24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયાકોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે કોરોનાના વધુ 94 કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે. આ સાથે શહેરમાં કોરોનાાન કુલ 1595 દર્દી થયા છે અને મૃત્યુઆંક 63 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસનો ભોગ બનેલા શહેરના 7 પોલીસકર્મીઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. 35 જેટલા પોલીસકર્મીઓને કોરોના વાઇરસનો ચેપ લાગતા તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે 7 જેટલા પોલીસકર્મીઓ કોરોના વાઇરસથી સ્વસ્થ થતાં તેમને રજા આપી દેવાઈ છે. બીજા પોલીસકર્મીઓની તબિયત સારી છે માત્ર બે દર્દીઓને જ શરદી ખાંસીની તકલીફ છે.

જે પોલીસકર્મીઓને રજા આપવામાં આવી છે. તેમાં 4 ટ્રાફિક પોલીસના કર્મચારીઓ છે અને એક ખાડીયા, ખોખરા અને રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને રજા આપવામાં આવી છે.

23 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

ક્લસ્ટર ક્વોરન્ટીન મુક્ત થયેલા વિસ્તારની યાદી

ક્લસ્ટર ક્વોરન્ટીન મુક્ત થયેલા લોકોએ સાથ આપ્યો અને તેમને કોરોના ન થયોઃ મ્યુ.કમિ

કોરોના અંગેની અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, આજે 29 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેરમાં 101 દર્દી સાજા થયા છે. જ્યારે7 ક્લસ્ટર ક્વોરન્ટીન ખોલવામાં આવ્યા છે. આ ક્લસ્ટર ક્વોરન્ટીનમાં 2000 હજાથી વધુ ઘરોમાં10 હજારથી વધુ વસતિ રહેતી હતી. આમ હવે તેમને ક્વોરન્ટીમાંથી મુક્ત કર્યાં છે. આ લોકોએ અમને 15 દિવસ સુધી સાથ સહકાર આપ્યો અને તેમને કોરોના ના થયો.

અત્યાર સુધીમાં અમદાવાદમાં 17390નું ટેસ્ટિંગ કર્યું

કોર્પોરેશને સામેથી દર્દીઓ શોધવા માટે 14794 સેમ્પલ લીધા હતા. જેમાંથી 1016 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે સામેથી આવેલા વ્યક્તિઓના 2596 સેમ્પલ લીધા હતા જેમાંથી 461 પોઝિટિવ કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 17390નું ટેસ્ટિંગ કર્યું છે અને ભારતભરના રાજ્યો કરતા પાંચગણા, ચાર ગણા અને 10 ગણા ટેસ્ટિંગ કર્યાં છે તેમજ દુનિયાના વિકસિત દેશો સાથે આવી ગયા છીએ.

મારી સામે ફરિયાદ કરો અને બંધૂક પણ લઈનેઆવો પણ જનતા માટે કામ કરીશુંઃ નેહરા

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે,નાની વાતને મોટું સ્વરૂપ આપવું અને વીડિયો બનાવવો ખોટું છે. તંત્રની ઉણપ બહાર ન આવે તે જરૂરી છે. તમે મારી સામે ફરિયાદ કરો અને બંધૂક પણ લઈનેઆવો. અમે નક્કી કર્યું છે જનતા માટે જે કામ કરવું પડશે તે કરીશું અને વિરોધથી ડરવાના નથી. હોટેલમાં કોવિડ સેન્ટર કરવાથી તમને ચેપ લાગવાનો નથી.આમ પણ આ ચેપીરોગ હોવાથી ભવિષ્યમાં તમને પણ ચેપ લાગે ત્યારે તમને જ આ સેન્ટર કામ લાગશે. મારે સારી હોસ્પિટલ જોઈએ છે પણ મારી ઘર પાસેનહીં, મારે સારી શાકમાર્કેટ જોઈએ પણ મારા ઘર પાસે નહીં, આવી માનસિકતા સંપૂર્ણપણે સ્વાર્થી માનસિકતા છે. દરેક બાબતમાં કાયદાનો ઉપયોગ કરી શકાયનહીં.

3000શિક્ષકો દ્વારાડેટા એકઠા એકત્રિત કરવાની કામગીરી

વિજય નેહરાએ વધુમાં કહ્યું તમામ અમદાવાદીઓ હાલ સહકાર આપી રહ્યા છે પણ આવી ઘટનાઓથી કામગીરીમાં વિક્ષેપ પડી શકે છે. આપણે મળીને આ લડાઈ લડવાની છે.સ્કૂલ બોર્ડ અને કોર્પોરેશનના 3000 થી વધુ શિક્ષકો દ્વારા જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે અને ડેટા એકઠા કરવામાં આવી રહ્યાં છે. આપણે સિનિયર સિટિઝનની ખાસ કાળજી લેવી પડશે.

24 એપ્રિલ સુધી કરફ્યુ હોવાથી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે નહીં

શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બફર ઝોનમાં કલસ્ટર ક્વોરન્ટીન રહેલા લોકોનો 14 દિવસનો પિરિયડ પૂરો થતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 7 સ્થળોએકરાયેલા ક્લસ્ટર ક્વોરેન્ટીનલોકોને ક્વોરન્ટીનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.દરેક વિસ્તારમાં 2 એમ કુલ 14 આરોગ્યની ટીમે તપાસ કર્યા બાદ તમામને ક્વોરન્ટીન મુક્ત જાહેર કર્યાં છે. જો કે આ બફર ઝોનમાં આવતીકાલ 24 એપ્રિલ સુધી કરફ્યુ હોવાથી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે નહીં. આજે સાંજે કરફ્યુમાં વધારો કરશે કે કેટલાક સમયમાં છુટછાટ સરકાર દ્વારા આપવામા આવશે તેની જાહેરાત મોડી સાંજે કરવામાં આવી શકે છે.

સાણંદ તાલુકાના બે દર્દી સહિત અમદાવાદ જિલ્લામાંથી5 દર્દીને રજા આપી

જ્યારે અમદાવાદ જિલ્લામાં આજે પાંચ દર્દીઓને રજા અપાઈ છે, તેમાં સાણંદ તાલુકાના બે, બાવળા તાલુકાના એક, દસ્ક્રોઇ તાલુકાના એક અને માંડલ તાલુકાના એક એમ મળી કુલ પાંચ દર્દીઓ નો સમાવેશ થાય છે.

AMCના વધુ એક અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં હવે કોરોનાનો ચેપ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પણ લાગી રહ્યો છે. અત્યાર સુધીમાં 20થી વધુ ડોકટરો અને કર્મચારીઓ ભોગ બન્યા છે. ત્યારે વધુ એક અધિકારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતામધ્ય ઝોનના આસિસ્ટન્ટ TDOને કોરોના પોઝિટિવ આવતાં મોડી રાત્રે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. અધિકારી કોટ વિસ્તારમાં, કાલુપુર શાકમાર્કેટ ખસેડવું, રિવરફ્રન્ટમાં વ્યવસ્થા કરવા જેવી મહત્વની કામગીરી તેમણે સંભાળી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પોલીસ કમિશનર આશિષ ભાટિયા


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા


Corona Ahmedabad LIVE 23 april positive cases crossed 1500

Related posts

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

8.73 લાખ કેસઃ UPની યુનિવર્સિટીમાં 4 ઓગસ્ટથી ઓનલાઈન ક્લાસિસ, 15 સપ્ટેમ્બર UG અને 31 ઓક્ટોબર સુધી PGમાં પ્રવેશ

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

સંકટમાં ફસાયેલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રિઝર્વ બેન્ક રૂ. 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધા આપશે

Amreli Live

વિશ્વભરમાં 148 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, તેમાંથી 17 ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં, ભારતમાં પણ 14 વેક્સીન પર કામ ચાલુ

Amreli Live

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોવિડ-19ની દવાઓ અને ઉપકરણોની આયાતનું હબ બન્યું

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન-અનલોકના 100 દિવસઃ કોરોનાના કેસ 30 હજારને પાર, 1772 દર્દીના મોત

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 250 લોકો પોઝિટિવ, 20 લોકોનાં મોત, ગોતા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

Amreli Live

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુની જાહેરાત

Amreli Live

મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત, ગુજરાતની ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

23 પોલીસ કર્મચારીને કોરોના થયો, ફરજ પરના પોલીસ કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છેઃ DGP

Amreli Live