25.9 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાનો આશ્ચર્યચકિત કરતો કિસ્સો: ત્રણ નવજાત બાળકો પોઝિટિવ પરંતુ માતા-પિતા નેગેટિવ

મેક્સિકોમાં કોરોના વાયરસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ટ્રિપ્લેટ્સ એટલે કે એકસાથે જન્મેલા ત્રણ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જો કે, આશ્ચર્યની વાત તો એ છે કે, બાળકોના માતા-પિતા કોરોના નેગેટિવ છે. આ કિસ્સા ડૉક્ટરોને પણ અચંબિત કર્યા છે અને ત્યાંના સ્વાસ્થ્ય અધિકારીઓએ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આવું કયા કારણે થયું હોઈ શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સ્વાસ્થ્ય અધિકારીઓનું માનીએ તો, તેમણે આવો કિસ્સો પહેલા જોયો નથી કે સાંભળ્યો નથી. આ ટ્રિપ્લેટમાં એક છોકરી અને બે છોકરાઓ છે. સાડા સાત મહિને જન્મેલા આ ત્રણેય બાળકોનો સાન લુઈસ પોટોસીમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે, શરૂઆતમાં લાગ્યું કે બાળકોની માતા કોરોનાની અસિમ્પ્ટોમેટિક દર્દી હશે અને તેના દ્વારા બાળકોને ચેપ લાગ્યો હશે. જેથી બાળકોનો રિપોર્ટ આવ્યા પછી માતા-પિતાનો પણ ટેસ્ટ કરાવ્યો પરંતુ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

સ્વાસ્થ્ય સચિવ મોનિકા રંગેલે પ્રેસ કોન્ફરંસમાં કહ્યું, “બાળકોના માતા-પિતાના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. અમે આ કેસ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છીએ. અમે નિષ્ણાત ટીમને આ અંગે તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.” આ બાળકોની સંભાળ રાખતાં ડૉક્ટરોએ જણાવ્યું, “ત્રણેય બાળકોનો જન્મ 17 જૂને થયો હતો. ત્રણમાંથી બે એકદમ સ્વસ્થ હતા અને કોરોનાના કોઈ લક્ષણ નહોતા. જ્યારે ત્રીજા બાળકમાં ન્યૂમોનિયા જેવા લક્ષણ હતા. પરંતુ હવે તેની તબિયત પણ સારી છે.”

હાલ તો આ ત્રણેય બાળકોને ડૉક્ટરોના ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલમાં જ રાખવામાં આવશે તેમ સ્વાસ્થ્ય સચિવે કહ્યું. જણાવી દઈએ કે, મેકિસકોમાં કોરોના વાયરસના 1,90,00 કેસ નોંધાયા છે અને કુલ 23,377 લોકોના મોત થયા છે.


Source: iamgujarat.com

Related posts

છ મહિનામાં શેરબજારે રડાવ્યા, પણ સોનાએ તગડી કમાણી કરી આપી

Amreli Live

અમરેલીઃ રિક્ષાચાલકે જ બાળકી પર રેપ કર્યાનો ખુલાસો, DNA રિપોર્ટના આધારે ચાર્જશીટ દાખલ

Amreli Live

સોનુ નિગમે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવી શકે છે આપઘાતની ખબર’

Amreli Live

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ, કુલ દર્દીઓનો આંકડો 19,386 પર પહોંચ્યો

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

31 મે જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી જ મળશે સફળતા

Amreli Live

Video: જ્યારે સુશાંત સિંહ રાજપૂતે ભારતીય સૈનિકોને પોતાના હાથે પીરસ્યું હતું ભોજન

Amreli Live

બિગ બી અને અભિષેક બાદ ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ

Amreli Live

ડ્રેગનને ઘેરવાની તૈયારી, ઈ-કોમર્સ વેબસાઈટ પર પ્રોડક્ટ ક્યા દેશની છે લખો CAITની માગ

Amreli Live

ડિપ્રેશન અને કામના અભાવે આ એક્ટરે મનોરંજન ઈન્ડસ્ટ્રીને કહ્યા રામ રામ, પોતાના ઘરે ઈંદોર પરત ફર્યો

Amreli Live

કોરોનાઃ મુંબઈથી દૂર પોતાના ગામમાં ખેતી કામ કરી રહ્યો છે આ એક્ટર, શેર કર્યો વિડીયો

Amreli Live

ખતરો કે ખિલાડી 10: ટાસ્ક દરમિયાન એક્ટ્રેસની આંખમાં થઈ ઈજા, શેર કર્યો દર્દનાક ફોટો

Amreli Live

25 જૂનનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

DGP શિવાનંદ ઝાને વધુ એક્સ્ટેન્શન નહીં, સરકારે મોકલ્યા ત્રણ IPSના નામ

Amreli Live

અ’વાદઃ ફેરવેલ પાર્ટીમાં PI સહિતના પોલીસકર્મીઓ માસ્ક વગર આવ્યા, તપાસના આદેશ અપાયા

Amreli Live

શાકાહારી બની શિલ્પા શેટ્ટી, કહ્યું ‘મારા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું’

Amreli Live

કોરોના સંક્રમિત ભાઈને મોહિના કુમારીએ આપી હતી આ સલાહ, સાજા થવામાં મળી મદદ

Amreli Live

અમરેલી જિલ્લાનાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથેની મિટિંગમાં 50% કારીગરો સાથે…

Amreli Live

ભારતમાં કોરોના નહીં પણ ટીબી જ હજુ સૌથી વધુ ઘાતક, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ

Amreli Live

સુરતમાં કોરોના વિસ્ફોટ: સતત બીજા દિવસે 100થી વધુ કેસ અને 4 દર્દીઓના મોત

Amreli Live

કોરોના પ્રાણીમાંથી માણસમાં કઈ રીતે આવ્યો? વૈજ્ઞાનિકોને મળી મહત્વની કડી

Amreli Live