ભાઈના લગ્નમાં એકદમ અલગ અંદાજમાં દેખાઈ ટીવીની સંધ્યા વહુ, વિડીયોની સાથે ફોટાઓ પણ થયા વાયરલ. ‘દીયા ઔર બાતી હમ’ ની સંધ્યા રાઠી એટલે કે એક્ટ્રેસ દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલના દિવસોમાં તે પોતાના ભાઈ મનીષ સિંહના લગ્નમાં મસ્તી કરવાને લઈને ચર્ચામાં છે. દીપિકાએ હાલમાં જ દિલ્લીમાં પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપી હતી. તે આ લગ્ન સાથે જોડાયેલા ફોટાને સતત ફેન્સ સાથે શેયર કરી રહી છે.
જેમાં ખાસ કરીને દીપિકાના એક ફોટાને લોકો ઘણો વધારે પસંદ કરી રહ્યા છે. આ ફોટામાં તે જાનૈયાઓ સાથે સેલ્ફી લેતા દેખાઈ રહી છે. આ લગ્નમાં દીપિકાએ જાંબલી રંગની સુંદર સાડી પહેરી છે. આ સાડીમાં દીપિકા ઘણી જ સુંદર દેખાઈ રહી છે. જેવું કે ફોટામાં જોઈ શકાય છે કે દીપિકાના ચહેરા પર ઘણી વધારે ખુશી છે. તેમણે પોતાના ભાઈના લગ્નમાં ખુબ મજા કરી છે.
દીપિકાના આ ફોટાને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. તેઓ પણ દીપિકાના ભાઈને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. પોતાના ભાઈ સાથે લગ્નના ફોટા શેયર કરતા દીપિકાએ કેપ્શનમાં લખ્યું, ‘એકવાર ફરી નવા પરિણીત જોડાને દિલથી શુભકામનાઓ.’ દીપિકાએ ભાઈના લગ્નની વધુ એક પોસ્ટ પણ શેયર કરી છે. તેમાં તે ગુલાબી રંગની સાડીમાં દેખાઈ રહી છે. દીપિકાને ડાંસ કરવાનો પણ ઘણો શોખ છે. તેમણે પોતાના ભાઈના લગ્નમાં જોરદાર ઠુમકા પણ લગાવ્યા છે.
તેમના કામની વાત કરીએ, તો દીપિકાએ 2011 થી 2016 સુધી ‘દીયા ઔર બાતી હમ’ માં કામ કર્યું છે. આ શો નું સંધ્યા વહુનું પાત્ર દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયું હતું. ત્યારબાદ તે 2018 માં વેબ સિરીઝ ‘ધ રિયલ સોલમેટ’ માં દેખાઈ હતી. તેમજ તે કલર્સ ટીવીના શો ‘કવચ… મહાશિવરાત્રી’ માં પણ કામ કરી ચુકી છે. દીપિકાએ 2 મે 2014 ના રોજ ‘દીયા ઔર બાતી હમ’ શો ના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી તેમનો એક દીકરો પણ છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com