24.9 C
Amreli
25/09/2020
bhaskar-news

કોરોના ટેસ્ટના મામલે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે, ગુજરાત કરતા ઓછા કેસ ધરાવતા રાજસ્થાન- તમિલનાડુ કરે છે વધુ ટેસ્ટ



રાજ્યના આરોગ્ય વિભાગે જ્યારથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારી છે ત્યારથી રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દરરોજ 2500થી 3 હજાર જેટલા ટેસ્ટ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ રાજ્યભરમાં 22 એપ્રિલે જાહેર કરેલા આંકડાઓના આધારે અત્યારસુધીમાં કુલ 39421 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગઇકાલે સાંજે કોરોના અંગે એક પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું હતું. જે પ્રમાણે રાજ્યમાં પ્રતિ 10 લાખે 593.66 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે દેશમાં ગુજરાત ટેસ્ટ પર મિલિયન(પ્રતિ 10 લાખે ટેસ્ટ)ના મામલે પાંચમા ક્રમે છે. બીજી તરફ તમિલનાડુ અને રાજસ્થાનમાં કેસોની સંખ્યા ગુજરાત કરતા ઓછી હોવા છતાં પણ ટેસ્ટના મામલે તે ગુજરાત કરતા આગળ છે.

ટેસ્ટ પર મિલિયનની દ્રષ્ટિએ દેશમાં પાંચમા ક્રમે ગુજરાત
આરોગ્ય વિભાગએ જારી કરેલા પ્રેઝન્ટેશન અનુસાર 22 એપ્રિલ સુધી ટેસ્ટ પર મિલિયન(પ્રતિ 10 લાખે ટેસ્ટ) પ્રમાણે સૌથી વધુ ટેસ્ટ દિલ્હીમાં કરવામાં આવ્યા છે. દિલ્હીમાં 1299.6 ટેસ્ટ કરાયા છે. ત્યારબાદ બીજા ક્રમે રાજસ્થાન આવે છે, જ્યાં 686.8 ટેસ્ટ કરવમાં આવ્યા છે. ત્રીજા ક્રમે તમિળનાડુ આવે છે, જ્યાં પ્રતિ 10 લાખે 665.37 ટેસ્ટ કરાયા છે. એવી જ રીતે આ યાદીમાં મહારાષ્ટ્ર ચોથા ક્રમે આવે છે, મહારાષ્ટ્રમાં પ્રતિ 10 લાખે 654.58 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાત પાંચમા ક્રમે છે. ગુજરાતમાં 22 એપ્રિલ સુધી પ્રતિ 10 લાખે 593.66 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજસ્થાન અને તમિલનાડુમાં ગુજરાત કરતા વધુ ટેસ્ટ કરવામાં આવે છે
ગુજરાતમાં 22 એપ્રિલ સુધી 2407 પોઝિટિવ દર્દી નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધી 39421 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે તમિળનાડુ અને રાજસ્થાન સાથે તુલના કરવામાં આવે તો બન્ને રાજ્યમાં ગુજરાત કરતા 15 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. https://www.covid19india.org/ પ્રમાણે રાજસ્થાનમાં કુલ પોઝિટિવ દર્દી 1935 છે અને અહીં અત્યારસુધીમાં 55,759(22 એપ્રિલ સુધી) ટેસ્ટ કરવામાં આવ્યા છે. એવી જ રીતે તમિળનાડુમાં કુલ પોઝિટિવ દર્દી 1629 છે અને અત્યારસુધીમાં 53,045 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ટેસ્ટ ઘટાડાયા નથીઃ જયંતિ રવિ
18 એપ્રિલથી 21 એપ્રિલ સુધી દરરોજ 3 હજાર જટેલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. 18 એપ્રિલે સવારે 2804 અને સાંજે 2646, 19 એપ્રિલે સવારે 3598 અને સાંજે 3002, 20 એપ્રિલે સવારે 3992 અને સાંજે 4212, 21 એપ્રિલે સવારે 3339 અને સાંજે 3513 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ 22 એપ્રિલે સવારે 2516 ટેસ્ટ કરવામાં આવતા. જેને લઇને પ્રશ્નો ઉઠ્યા હતા અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં ટેસ્ટ ઘટાડાશે. જે અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ખોલાસો કરતા જણાવ્યું છેકે, રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Gujarat ranks fifth in India in terms of corona test

Related posts

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

વડોદરામાં 279 દર્દીમાંથી પહેલા 34 દિવસમાં માત્ર 3 ટકા સાજા થયા પછી માત્ર 6 દિવસમાં 31 ટકા દર્દી કોરોના મુક્ત થયા

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

અત્યાર સુધી 24,774 કેસ,મૃત્યુઆંક 784: સરકાર રેપિડ ટેસ્ટ કીટથી તપાસ પર સ્ટે લગાવી શકે છે, હાલ 15 લાખ ટેસ્ટ થઈ શકે છે

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

બંગાળમાં TMC ધારાસભ્યનું સંક્રમણથી નિધન, મહારાષ્ટ્રમાં શરદ પવારના 2 સુરક્ષા અધિકારી પોઝિટિવ; દેશમાં અત્યાર સુધી 26.49 લાખ કેસ

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

કુલ 3.60 લાખ કેસઃ UPમાં એક દિવસમાં સૌથી વધારે 583 દર્દી મળ્યા, તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

આર્મી, CRPF અને પોલીસની ટીમે કુલગામ વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા

Amreli Live

નારણપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો કોરોનાગ્રસ્ત, નિર્મલ એપાર્ટમેન્ટને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવશે

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

રાજ્યમાં કુલ 79,816 પોઝિટિવ કેસમાંથી 62,567 દર્દી ડિસ્ચાર્જ અને 2802ના મોત, હાલમાં 14,435 કેસ એક્ટિવ

Amreli Live

જુલાઈમાં 4 ઝોનની સ્થિતિ, 12 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સરેરાશ દરરોજ 299 કેસ અને મધ્ય ગુજરાતમાં 7 મોત થયા

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

આજે 234 નવા કેસ સાથે કુલ 2777 પોઝિટિવ કેસ નોંધાયા, આજે 9 લોકોના મોત થતા મૃત્યુઆંક 137 એ પહોંચ્યો

Amreli Live

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live