25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છેછેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત તો ઠીક પરંતુ અમદાવાદ હવે સમગ્ર દેશમાં કોરોના કેસમાં નંબર વન બનવા જઈ રહ્યું છે. આવામાં ગુજરાત સરકાર અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો નક્કર સ્ટ્રેટેજી દ્વારા કોરોનાને કાબૂમાં કરવાને બદલે સિંગલિંગ-ડબલિંગના ગણિતમાં અટવાયેલા છે. રોજ નવું ગણિત અને નવી ફોર્મ્યુલા લાવીને આજે આટલા દિવસમાં તો કાલે આટલા નહીં તેટલા દિવસમાં અમદાવાદમાં કેસો ડબલ થશે તેવી દીવાબત્તીઓ ધરી રહ્યા છે. આ સ્થિતિમાં અમદાવાદના મ્યુનિ. કમિશનર સહિતના સત્તાધીશોનું સઘળું ધ્યાન કોરોનાના સતત વધી રહેલા કેસ પર કાબુ લેવાને બદલે માત્ર ડેટાગેમ રમવાનું હોય તેમ લાગે છે. તેઓ ગણિતજ્ઞની અદાથી રોજ ટીવી પર આગાહીઓ કરી રહ્યા છે અને ક્યારેક કહે છે કે કેસ રેટ ડબલ થશે તો ક્યારેક ઘટશે એવું પણ કહે છે. આવામાં ખુદ મ્યુનિ.એ આગામી દિવસોમાં અમદાવાદ ભારતનું 'વુહાન' બની જવાનું હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરતા અમદાવાદના લોકોમાં રીતસર ગભરાટ ફેલાયો છે. અમદાવાદવાસીઓ માને છે કે શહેરમાં કોરોનાને કાબુમાં લેવા સત્તાધીશોએ નક્કર પ્લાન સાથે અમદાવાદને કોરોનામુક્ત બનાવવો જોઈએ.

પહેલા દંડની વાતો, પછી ડબલિંગની છતાં રોજની સરેરાશ 200ને આંબી ગઈ

અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ સૌથી પહેલાં અમદાવાદમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ન થાય તે માટે વ્યાપક દંડની વાત કરી હતી. દૂધ-કરિયાણા અને શાકભાજીવાળા માસ્ક ન પહેરે, ભીડ કરે તો તેમને રૂ. 1000થી માંડીને રૂ. 5000ના દંડની જોગવાઈ કરી હતી. આ મુજબ મ્યુનિ. સત્તાવાળાઓ દંડ પણ કરતા હતા. આમ છતાં શહેરમાં સ્થિતિ કાબૂમાં ન આવી, તો મ્યુનિ.એ સ્ટ્રેટેજી બદલી અને ડબલિંગ રેટના ડેટા આપવાનું શરૂ કર્યું. મ્યુનિ. કમિશનરે ટીવી પર કહ્યું કે, રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત અમદાવાદમાં કેસનો ડબલિંગ રેટ હવે 9 દિવસનો જ્યારે એક્ટિવ કેસનો દર 10 ટકા હતો તે ઘટીને 8 ટકા થયો છે, જેને 5 ટકા સુધી લઈ જવાશે. પરંતુ સામે હકીકત એ છે કે, અમદાવાદમાં ગત 17 એપ્રિલે સારવાર હેઠળના પોઝિટિવ કેસની સંખ્યા 662 હતી તે 12 દિવસમાં એટલે કે, 30 એપ્રિલે 2517 થઈ ગઈ છે. બીજું કે આટઆટલી વાતો વચ્ચે અમદાવાદમાં રોજના સરેરાશ 200થી વધુ પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે.

અમદાવાદમાં 600 કેસ હતા ત્યારે રોજના ટેસ્ટ 3000, 2300 કેસે પણ ટેસ્ટ તો એટલા જ

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બુધવારે 234 નવા કેસો નોંધાયા હતા અને 9નાં મોત થયા હતા. જયારે 51 દર્દીને રજા અપાઈ હતી. હાલ કુલ એક્ટિવ કેસો 2517 છે અને 28 વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 2489 સ્ટેબલ છે અને 313ને રજા અપાઈ છે. રસપ્રદ વાત એ છે કે 17 એપ્રિલે અમદાવાદમાં 662 પોઝિટિવ કેસ સારવાર હેઠળ હતા ત્યારે પણ રોજના સરેરાશ 3000 લોકોના જ ટેસ્ટ થતા હતા અને હવે જ્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 2500ને પાર કરી ગયો છે ત્યારે પણ રોજના 3000 લોકોના જ ટેસ્ટ થઈ રહ્યા છે. એકતરફ આપણા મ્યુનિ. સત્તાધીશો અમેરિકા અને સ્પેનના રોજના આંકડા આપણને દેખાડે છે કે ત્યાં રોજ 20 હજાર નવા કેસ ઉમેરાય છે, પણ અહીં તો રોજના ટેસ્ટ જ 3000 લોકોના થતા હોય તો સાચો આંકડો ક્યાંથી બહાર આવે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


AMCની ટીમ સાથે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા

Related posts

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

PMએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી, કહ્યું-લદ્દાખમાં જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું તેમને મારા નમન

Amreli Live

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

પ્રથમવાર એક દિવસમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર, પરંતુ સારા સમાચાર એ છે કે 24 કલાકમાં રેકોર્ડ 37,125 દર્દી સાજા પણ થયા

Amreli Live

નાગરવાડાના લોકોને દિવસ-રાત કોરોનાનો ચેપ લાગવાનો ડર લાગ્યા કરે છે, ઘરની બહાર ન નીકળતા રહીશો કહે છે કે, ‘જાન હૈ તો જહાન હૈ’

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળી ગયું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

મંદિર સ્ટાફમાં 14 પૂજારી સહિત 140 કોરોના પોઝિટિવ, ટ્રસ્ટ પર મંદિર ફરીથી બંધ કરવાનું દબાણ

Amreli Live

મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ 3752 કેસ નોંધાયા, દેશમાં અત્યારસુધી 3.77 લાખ કેસ

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

Amreli Live

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝા

Amreli Live