ઋતિકનું ફિલ્મી બેગ્રાઉન્ડ હોવા છતાં સરળતાથી નથી મળી સફળતા, કચરો વાળવાથી લઈને ચા આપવા સુધીના કર્યા છે કામ. બોલીવુડના સુપરસ્ટાર ઋતિક રોશન હવે 47 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 10 જાન્યુઆરી 1974 ના રોજ મુંબઈમાં થયો હતો. ઋતિક શરુઆતથી જ ફિલ્મી કુટુંબ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે પોતાના સુંદર અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે દેશ જ નહિ પરંતુ આખી દુનિયાના લોકો ઋતિક રોશનને ઓળખે છે.
ઋતિક રોશને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધુ સમય પસાર કરી લીધો છે. તે દરમિયાન તેમણે એકથી એક ચડીયાતી હીટ ફિલ્મો આપી છે. તેમને ચાહનારાની સંખ્યા આજે કરોડોમાં છે. આવો આજે અભિનેતા ઋતિક રોશનના જીવન સાથે જોડાયેલી થોડી ખાસ વાતોથી તમને માહિતગાર કરીએ.
અભિનેતા ઋતિક રોશન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તે હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અને નિર્માતા રાકેશ રોશનના દીકરા છે. રાકેશ રોશને પોતાના સમયમાં ઘણી સારી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. રાકેશ રોશનના દીકરા હોવા છતાં પણ ઋતિક રોશને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ જાતે જ બનાવવી પડી છે. અને અત્યાર સુધીની તેમની બે દશકની કારકિર્દી ઘણી સુંદર રહી છે.
ઋતિક રોશન માટે સ્ટાર કીડ હોવા છતાં પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરવું ઘણું અઘરું હતું. તેમણે પોતાના અભિનયની સાથે જ તેમના ઉત્તમ ડાંસ અને લુક્સથી પણ ઘણી ખ્યાતી મેળવી છે. તે પોતાના લુક્સને કારણે દુનિયાના સૌથી હેંડસમ પુરુષોની યાદીમાં શામેલ છે. અને બોલીવુડમાં તેમના ડાંસનો કોઈ તોડ નથી.
ઋતિક રોશનને તેમના લુક્સને કારણે ‘બોલીવુડના ગ્રીક ગોડ’ પણ કહેવામાં આવે છે. આજની યુવા પેઢી તેમનાથી ઘણી પ્રભાવિત છે. દેશ વિદેશના ઘણા યુવાન તેમને પોતાના આદર્શ માને છે. ઋતિકે વર્ષ 2000 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તે વર્ષે તેમની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ રીલીઝ થઇ હતી. પહેલી જ ફિલ્મથી ઋતિકે દર્શકોના દિલ ઉપર પોતાનો જાદુ ચલાવી દીધો હતો. તે રાતોરાત આ ફિલ્મની મદદથી સ્ટાર બની ગયા હતા. ડેબ્યુ ફિલ્મમાં તેમની જોડી અભિનેત્રી અમીષા પટેલ સાથે જામી હતી.
ઘણા લોકોનું માનવું છે કે, ઋતિક રોશનને સ્ટારકીડ હોવાનો ફાયદો મળ્યો છે. લોકો કહે છે કે, તેમને તેમના પિતાએ પહેલી ફિલ્મ અપાવી હતી. તેમણે તેના માટે કોઈ મહેનત પણ કરવી પડી ન હતી. આમ તો એવું નથી. એક સ્ટારકીડ હોવા છતાં પણ ઋતિક રોશને તેમના પિતાના કહેવાથી સેટ ઉપર કામ કરવું પડતું હતું.
રાકેશ રોશન દીકરા ઋતિક રોશનને તેમની ફિલ્મોના સેટ ઉપર કામ કરાવતા હતા. તેમણે ઘણા વર્ષો સુધી તેમના દીકરાને સેટ ઉપર કામ કરાવ્યું છે. તે દરમિયાન ઋતિકે ફિલ્મ સેટ ઉપર કચરો વાળવાનું કામ પણ કર્યું છે. તેમજ તે ફિલ્મ સ્ટાર્સને ચા આપવાનું કામ પણ કરતા હતા. તે બધા કામ ઋતિક પોતાના પિતાની દેખરેખમાં કરતા હતા.
ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવતા હોવાને કારણે ઋતિક શરુઆતથી જ અભિનેતા બનવા માંગતા હતા, અને તે સપનું તેમણે પૂરું પણ કર્યું. આજે તેમની ગણતરી બોલીવુડના સફળ કલાકારોમાં થાય છે. તેમની ડેબ્યુ ફિલ્મ સુપરહિટ હતી. તે સિવાય તેમણે કોઈ મિલ ગયા, લક્ષ્ય, જોધા અકબર, ગુઝારીશ, ક્રીશ, સુપર-30 અને વોર જેવી ઘણી જોરદાર ફિલ્મોમાં કામ કર્યું છે.
ઋતિક રોશને અભિનેતા સંજય ખાનની દીકરી સુઝૈન ખાન સાથે વર્ષ 2000 માં લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન લગભગ 14 વર્ષ સુધી ચાલ્યા હતા. બંને વચ્ચે મતભેદ થઇ ગયો હતો, અને પછી વર્ષ 2014 માં બંનેના છૂટાછેડા થઇ ગયા.
છૂટાછેડા થવા છતાં પણ આજે પણ બંને ઘણા સારા મિત્ર છે. બંને હજુ પણ હંમેશા સાથે જોવા મળે છે. બંનેને બે દીકરા રીદાન અને રેહાન રોશન છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે, તો ઋતિકની આગામી ફિલ્મ ક્રીશ 4 જણાવવામાં આવી રહી છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com