27.8 C
Amreli
18/01/2021
મસ્તીની મોજ

ખરાબ સમય ચાલી રહ્યો હોય તો આ વાતોનું ધ્યાન રાખીને મુશ્કેલીઓમાંથી બહાર નીકળી સફળતા મેળવી શકાય છે

સ્વામી વિવેકાનંદ અને ઘોડા ગાડીવાળાના પ્રસંગ પરથી જાણો ખરાબ સમય સામે કેવી રીતે લડવું જોઈએ. તમે બધા સ્વામી વિવેકાનંદને ઓળખતા જ હશો. તે ઘણા જ્ઞાની અને વિદ્વાન પુરુષ હતા. જણાવી દઈએ કે સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે 25 વર્ષની ઉંમરે સન્યાસ ધારણ કર્યો હતો. સ્વામી વિવેકાનંદે શિકાગોના ધર્મ સમ્મેલનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ ભાષણ પછી તે આખી દુનિયામાં ઘણા પ્રસિદ્ધ થઈ ગયા હતા.

સ્વામી વિવેકાનંદના જીવનમાં બનેલા પ્રસંગો તેમજ તેમની વાતો દરેક વ્યક્તિના જીવનમાં ઉપયોગી સાબિત થાય છે. તે કેટલાય લોકોના આદર્શ છે. આજે આપણે તેમના જીવનના એક એવા પ્રસંગ વિષે જાણીશું જે આપણને જરૂરી શીખ આપશે. એક સમયની વાત છે જયારે સ્વામી વિવેકાનંદ વિદેશમાં હતા, ત્યારે તેમની મુલાકાત એક ધનવાન મહિલા સાથે થઇ હતી. તે સ્વામીજીના વિચારોથી ઘણી પ્રભાવિત થઈ હતી. તે મહિલા તેમની શિષ્યા બની ગઈ હતી.

એક દિવસ સ્વામી વિવેકાનંદ પોતાની તે શિષ્યા સાથે ઘોડા ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તે ઘોડા ગાડીવાળાએ રસ્તાના કિનારે ગાડી ઉભી રાખી. ત્યાં થોડે દૂર એક મહિલા અને કેટલાક બાળકો પહેલાથી જ ઉભા હતા. ઘોડા ગાડીવાળો તેમની પાસે જાય છે અને બાળકોને વ્હાલ કરી તે મહિલાને થોડા રૂપિયા આપીને પાછો આવી જાય છે.

સ્વામી વિવેકાનંદ અને તે શિષ્યા આ બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા. જયારે ઘોડા ગાડીવાળો પાછો આવ્યો તો શિષ્યાએ તેને પૂછ્યું કે, તમે કોને મળવા ગયા હતા, તે મહિલા અને બાળકો કોણ છે? પછી ઘોડા ગાડીવાળાએ કહ્યું કે, તે મારી પત્ની અને બાળકો છે. પહેલા હું એક બેંકમાં મેનેજર હતો. મારી પાસે પૈસાની કોઈ કમી ન હતી. પણ જયારે બેંકને નુકશાન થયું તો મારા પર દેવું વધી ગયું. મારી બધી સંપત્તિ દેવું ચૂકવવામાં જતી રહી.

બધું ખતમ થયા પછી મેં કોઈ રીતે આ ઘોડા ગાડી ખરીદી છે અને નાનકડું ઘર ખરીદ્યું છે. હું સતત મહેનત કરી રહ્યો છું, જેવી જ મારી સ્થિતિ થોડી સારી થશે કે હું નવી બેંક ખોલીશ. મને વિશ્વાસ છે કે હું જલ્દી જ નવી બેંકને વિકસિત કરી શકું છું.

આ વાત સાંભળીને વિવેકાનંદ ઘણા પ્રભાવિત થયા. તેમણે શિષ્યાને કહ્યું કે, આ વ્યક્તિ એક દિવસ પોતાનું લક્ષ્ય જરૂર પૂરું કરશે. જે લોકો આટલા ખરાબ સમયમાં પણ પોતાના પર વિશ્વાસ રાખે છે અને પરિવારનું ધ્યાન રાખે છે, તે ધૈર્ય સાથે કામ કરી એક દિવસ લક્ષ્યને જરૂર પ્રાપ્ત કરે છે.

આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે, ગમે એટલો મુશ્કેલ સમય હોય આપણે ધીરજ અને વિશ્વાસ ગુમાવવો જોઈએ નહિ. આપણે પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરતા રહેવું જોઈએ. એક કરવાથી મુશ્કેલી જરૂર દૂર થશે અને સફળતા આપણી ઝોળીમાં આવશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સુશાંતને હજુ એક સમ્માન : દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2021માં સુશાંત સિંહ રાજપુતનું થશે સમ્માન.

Amreli Live

ઉધાર લેતા સમયે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહી તો ચૂકવવામાં થશે મુશ્કેલી

Amreli Live

ન્યાયધીશ શનિદેવ આ 6 રાશિઓને ઉત્તમ ફળ કરશે પ્રદાન, થશે જબરજસ્ત આર્થિક લાભ, ખુલશે નશીબ.

Amreli Live

શું તમે પણ કરો છો આ 16 એપ્સનો ઉપયોગ, તો તરત કરી દો ડીલીટ.

Amreli Live

સની દેઓલ એટલા ગુસ્સે થઇ ગયા હતા કે ખરેખર અનિલ કપૂરનું પકડી લીધું હતું ગળું, સેટ પર થયો હતો હંગામો.

Amreli Live

આ મજેદાર જોક્સ વાંચીને તમે પોતાની હાસ્ય રોકી શકશો નહિ. જો છે તમને ટેન્શન? તો ખાસ વાંચો આ જોક્સ.

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

બિયર અથવા દૂધ, કોણ વધારે ફાયદાકારક? રિસર્ચમાં થયો ખુલાસો.

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

61 વર્ષના સંજય દત્તને ત્રીજા સ્ટેજ ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા થયો રવાના, સિગારેટ અને દારૂનું પરિણામ.

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

3 નવેમ્બરે બુધ દેવ થશે તુલા રાશિમાં માર્ગી, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ.

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live

ભારતમાં લોન્ચ થઇ સસ્તી ઇલેક્ટ્રિક સાઇકલ, એક વખત ચાર્જ કરવા પર ચાલશે 25 km, બસ આટલી છે કિંમત.

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

પાણીનો બગાડ કરશો તો હવે ખેર નથી, આટલા વર્ષની સજાને આટલો થશે દંડ.

Amreli Live

સુશાંતના ઓનસ્ક્રીન પિતાનો દાવો, જણાવ્યું : ‘દિશા અને એક્ટરના મૃત્યુમાં છે મોટું કનેક્શન’

Amreli Live

બોલીવુડના 10 ધનાધન ડાયલોગ જેને સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે.

Amreli Live

ઘણા મોટા મોટા લોકો પણ આ ફોટા માંથી બિલાડીને શોધી શક્યા નથી, શું તમે શોધી શકો છો?

Amreli Live

આ 5 રાશિ વાળા નવરાત્રીની નવમી પર કરો આ ઉપાય, આ રાશિઓ પર છે શનિની પનોતી

Amreli Live