27 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા જણાવનાર વ્હિસલબ્લોઅર ડોક્ટરની પત્નીએ આપ્યો બાળકને જન્મ

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા ચેતવી

ચીનના વુહાનમાં આંખના ડૉક્ટર તરીકે કામ કરતા અને દુનિયા સમક્ષ કોરોના વાયરસની ગંભીરતાને પહેલીવાર સામે લાવનાર 34 વર્ષીય વ્હિસલબ્લોઅર ડો. વેનલિઆંગ પોતે પણ ફેબ્રુઆરીમાં કોરોનાનો ભોગ બન્યા હતા. જોકે હવે તેમના વિધવા પત્નીને બાળકનો જન્મ થયો છે. તેમના પત્ની ફુ શુજી ગર્ભવતી હતી. આ દીકરો તેમનું બીજું સંતાન છે. દીકરાને જન્મ આપ્યા પછી આ ડૉક્ટર પત્નીએ ચીનની મેસેજિંગ એપ વી ચેટ પર આ દીકરાને તેમના સદગત પતિની ફાઈનલ ગિફ્ટ ગણાવી હતી. સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં ફુ શુજીએ કહ્યું કે પોતે ગર્ભવતી હતી ત્યારે જ પતિનું અવસાન થતાં એની તબિયત પણ લથડી હતી અને તેને થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવી પડી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ડિસેમ્બરમાં જ વુહાન હોસ્પિટલના આ ડોક્ટરે કહ્યું હતું…

મહત્વનું છે કે ગત ડિસેમ્બરમાં જ ડો. વેનલિઆંગે કોરોના અંગે ચીન અને દુનિયાને સૌથી પહેલા ચેતવણી આપી હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં ડો. લીએ પોતે જે હોસ્પિટલમાં કામ કરતા હતા તેમાં દાખલ થયેલા એક દર્દીનો રિપોર્ટ ચેક કર્યો અને જેમાં તેમને કોઈ તદ્દન અજાણ્યા રોગની હાજરી જોઈ. તરત જ તેમણે આ બાબતે પોતાાના સોશિયલ મીડિયા એકાઉન્ટના એક પ્રાઈવેટ ગ્રૂપમાં સાત મિત્રોને આ માહિતી શૅર કરી. તેમણે લખ્યું કે આ નવો અજાણ્યો રોગ SARS જેવો ભીષણ હોઈ શકે છે. તેમણે ચેતવ્યા હતા કે આ રોગના દર્દીને પ્રોટેક્ટિવ ગિયર પહેર્યાં પછી જ તપાસવા જોઈએ.

ચીની સરકારુનું ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવું વલણ

જોકે તેમની આ પોસ્ટ વાયરલ થતા ચીનની સરકારે વાતને ગંભીરતાથી લઈને તેના પર અમલ કરવાને બદલે તેમણે તે ડોક્ટરની જ ધરપકડ કરી લીધી. ચીની સરકારે લી વેનલિઆંગ પર અફવા ફેલાવવા, લોકોમાં પેનિક ફેલાવવા અને દેશ સામે કાવતરું ઘડવા જેવા ગંભીર આરોપો લગાવ્યા. જોકે આગળ જતા ખુદ વેનલિઆંગને જ કોરોનાવાયરસનો ચેપ લાગ્યો અને આ સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો. 7 ફેબ્રુઆરીએ તેમનું મોત થતા તેના ઘરે પ્રત્યાઘાત પડ્યા અને ચીનમાં સરકારના વલણ સામે ખૂબ મોટો વિરોધ ઉપડ્યો. લી વેનલિઆંગના મૃત્યુએ ચીનના લોકોમાં જબરદસ્ત રોષ પેદા કર્યો. ચાઈનીઝ સોશિયલ મીડિયા સાઈટ્સ વેઈબો અને વી ચેટ પર લોકોએ ચીની સત્તાધીશો પર ટીકાનો વરસાદ કરેલો. આ ટીકાઓથી ચીની છંછેડાયેલી ચીની સરકારે ટીકાઓને સેન્સર કરવા માંડેલી અને તે તમામ કમેન્ટ્સને ઓફલાઈન કરી નાખેલી.

પાછળથી લોકોનો રોષ જોઈ ભીનું સંકેલ્યું

જોકે લોકોનો મૂડ પારખીને ચીની સત્તાધીશોએ ભીનું સંકેલવા માંડ્યું. ચીનની સત્તાધિશ કોમ્યુનિસ્ટ પાર્ટીની ટોચની ડિસિપ્લિનરી બોડીએ પણ કહ્યું કે વુહાન પોલીસે ડૉક્ટરને સજા કરીને તદ્દન ખોટું કરેલું. ચીની સરકારે લી વેનલિઆંગના પરિવારની સત્તાવાર માફી પણ માગી અને લી વેનલિઆંગને સરકારે શહીદનો દરજ્જો પણ આપ્યો હતો. જેથી હવે ચીની સરકારના હીરોઝ એન્ડ માર્ટર્સ પ્રોટેક્શન લૉ પ્રમાણે ચીનમાં લી વેનલિઆંગની ટીકા કરવા બદલ ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

પત્નીનો સ્વર્ગસ્થ પતિને સંદેશ વાંચી લોકોની આંખ ભીની

આ બાજુ પોતાના બીજા દીકરાના જન્મ બાદ તેમની પત્ની ફુ શુજીએ લખ્યું કે, પ્રિય હસબંડ, તમે સ્વર્ગમાંથી આ જોઈ શકો છો? તમે આજે મને આ છેલ્લી ગિફ્ટ આપી છે. હું સ્વાભાવિક રીતે જ તેને પ્રેમ કરીશ, તેનું રક્ષણ કરીશ. પરિવારજનોએ તેમના મોટા દીકરાથી ડો. વેનલિઆંગના મોતની વાત છુપાવી હતી. તેને એવું જ કહેલું કે, પપ્પા વિદેશ ગયા છે. અત્યારે સ્વર્ગસ્થ લી વેનલિઆંગ અને તેમની પત્ની ફુ શુજીના નવજાત દીકરાની તસવીર ચાઈનીઝ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે અને લોકો તેના પર આશીર્વાદ અને શુભકામનાઓનો વરસાદ કરી રહ્યા છે.


Source: iamgujarat.com

Related posts

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

OnePlusએ લૉન્ચ કરી સ્માર્ટ ટીવીની નવી રેન્જ, શરૂઆતી કિંમત ફક્ત 12,999

Amreli Live

10 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

વરસાદ, પૂર અને ભૂકંપ, ચીન પર ઉતર્યો કુદરતનો પારાવાર પ્રકોપ

Amreli Live

રથયાત્રા ભલે ના નીકળે, પરંતુ જગન્નાથ મંદિરને કરાયો અદભૂત શણગાર

Amreli Live

મંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો

Amreli Live

મુંબઈના મરીન ડ્રાઈવ પર જઈને આ એક્ટ્રેસે એકલા સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડે

Amreli Live

એબી ડિ વિલિયર્સના ફેન્સ માટે ખુશખબર, ક્રિકેટમાં કરી શકે છે કમબેક

Amreli Live

ભારતમાં 24 કલાકમાં કોરોનાના વધુ 24,000+ કેસ નોંધાયા, 608 લોકોનો જીવ ગયો

Amreli Live

દેશમાં નવા રેકોર્ડ સાથે 17,000થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 400થી વધુનાં મૃત્યુ

Amreli Live

બારડોલીમાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો: પ્રેમીનું મોત, પ્રેમિકા બચી ગઈ

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

લોકડાઉન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Amreli Live

કોરોના: સાજા થયા પછી પણ દર્દીઓમાં અશક્તિની ફરિયાદ, ડૉક્ટરોના મતે આ વાતનું ધ્યાન રાખવું

Amreli Live

ચીનની મદદથી ભારતને ફસાવવા ઈચ્છતું હતું પાકિસ્તાન, અમેરિકાએ પ્લાન ફેલ કરી દીધો

Amreli Live

IPLના ઈતિહાસમાં સૌથી વધારે કેચ પકડનારો ખેલાડી કોણ છે?

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા, 68% પશ્ચિમ ભાગના

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

અમદાવાદ-સુરતમાંથી દેશનું પહેલું નકલી ટોસિલિઝુમેબ દવા બનાવીને વેચવાનું કૌભાંડ પકડાયું

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

કોરોના દર્દી પાસેથી 7 કિમીની રાઈડ માટે એમ્બુલન્સે ચાર્જ કરી આટલી મોટી કિંમત

Amreli Live