30.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

કોરોના: અમદાવાદના જાણીતા જ્યોતિષની આગાહી ખોટી પડી, પોતાને જ લાગ્યો ચેપ!

મૌલિક પાઠક, અમદાવાદઃ દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતું નામ છે તેવા એક ટોચના વયોવૃદ્ધ જ્યોતિષાચાર્ય હાલ થોડા દિવસથી અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે તેમના દીકરાએ જણાવ્યું કે તેમને ન્યુમોનિયા અને બ્રેઇન હાઈપોક્સિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના પોઝિટિવ લિસ્ટ મુજબ એશિયામાં જેમની જ્યોતિષને લગતી કોલમને સૌથી વધુ વાંચવામાં આવે છે તેવા આ 90 વર્ષના વયોવૃદ્ધ જ્યોતિષાચાર્યનો 22 મેના રોજ કોરોના કેસ પોઝિટિવ આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે પરિવાર આ દાવાને નકારી રહ્યો છે.

તેમના દીકરાએ કહ્યું કે, ‘મારા પિતાને ન્યુમોનિયા થયો છે અને હાલ ડોક્ટર તેમના મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે સારવાર કરી રહ્યા છે. તેમને કોરોના થયો છે તેવા દરેક દાવાને હું નકારી રહ્યો છું.’

હાર્પર કોલિન્સ દ્વારા પબ્લિશ્ડ કરવામાં આવેલ ‘ધ મિલેનિયમ બુક ઓફ પ્રોફેસી’ અનુસાર છેલ્લા 1000 વર્ષમાં દુનિયાભરમાં થયેલા જ્યોતિષાચાર્યો પૈકી જેમનું નામ ટોચના 100 જ્યોતિષાચાર્યોમાં ગણાય છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકર જેવા દરેક સેલેબ્રિટી અંગે જેમણે સાચી પડેલી આગાહીઓ કરી છે.

જ્યારે આ અંગે તમામ બાબતોથી અવગત કેટલાક સૂત્રોએ જણાવ્યું છે કે અમદાવાદના બહારની તરફ આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સ્પેશિયલ કોવિડ-19 વોર્ડમાં આ જ્યોતિષાચાર્યને દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે મહત્વનું છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પોસ્ટ કરવામાં આવેલ એક ઓનલાઈન વીડિયોમાં આ જ્યોતિષાચાર્યને આગાહી કરી હતી કે કોરોના મહામારીનું સંકટ ફક્ત મે મહિના સુધી જ રહેશે. ત્યારબાદ 21 મે પછી આ બીમારી પોતાની જાતે જ ચાલી જશે. સૂત્રો મુજબ આ જ્યોતિષાચાર્યને ગત વર્ષે બ્રેઈન સ્ટ્રોકના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી તેઓ રિકવર થઈ ગયા હતા.


Source: iamgujarat.com

Related posts

ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ અને 31 મોત, કુલ 25,658 દર્દીઓ

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

અમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈ?

Amreli Live

કેમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે કોરોના?

Amreli Live

માસ્ક પહેરીને ફરી શકે છે ગુનેગાર, પોલીસે જાહેર કરી એડવાઈઝરી, DGP બોલ્યા સીસીટીવી ચાલુ રાખો

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

બોટિંગ માટે ગયેલી હોલિવૂડ એક્ટ્રેસ ગુમ, બોટ પરથી 4 વર્ષનો દીકરો એકલા મળ્યો

Amreli Live

Moratorium Period: છ મહિનાનું વ્યાજ લેવા અંગે SBIએ સુપ્રીમમાં આપ્યો આવો જવાબ

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

બાબુ શેખ કસ્ટોડિયલ ડેથ કેસઃ FIR નોંધાયા બાદ 6 આરોપી પોલીસકર્મીઓ ગુમ

Amreli Live

રાજ્યની ત્રણ દીવાદાંડીઓને ‘ટુરિસ્ટ હોટસ્પોટ’ તરીકે કરાશે વિકસિત

Amreli Live

ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર કોરોનાના લક્ષણો સાથે સિવિલમાં દાખલ

Amreli Live

સુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહ

Amreli Live

સુરતઃ દબંગ મહિલા પોલીસ સુનિતા યાદવે સામે આવીને કહ્યું, મારા જીવને જોખમ

Amreli Live

પ્રેગ્નન્સીમાં એનીમિયાથી માતા અને ગર્ભ પર રહે છે સંકટ, બચવા માટે આટલું કરો

Amreli Live

IPLના ઈતિહાસમાં સૌથી વધારે કેચ પકડનારો ખેલાડી કોણ છે?

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

પ્રતિબંધીત ચીની એપ્લિકેશનને સરકારની ચેતવણી, આદેશ ન માન્યો તો…

Amreli Live

કોરોનાથી રાહત: અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ 37 ટકાનો ઘટાડો

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

માતાના મોતથી બાળકો ડિપ્રેશનમાં સરી પડ્યાં, ત્રણે ભાઈ-બહેને કરી આત્મહત્યા

Amreli Live