26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

કોરોનાને હંફાવી 24 કલાકમાં ત્રીજો દર્દી ઘરે પહોંચ્યો, ફતેપુરાની ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ શંકાસ્પદ કેસવડોદરાના દર્દીઓ કોરોનાને હંફાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં ત્રણ-ત્રણ દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી સાજા થતાં પોતાના ઘરે પરત ફર્યા છે. જોકે યોગાનુયોગ આ ત્રણેય મહિલાઓ છે અને એક જ પરિવારના સભ્યો છે. ગઇ કાલે શુક્રવારે સાંજે સારંગીબેન શૈલેન્દ્રભાઇ દેસાઇને કોરોનામુક્ત થતાં ઘરે જવાની મંજૂરી અપાઇ હતી. ત્યારબાદ શનિવારે સવારે 10.00 વાગે ભૂમિકાબેન દેસાઇને ઘરે મોકલવામાં આવ્યાં હતા. વોર્ડમાં ભૂમિકાબેન નજીક જ સારવાર લેતા છેવટે સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 52 વર્ષીય નિલિમાબહેન દેસાઇને પણ મોડી સાંજે એસએસજીના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી હતી. તેમને 21મી માર્ચે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને 22મીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ નિર્ધારિત ગાઇડલાઇન મુજબ તેમની સઘન તબીબી સારવાર કરવામાં આવી હતી. રજા આપતા પહેલા તકેદારીના ભાગરૂપે એમનો ફરીવાર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે પણ નેગેટિવ આવતા તેમને વધારાની સાવચેતી રૂપે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. તેમણે સારંગી દેસાઇ અને ભૂમિકા દેસાઇ સાથે વાત કરી હતી અને સંપૂર્ણ તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો.

લોકડાઉનને લીધે કોરોના અટક્યો
ભૂમિકાબેને જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક દિવસથી સયાજી હોસ્પિટલમાં આવતા નવા કેસો અટક્યા છે તે લોકડાઉનનો અસરકારક અમલ છે. લોક ડાઉનને લીધે રોગ ફેલાતો અટક્યો છે. ત્યારે લોકોએ તેનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી રાખવી જોઇએ. મારો અનુભવ છે કે, કોરોના પોઝિટિવથી ડરો નહીં અને મજબૂત મન અને શરીરની શક્તિથી રોગનો સામનો કરો એટલું નહીં સારવાર કરનારા તબીબોમાં વિશ્વાસ રાખો. જિલ્લા કલેક્ટરે તેમને હાલમાં સંપૂર્ણ તકેદારી અને સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો અને એમના (દેસાઇ) પરિવારમાં ઘટેલી દુ:ખદ ઘટના માટે દીલસોજી વ્યક્ત કરીને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ અગાઉ કોરોના પોઝિટિવ ચિરાગ પંડિત નેગેટિવ જાહેર થતાં ઘરે જવાની રજા અપાઇ હતી.

SSGમાં 4 અને ગોત્રી હોસ્પિટલમાં 3 શંકાસ્પદોને દાખલ કરાયા
કોરોનાનો ચેપ તમામ વયના લોકોમાં ફેલાઇ રહ્યો છે. શનિવારે ગોત્રીની કોરોના હોસ્પિટલ ખાતે ફતેપુરાની 4 વર્ષીય બાળકીને, ગોત્રીના 20 વર્ષના યુવાનને અને ગોરવાની 62 વર્ષીય વૃદ્ધાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરાયાં છે. એસએસજીમાં પ્રતાપનગરની 13 વર્ષની કિશોરીને અને મચ્છીપીઠના 54 વર્ષીય પુરુષને તથા હાલોલના 61 વર્ષીય વૃદ્ધને આઇસોલેશન વોર્ડમાં લવાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં ફતેપુરાના સાંઇબાબા ચેમ્બરમાં રહેતી બાળકીને ખાંસી-શરદી અને તાવના લક્ષણો જણાતા દાખલ કરાઈ છે. જ્યારે ગોરવાની એક સોસાયટીમાં રહેતા વ્રજબાલા શેઠ (ઉવ.62)ને કોરોના શંકાસ્પદ લક્ષણોને કારણે દાખલ કરાયા છે. ગોત્રીના વુડા મકાનમાં રહેતા ધર્મેશ સોલંકીને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો હોવાથી દાખલ કરાયો છે. આ ત્રણેય દર્દીના સ્વેબ લેબમાં મોકલાયાં છે. ગોત્રી હોસ્પિટલમાં શનિવારે 39 દર્દીઓનું અને એસએસજીમાં 54 દર્દીઓનું સ્ક્રિનિંગ કરાયું હતું. જે પૈકી 7ને શંકાસ્પદ લક્ષણો જણાતા હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા.

ગોત્રી-SSGમાં પાંચ દર્દીની સઘન સારવાર
શનિવારે વધુ એક કોરોના દર્દી નેગેટિવ જાહેર કરાયા બાદ ઘરે મોકલાતા શહેરમાં ગોત્રીમાં 2 કોરોના પોઝિટિવની સારવાર અને સયાજી હોસ્પિટલમાં 3ની સઘન સારવાર ચાલી રહી છે. જ્યારે શહેરમાં કુલ 157 રિપોર્ટસમાંથી 149 રિપોર્ટસ નેગેટિવ આવ્યાં છે. જ્યારે 9 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. હાલ પાંચ પોઝિટિવ દર્દીની બંને હોસ્પિટલોમાં સઘન સારવાર ચાલી રહી છે.

પોઝિટિવ દર્દીની સ્થિતિમાં ઝડપી સુધારો
એક તરફ કોરોના પોતાનો સકંજો કસી રહ્યો છે ત્યારે બીજી તરફ શહેરના બંને સરકારી દવાખાનામાં તબીબો અને નર્સિંગ સ્ટાફની સતત મહેનતના પગલે કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિમાં સુધારો પણ આવી રહ્યો છે. નવમાંથી 4 દર્દી સાજા થઇને પોતાના ઘરે હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો બીજી તરફ બીજા બે પોઝિટિવ દર્દીઓની સ્થિતિમાં પણ ઝડપથી સુધારો આવી રહ્યો છે.

તમામ દર્દીને 14 દિવસ માટે ક્વોરન્ટીન કર્યાં

વડોદરામાં સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં 3 દર્દીને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે અને 14 દિવસના હોમ ક્વોરન્ટીન પર રાખવામાં આવ્યા છે.વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે વડોદરામાં કોરોના વાઈરસના દર્દીઓ સાજા થાય તે માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સયાજી હોસ્પિટલનાં તબીબો અને નર્સો જોડાયા હતા. સયાજી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ સતત કોરોના વાઈરસના દર્દીઓની સારવારમાં લાગેલો છે.
વડોદરામાં 3 દર્દી કોરોના મુક્ત થયા
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલી વધુ એક મહિલા દર્દી સંપૂર્ણ સાજી થઇ જતા આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે 2 મહિલા અને 1 પુરુષ મળીને વડોદરામાં 3 દર્દી કોરોના મુક્ત થયા છે.
22 માર્ચે મહિલાનો કોરોનાનો રિપોર્ટપોઝિટિવ આવ્યોહતો
કલેક્ટર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, 29 વર્ષની ઉંમરની આ મહિલા દર્દી 21મી માર્ચના રોજ શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે દાખલ કરવામાં આવી હતી અને 22 માર્ચના રોજ તેમનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. આઇસોલેશન વોર્ડમાં તેમની નિર્ધારિત મેડિકલ ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવેલી સારવાર કારગર નીવડી છે. આ મહિલા સગર્ભા હોવાથી આકસ્મિક સંજોગોમાં કોઈ જરૂરિયાત ઉદભવે તે વાતને ધ્યાનમાં રાખીને તેમના વોર્ડની નજીક પ્રસૂતિની તમામ તબીબી સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ મહિલા સાથે 9 પોઝિટિવમાંથી 3 સંપૂર્ણ સાજા થયા છે. એકનું મૃત્યુ થયું છે અને 5 દર્દી સારવાર હેઠળ છે.
મહિલાને નિરીક્ષણ હેઠળ 14 દિવસ હોમ ક્વોરેન્ટીનમાં રખાશે
દવાખાનામાંથી રજા આપતાં પહેલા એમનો રિ-ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવતા તમામ નિર્ધારિત પ્રોટોકોલ અનુસરી એમને રજા આપવામાં આવી છે. હવે તેઓ નિરીક્ષણ હેઠળ 14 દિવસ હોમ ક્વોરેન્ટીનમાં રખાશે.
છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવ 9 કેસ સામે આવ્યા છે. જે પૈકી 3 દર્દીને કોરોના વાઈરસથી સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે બુધવારે 52 વર્ષીય એક દર્દીનું મોત થયું હતું અને હજુ 5 લોકો કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત ગોધરાના એક 78 વર્ષીય દર્દીનું શુક્રવારે કોરોના વાઈરસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
કોરોનાથી મૃત્યુ પામલા પુરૂષનીદીકરી-પુત્રવધુ સાજા થયા,પત્ની-પુત્ર સારવાર હેઠળ
કોરોના વાઈરસથી પીડિત વધુ એક મહિલા દર્દી ગુરૂવારે પૂર્ણતઃ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવ્યું કે, 27 વર્ષની ઉંમરના આ મહિલા દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા 21મી માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા નિયમાનુસાર સઘન સારવાર આપવામાં આવી હતી. જેને સફળતા મળતા તેઓ હવે કોરોના મુક્ત થયા છે. નિયમ અનુસાર કરવામાં આવેલા રિ-ટેસ્ટમાં પણ તેઓ નેગેટિવ જણાતા તકેદારીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી તેમને આજે રજા આપવામાં આવી છે.
14 દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ રખાશે
તકેદારી રૂપે તેમને હમણાં 14 દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ રખાશે. આ મહિલા બુધવારે કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર વડોદરાના શૈલેન્દ્ર દેસાઇની દીકરી છે. આજે સાજી થયેલી મહિલા તેમની પુત્રવધુ છે.હજીતેમના પત્ની અનેપુત્ર કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા છે. તેમની પત્નીના બંને રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

સંતરામપુરની બજારોમાં ભીડ થઇ જાય છે
સંતરામપુરમાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે 3 કલાકની છૂટ આપવામાં આવે છે, પરંતુ લોકો ખરીદી માટે બજારોમાં ભીડ કરે છે. કોરોના વાઈરસના સંક્રમણની શક્યતા હોવા છતાં લોકો શાકમાર્કેટ, કરિયાણાની દુકાનો અને બેંકોમાં લોકોના ટોળા ભેગા થઇ જાય છે. સરકારી તંત્ર દ્વારા લોકોને ભેગા ન થવાનું કહેવામાં આવ્યું હોવા છતાં સંતરામપુરની જનતા સમજવા તૈયાર નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કોરોના વાઈરસના દર્દીઓ સાજા થાય તે માટે પ્રાર્થના


સ્પેનથી આવેલા વડોદરાના કોરોનાથી મુક્ત થયેલા દર્દીને વિદાય આપતી વખતની તસવીર


સયાજી હોસ્પિટલ સ્થિત આઇસોલેશન વોર્ડ

Related posts

ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનો દાવો- નિકોટીનથી કોરોનાની સારવાર શક્ય, સ્મોકિંગ કરનાર લોકોની સરખામણીએ નોન સ્મોકર્સમાં સંક્રમણનું જોખમ વધારે

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

કોરોનાના 14 વર્ષના દર્દી સાથે ડોક્ટરના વેશમાં આવેલા માસ્કધારી શખ્સે બિભત્સ અડપલા કર્યા, માતાની ન્યાયની માંગ

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, રાજકોટ, ભાવનગરમાં ધોધમાર

Amreli Live

કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

રાજકોટ માટે રાહતના સમાચાર, આજે લેવાયેલા 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 આવવાના બાકી

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

Amreli Live

ભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6 મહિનાથી બંધ વૈષ્ણોદેવી મંદિરના દર્શન શરૂ; કોરોનાને વધતો અટકાવવા દવા મળી

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

10.77 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37,407 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને પાર

Amreli Live