26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોના મહામારી: UAEમાં ફસાયેલા 700 ગુજરાતીઓને દુબઈના વેપારીએ સ્વદેશ પરત મોકલ્યા

મેઘદૂત શેરોન, અમદાવાદ: UAEમાં રહેતા ગુજરાતી બિઝનેસમેને કોવિડ-19 મહામારી દરમિયાન ફસાયેલા 700 ગુજરાતીઓને ગુજરાત પરત ફરવામાં મદદ કરી છે. 16 વર્ષ પહેલા દુબઈમાં જઈને વસેલા ભરત જોષીના પ્રયાસ ભારત સરકારના વંદે ભારત પ્રોગ્રામના પૂરક બન્યા છે. વંદે ભારત પ્રોગ્રામ મહામારી દરમિયાન વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે શરૂ કરાયો છે. અત્યાર સુધીમાં 44 વર્ષીય ભરત જોષીએ ફસાયેલા લોકોને ગુજરાત પરત લાવવા માટે 4 ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરાવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ભરત જોષી તેમના મિત્રો કુંજન પાનસૂરિયા, ધરમદેવ ઠાકોર અને પ્રતાપ કુછડિયા સાથે મળીને યુએઈ સ્થિત ઈન્ડિયન એમ્બસીમાં વંદે ભારત ફ્લાઈટ માટે રજિસ્ટ્રેશન કરાવનારા લોકોની મદદ કરી રહ્યા છે. એક ટ્રાવેલ એજન્સીની મદદથી ભરત જોષીએ યુએઈથી અમદાવાદ માટેની ચાર ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરાવી હતી. 18 અને 23 જૂને આવેલી બે ફ્લાઈટ દ્વારા રસ અલ ખૈમાથી પ્રતિ ફ્લાઈટ 175 મુસાફરોને ગુજરાત પરત મોકલાયા હતા. જ્યારે 24 અને 25 જૂને આવેલી બંને ફ્લાઈટમાં 180-180 મુસાફરોને દુબઈથી લવાયા હતા.

ભરત જોષીએ કહ્યું, “ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર ફ્લાઈટ ચલાવી રહી છે પરંતુ હજી વધુ ફ્લાઈટ્સની જરૂર છે. વંદે ભારત ફ્લાઈટના બુકિંગ માટે સેંકડો પેસેન્જરો રાહ જોઈ રહ્યા છે. ત્યારે મદદ કરવાનો આ વિચાર મારા મનમાં ઝબક્યો.” ભરત જોષી અને તેમના મિત્રો વિવિધ એજન્સીઓ સાથે કો-ઓર્ડિનેટ કરવા પાછળ કલાકો ગાળે છે, જેથી ફસાયેલા લોકો પોતાના ઘરે પરત ફરી શકે.

ભરત જોષી કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામના મૂળ વતની છે. તેમણે જણાવ્યું કે, 3 અને 6 જુલાઈએ વધુ બે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ગુજરાતીઓને પરત મોકલાવાની વ્યવસ્થા કરી છે. ‘યુએઈમાં ફસાયેલા તમામ ભારતીયોને ઘરે મોકલવા માટે અમારે હજી 10 ફ્લાઈટની જરૂર પડશે’, તેમ ભરત જોષીએ કહ્યું. સ્પાઈસ જેટ અને ગોએરની ચાર્ટર્ડ ફ્લાઈટ પ્રતિ પેસેન્જર 900-1150 દિરહામ (આશરે 18,500થી 23,650 રૂપિયા) ભાડું વસૂલી રહી છે. ટિકિટ ભાડામાં કોવિડ ટેસ્ટનો ખર્ચ પણ આવી જાય છે. ભરત જોષીએ કહ્યું, ‘અમે બે-ત્રણ પેસેન્જરોનું ભાડું કાઢીએ છીએ, બાકીના લોકો પોતાની ટિકિટ માટે જાતે રૂપિયા ખર્ચે છે.’

યુએઈથી પરત આવેલા ગુજરાતીઓએ ભરતભાઈ અને તેમના મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. 25 જૂનની ફ્લાઈટમાં પરત આવેલા નિલમ પટેલે કહ્યું, “વંદે ભારત ફ્લાઈટની ટિકિટ મેળવવા મેં બે મહિના ખૂબ પ્રયાસ કર્યા હતા. જ્યારે ભરતભાઈ અને તેમના મિત્રોને આ વિશે જાણ થઈ ત્યારે તેમણે મારા માટે ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. ગુજરાતીઓને ઘરે પરત મોકલવા માટે તેમને અથાક પ્રયાસ કરતાં મેં જોયા છે.”

25 જૂને આવેલી ફ્લાઈટમાં પરત આવેલા નીતા થડાનીએ કહ્યું, “ભરતભાઈ અને તેમની ટીમ ખૂબ સારું કામ કરે છે. તેઓ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છે.” ભરત જોષી 2004માં દુબઈ આવ્યા હતા અને તેમણે માસિક 1150 દિરહામ (લગભગ 23000 રૂપિયા)ના પગારે નોકરી શરૂ કરી હતી.


Source: iamgujarat.com

Related posts

જે છોકરીને શહીદ કર્નલ સંતોષ બાબુની દીકરી ગણાવાઈ રહી છે તેની હકીકત જાણો

Amreli Live

લોકડાઉનમાં નોકરી ગુમાવતા ચોરીના રવાડે ચઢ્યા આ યુવાનો, થઈ ધરપકડ

Amreli Live

હ્રદયને સ્વસ્થ રાખવા માટે રોજ કરો આ 3 આસનો

Amreli Live

લુચ્ચા ચીનની દરેક ચાલ પર ભારતીય એરફોર્સની નજર, આક્રમક હુમલા માટે તૈયાર

Amreli Live

સુશાંત મામલામાં રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ, તપાસમાં સૌથી મહત્વનું છે તેનું સ્ટેટમેન્ટ

Amreli Live

તેલંગાણાના તિરૂપતિ, લોકડાઉનમાં પણ અટક્યું નહીં હજારો કરોડના ખર્ચે બનતા યદાદ્રી મંદિરનું કામ, જલ્દી જ શુભારંભની તૈયારી

Amreli Live

કોરોના: અ’વાદમાં 6 ઝોનમાં વધુ 19 સોસાયટી-પોળ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર

Amreli Live

બિહારમાં બનનારી ફિલ્મ સિટીને સુશાંત સિંહ રાજપૂતનું નામ અપાય : તેજસ્વી યાદવ

Amreli Live

ભારત-ચીન વિવાદઃ શું પીએમ મોદી પર લોકોને છે વિશ્વાસ?

Amreli Live

સોમનાથમાં દર્શન માટે હવે પાસ સિસ્ટમ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

Amreli Live

ખલીએ ગુસ્સામાં તોડી નાખ્યું લેપટોપ, વિડીયો થયો વાયરલ

Amreli Live

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન, બોલિવૂડને વધુ એક મોટો ઝટકો

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

કોરોના: લિકર પરમીટના રિન્યૂઅલ માટે હેલ્થ ચેક-અપ કરાવવા સિવિલમાં જતા ડરે છે પરમીટ ધારકો

Amreli Live

કોરોના વાયરસને હરાવવો છે તો આંબળાનું કરો નિયમિત સેવન, જાણો બીજા કયા છે તેના ફાયદા.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

Amreli Live

દેશમાં નવેમ્બરના મધ્યમાં કોરોના વાયરસના કેસમાં જોવા મળશે ઉછાળોઃ ICMR સ્ટડી

Amreli Live

સુરતઃ વર્ષો જૂની આંગડીયા પેઢીએ ₹400 કરોડનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચા, વેપારીઓમાં હડકંપ

Amreli Live

હવે તો ભગવાન પણ કોંગ્રેસની સાથે નહીં : જેપી નડ્ડા

Amreli Live

પવારની સલાહ- મંદિર નહીં, નુકસાન પર ધ્યાન આપે મોદી

Amreli Live

જુનાગઢ: કોરોનાને અટકાવવા આ સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

Amreli Live