25.8 C
Amreli
06/08/2020
અજબ ગજબ

કોરોનીલ, જાણો પતંજલિની દવાની કિંમત, કઈ રીતે લેવા પડશે ડોઝ અને કઈ રીતે કરશે કામ

પતંજલિએ લોન્ચ કરી હર્બલ કોરોના મેડિસિન કોરોનીલ, જાણો તે કઈ રીતે કામ કરે છે અને તેની કિંમત વિષે

યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરેલી કોરોનાની આયુર્વેદિક દવા લોન્ચ કરી છે. બાબા રામદેવે પતંજલિ યોગપીઠ હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમમાં કોરોનાના ઈલાજ માટે ત્રણ દવાઓ લોન્ચ કરી છે.

પતંજલિએ દાવો કર્યો છે કે, ઔષધીય પરીક્ષણોમાં દરેક કોરોના પોઝિટિવ રોગી આ આયુર્વેદિક દવાઓ દ્વારા 3 થી 15 દિવસમાં સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા. આ દરમિયાન એક પણ રોગીનું મૃત્યુ નથી થયું. આ દવાઓનો ઉપયોગ કોરોના પોઝિટિવ દર્દીના ઈલાજની સાથે સાથે સંક્રમણથી બચવા માટે પણ કરવામાં આવી શકે છે. આવો જાણીએ કઈ રીતે કામ કરે છે પતંજલિની આ દવાઓ અને કેટલો ડોઝ લેવો પડશે?

પતંજલિએ લોન્ચ કરી આ ત્રણ દવાઓ :

બાબા રામદેવે મંગળવારે બપોરે 12 વાગ્યે પતંજલિ યોગપીઠમાં કોરોનાના ઈલાજ અને તેનાથી રક્ષણ માટે ત્રણ દવાઓ લોન્ચ કરી છે. આ દવાઓના નામ ‘દિવ્ય શ્વાસારિ’, ‘દિવ્ય કોરોનીલ ટેબ્લેટ’ અને ‘દિવ્ય અણુ તેલ’ છે. લોન્ચિંગના અવસર પર બાબા રામદેવે દાવો કર્યો કે પરીક્ષણના ત્રણ દિવસની અંદર 69 ટકા રોગી સાજા થયા છે, જયારે 7 દિવસની અંદર 100 ટકા દર્દી સ્વસ્થ થયા છે. ટ્રાયલમાં તે દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

પહેલી દવા દિવ્ય શ્વાસારિ વટી :

પંતજલિ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, 15 થી 80 વર્ષના વ્યક્તિઓએ આની 3-3 ગોળી દિવસમાં ત્રણ વાર લેવી પડશે. સવારે નાસ્તા અને બપોરે તથા રાત્રે જમ્યાના અડધો કલાક પહેલા ગરમ પાણી સાથે આ દવા પીવી પડશે. 6 થી 14 વર્ષના બાળકો માટે આ દવાને અડધા પ્રમાણમાં ઉપયોગમાં લઇ શકાય છે.

બીજી દવા દિવ્ય કોરોનીલ ટેબ્લેટ :

પતંજલિનો દાવો છે કે આ દવાને ત્રણ દવાઓને યોગ્ય માત્રામાં ભેગી કરીને બનાવવામાં આવી છે. કોરોનીલ ટેબ્લેટને પતંજલિ ગિલોય ઘનવટી, પતંજલિ અશ્વગંધા કેપ્સ્યુલ અથવા દિવ્ય અશ્વગંધી ઘનવટી અને પતંજલિ તુલસી ઘનવટીને મિક્સ કરીને બનાવવામાં આવી છે. પતંજલિ અનુસાર 15 થી 80 વર્ષના લોકોએ દિવ્ય કોરોનીલ ટેબ્લેટની 3-3 ગોળીઓ દિવસમાં ત્રણ વાર સવાર, બપોર અને સાંજે જમ્યાના અડધો કલાક પછી ગરમ પાણી સાથે લેવી જોઈએ.

તેની જગ્યા પર લોકો દિવસમાં ત્રણ વાર જમ્યાના અડધા કલાક પછી ગરમ પાણી સાથે પતંજલિ ગિલોય ઘનવટીની બે ગોળી, પતંજલિ અશ્વગંધા કેપ્સ્યુલ અથવા દિવ્ય અશ્વગંધી ઘનવટીની એક ગોળી અથવા કેપ્સ્યુલ અને પતંજલિ તુલસી ઘનવટીની એક ગોળી લઇ શકે છે. તેમજ 6 થી 14
વર્ષના બાળકો માટે દવાના અડધા પ્રમાણનો ઉપયોગ કરવો પડશે.

ત્રીજી દવા દિવ્ય અણુ તેલ (નસ્ય હેતુ) :

આ દવાનો રોજ દિવસમાં એકવાર પ્રયોગ કરવો જોઈએ. પતંજલિ અનુસાર સવારે નાસ્તાના 1 કલાક પહેલા નાકમાં આ દવાના 4-4 ટીપા નાખવા પડશે. પતંજલિ દ્વારા 6 થી 14 વર્ષના બાળકો માટે તેની અડધી માત્રાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

ઓનલાઇન ઉપલબ્ધ થશે દવા, જાણો તેની કિંમત :

શનિવારે પતંજલિ એક મોબાઈલ એપ Ordernil APP લોન્ચ કરશે. આ એપ દ્વારા લોકો ઘરે બેઠા દવાનો ઓર્ડર આપી શકશે. પતંજલિનો દાવો છે કે ત્રણ દિવસની અંદર લોકોને દવાની હોમ ડિલિવરી મળશે. કોરોનીલ ટેબ્લેટની કિંમત 400 રૂપિયા, શ્વાસારિ વટીની કિંમત 120 રૂપિયા અને અણુ તેલની કિંમત 25 રૂપિયા છે. એક મહિનાની દવા 545 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

આવી રીતે કામ કરે છે દવા :

પતંજલિ અનુસાર અશ્વગંધા, કોવિડ-19 ના આરબીડીને માનવ શરીરના એસીઈ સાથે મળવા નથી દેતું. તેનાથી કોવિડ-19 વાયરસ સંક્રમિત માનવ શરીરની સ્વસ્થ કોશિકાઓમાં પ્રવેશ નથી કરી શકતો. ગિલોય પણ અશ્વગંધાની જેમ જ કામ કરે છે. તે માણસને સંક્રમિત થવાથી રોકે છે. તુલસીનું કમ્પાઉન્ડ કોવિડ-19 ના આરએનએ-પોલિમરીઝ પર અટેક કરી તેના ગુણાંકમાં વૃદ્ધિ કરવાના દરને ન ફક્ત અટકાવે છે, પણ તેનું સતત સેવન તેને ખતમ પણ કરી દે છે. શ્વાસારિ રસ જાડા કફને બનવાથી અટકાવે છે અને બનેલા કફને ખતમ કરી ફેફસાના સોજાને ઓછો કરે છે. તેજ રીતે તમે તેલનો ઉપયોગ નેઝલ ડ્રોપના રૂપમાં કરી શકો છો.

કોરોનાથી બચવા માટે આ દવાઓના ઉપયોગનો દાવો :

પતંજલિનો દાવો છે કે, તેમની દવાઓનો ઉપયોગ ન ફક્ત કોરોનાના ઈલાજ માટે કરી શકાય છે, પણ તેનાથી રક્ષણ માટે પણ આ દવાનો ઉપયોગ થઈ શકે છે. કોરોનાથી બચવા માટે દિવ્ય શ્વાસારિ વટીની 2-2 ગોળી સવાર-સાંજ જમવાના અડધો કલાક પહેલા ગરમ પાણી સાથે લેવી પડશે. સાથે જ દિવ્ય કોરોનીલ ટેબ્લેટની 2-2 ગોળી સવાર-સાંજ જમ્યાના અડધો કલાક પછી ગરમ પાણી સાથે લો.

(આ સમાચાર પતંજલિ યોગપીઠના દાવા પર આધારિત છે. અમે આ દાવાની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

દક્ષિણી દિલ્હીના આ પરિવારે ઘરે રહીને આપી કોરોનાને હાર, જાણો કેવી રીતે

Amreli Live

શૈલેષભાઇ સગપરિયાએ લોકડાઉનમાં લખ્યું આ પુસ્તક જાણો બધી માહિતી

Amreli Live

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ શેયર કરવા પર અભિનવ પર ભડકી શ્વેતા તિવારી, શું હજી પણ રહે છે સાથે

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

પબજીની ટેવમાં વિદ્યાર્થીએ ગુમાવ્યા પિતાના લાખો રૂપિયા, 3 મહિનામાં આખું બેંક એકાઉન્ટ ખાલી, જાણો આખી સ્ટોરી

Amreli Live

અહીં છે એશિયાનું સૌથી મોટું શિવલિંગ, અહીં મંદિરનું આકાર જ છે શિવલિંગના જેવો.

Amreli Live

લીમડો પિતૃ દોષથી લઈને શનિની દશા સુધારવામાં પણ ઉપયોગી થાય છે, અહીં જાણો તેના ઉપાય

Amreli Live

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર દરેક સમસ્યાના અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન સફળતાના માર્ગ પર, અત્યાર સુધીની ટ્રાયલમાં ડબલ પ્રોટેક્શન મળ્યું, જાણો વધુ વિગત.

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

મૌના પંચમી વ્રત, શ્રાવણ મહિનાની પાંચમની તિથિએ કરવામાં આવે છે ભગવાન શિવ અને નાગદેવતાની વિશેષ પૂજા

Amreli Live

પતિ-પત્નીએ એક સાથે કરવી જોઈએ શિવજી, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની પૂજા, જાણો કારણ

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

શું છે શિવ પંચાક્ષર મંત્ર અને શિવ પંચાક્ષર સ્ત્રોત? શિવ પૂજાના સમયે કરો તેનો જાપ

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live