બિયન્ટ લાઇટિંગ, કી-લેસ એન્ટ્રી એન્ડ ગો અને બોઝ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવી પણ મળશે. કારની કિંમત 6 લાખની આસપાસ હોઈ શકે છે.

ફોર્ડ ફિગો : ફોર્ડની હેચબેક કાર ફિગોને પણ લોકોએ ખુબ પસંદ કરી છે. તેમાં તમને ડીઝલ અને પેટ્રોલ એન્જિન બંને વેરિયન્ટ મળશે. નવી ફોર્ડ ફિગોમાં ત્રણ એન્જિન વિકલ્પો છે. જેમાં 1.2 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 95 બીએચપી પાવર અને 120 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બીજું 1.5 લિટરનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 121 બીએચપી પાવર અને 150 એનએમ ટોર્ક જનરેટ કરે છે, ત્રીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 99 બીએચપી પાવર અને 215 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. નવી ફીગોમાં તમને 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે, આ કારની કિંમત 5.49 લાખથી શરૂ થાય છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

લીમડો પિતૃ દોષથી લઈને શનિની દશા સુધારવામાં પણ ઉપયોગી થાય છે, અહીં જાણો તેના ઉપાય

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

ભગવાન જગન્નાથની કૃપાથી હીરાની જેમ ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વાંચો અઠવાડિયાનું રાશિફળ

Amreli Live

દરરોજ ચલાવતા હોવ બાઈક અથવા મોપેડ, તો આ વાતને બિલકુલ ધ્યાન બહાર કરવી નહિ, થઇ શકે છે મોટું નુકશાન.

Amreli Live

Samsung Galaxy M31 Prime સ્માર્ટફોન થયો લોન્ચ, ફોન સાથે મળશે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફત.

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

રામ ઉપર નેપાળના દાવા પછી હવે શ્રીલંકાએ રાવણને લઈને છંછેડયો નવો મધપુડો.

Amreli Live

કયા ગ્રહના દોષ દૂર કરવા માટે પક્ષીઓને કયુ અનાજ ખવડાવવું જોઈએ? જાણો જ્યોતિષીય ઉપાય

Amreli Live

ધનુ રાશિ માટે આજનો દિવસ આવકમાં વૃદ્ઘિ અને લાભ સૂચવી જાય છે, પણ આ 2 રાશિઓ વાળાએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

આ રાશિના લોકોને બુધવારના દિવસે સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો ગણેશજી આપે છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

લો હવે પ્રયાગરાજના બજારોમાં આવ્યા તિરંગા માસ્ક, સાડીઓ સાથે મેચિંગ માસ્ક પણ ફ્રીમાં

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ લાભકારી નીવડશે, હરીફો ૫ર વિજય મેળવી શકશો.

Amreli Live

ઠંડા મગજથી વિચારીને જવાબ આપજો, પગ નથી પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે?

Amreli Live

ખુબ સરળતાથી ધોવાશે કપડાં અને નીકળશે જીદ્દી ડાઘ, ફક્ત કપડાં ધોતી વખતે અપનાવો આ 4 ટીપ્સ

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live