25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાને હરાવીને સ્વસ્થ થયા 93 વર્ષના વૃદ્ધા, છતાંય પરિવારે ઘરે લઈ જવાની પાડી દીધી ના

અમૃતા દિદ્યાળા, હૈદરાબાદઃ કોરોના વાયરસના આ કપરા સમયમાં ડરવાના બદલે એકબીજાની પડખે ઊભા રહેવાની અને એકબીજાની મદદ કરવાની જરૂર છે, આ વાત અત્યારસુધીમાં સરકાર અને સેલેબ્સ કેટલીયવાર કહી ચૂક્યા છે. તેમ છતાં કેટલાક લોકો સમજવા તૈયાર નથી. શરૂઆતમાં અમુક લોકો કોરોનાની સારવાર કરાવીને પરત આવેલા પાડોશીઓ સાથે પણ ખરાબ વર્તન કરતા હતા. તેમની સાથે વાતચીત કરવાનું તો દૂર….સોસાયટીમાં તેમને પ્રવેશ આપવાનો પણ ઈનકાર કરી દેતા હતા. પરંતુ જ્યારે કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલી વ્યક્તિને તેમના પરિવારજનો જ સ્વીકારવાની ના પાડી ત્યારે?

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

હૈદરાબાદમાં રહેતા અને ગાંધી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈને સ્વસ્થ થયેલા 93 વર્ષના વૃદ્ધા સાથે પણ કંઈક આવું જ થયું છે. તેમનો વધુ એક રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમના પરિવારજનોએ તેમને ઘરે લઈ જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે, તેમની તબિયત સ્થિર છે અને હવે તેમને હોમ ક્વોરન્ટિન થવાની જરૂર છે. પરંતુ પરિવારનું કહેવું છે કે, હોસ્પિટલે હજુ તેમનો ટેસ્ટ કરવો જોઈએ અને તેઓ સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા છે તેની ખાતરી કરવી જોઈએ. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક દીકરો અને બે પૌત્ર સહિત વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

વૃદ્ધાના દીકરાનું ગયા અઠવાડિયે મોત થયું હતું જ્યારે તેમના બંને પૌત્ર હાલ હોમ ક્વોરન્ટિન છે.

ગાંધી હોસ્પિટલના સત્તાધીશોએ સોમવારે દિવસ દરમિયાન તેમને ઘરે લઈ જવા માટે પરિવારને ફોન કર્યો હતો. પરંતુ અમેરિકામાં રહેતી વૃદ્ધાની પૌત્રીએ હોસ્પિટલના સત્તાધીશોને થોડા દિવસ સુધી તેમને ત્યાં જ રાખવાની વિનંતી કરી હતી. અને તેઓ સંમત પણ થયા હતા.

‘અમે હૈદરાબાદની અન્ય હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ખૂબ મોંઘી હતી. તેમની હાલત સ્થિર છે, પરંતુ હોસ્પિટલે વધુ એક ટેસ્ટ કર્યો નહીં. જેના કારણે તેમને અન્ય સંબંધીના ઘરે રાખવા પર મુશ્કેલ છે’, તેમ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે ટેલિફોન પર વાતચીત કરતાં વૃદ્ધાની પૌત્રીએ કહ્યું.

‘મેં વારંવાર વિનંતી કર્યા બાદ હોસ્પિટલના સત્તાધીશો હજુ થોડા દિવસ તેમને ત્યાં રાખવા માટે સમંત થયા છે’, તેમ તેણે કહ્યું.

તેલંગાણામાં રિકવર થયેલા દર્દીઓના ફરીથી ટેસ્ટ થતાં નથી, પરંતુ તેમને વધુ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટિનમાં રહેવાનું કહેવામાં આવે છે.

ગાંધી હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું કે, પરિવારજનો દર્દીઓને ઘરે લઈ જવા માટે તૈયાર ન થતાં હોવાથી તેમને પણ મુશ્કેલી પડી રહી છે.

અહીંયા અઠવાડિયા પહેલા પણ કંઈક આવો જ કિસ્સો બન્યો હતો જેમાં જ્યાં સુધી હોસ્પિટલ નેગેટિવ રિપોર્ટ ન દેખાડે ત્યાં સુધી 85 વર્ષના વૃદ્ધ વ્યક્તિને તેમના પરિવારે ઘરે લઈ જવાની ના પાડી દીધી હતી.

‘પરિવારના સભ્યો અને દર્દીઓ બંને સંમત થાય પછી જ અમે સ્થિર અને હોમ ક્વોરન્ટિન માટે ફિટ દર્દીઓને ડિસ્ચાર્જ કરીએ છીએ’, તેમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

‘6-7 કેસમાં તો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી પરિવારે દર્દીને સ્વીકારવાની ના પાડી હતી’, તેમ અધિકારીએ ઉમેર્યું.

જે પરિવારમાં દર્દીને અલગ રાખવા માટે રૂમ નથી તેવા કિસ્સાઓમાં સરકાર વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી રહી છે. ‘અમે હાલમાં જ આવા 62 દર્દીઓને નેચર કેર હોસ્પિટલમાં ખસેડ્યા છે’, તેમ ગાંધી હોસ્પિટલના ડો. પ્રભાકર રાવે જણાવ્યું.

‘જેઓ પોતાના જ ઘરે ક્વોરન્ટિન થવા ઈચ્છતાં નથી તેવા દર્દીઓ સહિત આવા દર્દીઓને અમે ઘરે મોકલવાના બદલે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ’, તેમ ડો.રાવે ઉમેર્યું.


Source: iamgujarat.com

Related posts

પાકિસ્તાની ક્રિકેટરનો ચોંકાવનારો દાવો, ફિક્સિંગ ન કરી એટલે કરિયર ખતમ થઈ ગયું!

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કરિશ્મા કપૂરની 46મી બર્થ ડે પર કરિનાએ કહી ખાસ વાત, રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભકામના

Amreli Live

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં ત્રીજી દવાને આપવામાં આવી છે મંજૂરી

Amreli Live

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

Amreli Live

દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

Amreli Live

કોરોનાની વધુ એક દવાને ભારતમાં મંજૂરી, ‘ગેમચેન્જર’ સાબિત થવાનો દાવો

Amreli Live

વજન ઉતારવા માગો છો? તો 5 વસ્તુ શેકીને ખાવ અને પછી જુઓ કમાલ

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

સુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહ

Amreli Live

કોરોનાનો વધતો કહેરઃ દેશમાં સતત બીજા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા, 324નાં મોત

Amreli Live

CBSEના પગલે ગુજરાત બોર્ડ પણ ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરી શકે છે જાહેર

Amreli Live

26 જૂન જન્મદિવસ રાશિફળ: ગુરુવારે આ ઉપાયથી ઘરમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર

Amreli Live

જમ્મુ કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ, હથિયાર-દારુગોળો જપ્ત

Amreli Live

અમરેલીઃ રિક્ષાચાલકે જ બાળકી પર રેપ કર્યાનો ખુલાસો, DNA રિપોર્ટના આધારે ચાર્જશીટ દાખલ

Amreli Live

‘ચલ જીવી લઈએ’ની એક્ટ્રેસ આરોહીએ જણાવ્યો અનુભવ, કહ્યું-સંઘર્ષ કરવો પડે છે

Amreli Live

શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે આ હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ

Amreli Live

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live

બ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

Amreli Live