25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોના: સાજા થયા પછી પણ દર્દીઓમાં અશક્તિની ફરિયાદ, ડૉક્ટરોના મતે આ વાતનું ધ્યાન રાખવું

પાર્થ શાસ્ત્રી, અમદાવાદ: શહેર અને રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધતાં છેલ્લા એક મહિનામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. શહેરના નિષ્ણાતોનું માનીએ તો, ડિસ્ચાર્જ થયેલા મોટાભાગના દર્દીઓને હજી પણ થાક અને સ્નાયુમાં દુખાવા જેવી ફરિયાદો છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, આમા ચિંતાની વાત નથી. સંતુલિત આહાર અને પૂરતા પ્રમાણમાં વિટામિનયુક્ત ખોરાક લેવાથી રાહત મળી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શહેરના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને કોવિડ-19 માટેની સરકારના એડવાઈઝરી બોર્ડના સભ્ય ડૉ. તુષાર પટેલે જણાવ્યું, ‘ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં અશક્તિ, થોડા ડગલા ચાલ્યા પછી શ્વાસ ચડી જવો અને થાક લાગવા જેવી ફરિયાદો હજી પણ છે. પણ સાયકોલોજીકલ ફેક્ટર કામ કરી રહ્યા છે.’ નિષ્ણાતોના મતે, ડિસ્ચાર્જ આપ્યા પછી દર્દીઓને એક અઠવાડિયું ક્વોરન્ટીન થવાનું એટલા માટે જ કહેવાય છે જેથી તેઓ પુનઃ તંદુરસ્ત થઈ શકે.

શહેરના ફિઝિશિયન ડૉ. મનોજ વિઠ્ઠલાણીએ કહ્યું, ‘હાઈ પ્રોટીન અને મલ્ટી વિટામિન ડાયટ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને પ્રિસ્ક્રાઈબ કરીને આપીએ છીએ. વિટામિન D પણ ડિસ્ક્રાઈબ કરવામાં આવે છે કારણકે દર્દીઓ ઘરમાં જ રહે છે અને તેમની શારીરિક પ્રવૃત્તિ પણ ઓછી હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓ એક મહિનામાં તો સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ જાય છે. એન્ટીબોડી વિકસવામાં લગભગ 28 દિવસનો સમય લાગે છે, માટે ડિસ્ચાર્જ પછી કાળજી રાખવી જરૂરી છે.’

શહેરના જ એક ઈન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. નિરવ વિસાવદરિયાએ જણાવ્યું, “મોટાભાગના દર્દીઓમાં અશક્તિની ફરિયાદ મળી રહી છે. જે સામાન્ય છે અને દર્દીઓ તેમજ તેમના પરિવારે ચિંતિત થવાની જરૂર નથી. ઝડપથી સાજા થવા માટે માનસિક રીતે સ્વસ્થ થવું પણ જરૂરી છે. કોરોના ફરી ઉથલો મારે છે પરંતુ તેવા કેસ ઓછા છે. વાયરસ અહીં લાંબો સમય રહેશે જ એટલે આપણે તકેદારી રાખીને તેની સાથે જીવતા શીખવું પડશે.”


Source: iamgujarat.com

Related posts

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 372 નવા કેસ અને 20 મોત, કુલ 15944 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

માસ્ક પહેરીને ફરી શકે છે ગુનેગાર, પોલીસે જાહેર કરી એડવાઈઝરી, DGP બોલ્યા સીસીટીવી ચાલુ રાખો

Amreli Live

ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો

Amreli Live

કોમેડિયનને રેપની ધમકી આપનારા વડોદરાના યુવકની ધરપકડ, સોનમે ગુજરાત પોલીસને વખાણી

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો

Amreli Live

ઘરની બહાર નીકળ્યા બોલિવુડના સિતારા, મુંબઈના રસ્તાઓ પર આવી રોનક

Amreli Live

સુશાંતની યાદમાં બહેન શ્વેતાએ શેર કર્યો વિડીયો, જોઈને આંખમાં આંસુ આવી જશે

Amreli Live

જુદા જુદા દેશોની એમ્બસીને વિઝા સર્વિસ શરું કરવા વિદેશ મંત્રાલયની અપીલ

Amreli Live

‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ ગીત પર સુશાંતનો મસ્તીભર્યો ડાન્સ થયો વાયરલ

Amreli Live

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

ISROના મંગળયાને મંગળના સૌથી મોટા ચંદ્રની તસવીર લીધી

Amreli Live

શું મહારાષ્ટ્રમાં પણ થઈ રહ્યું છે ‘ઓપરેશન લોટસ’? શાહને મળ્યા બાદ ફડણવીસે કહી આ વાત

Amreli Live

આવતીકાલથી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

Amreli Live

આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 2532 કેસ નોંધાયા

Amreli Live

દુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો

Amreli Live

15 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

જૂનાગઢમાં પૂર્વ પ્રેમીએ પરિણિત પ્રેમિકાની બજારની વચ્ચે કરી હત્યા, મૃતદેહ પાસે જ બેસી રહ્યો

Amreli Live

લોકડાઉનમાં 15 લાખ પરપ્રાંતીય શ્રમિકો ગુજરાત છોડીને વતન પરત ફર્યા: સ્ટડી

Amreli Live

ચીનમાં કોરોનાના 60થી વધુ કેસ સામે આવ્યા, યુદ્ધ સ્તરે તપાસ શરુ કરાઈ

Amreli Live