26.4 C
Amreli
06/08/2020
bhaskar-news

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યુંમુનીર આલમ, ઉંમર 40 વર્ષ. દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે અને પોતાની કારમાં બોર્ડ, કેટલીક ખુરશીઓ અને માર્કર લઈને સવારે 5ના ટકોરે શ્રીનગરના ઈદગાહ મેદાને પહોંચી જાય છે. ત્યારબાદ તેઓ મેદાનમાં ખુરશીઓ ગોઠવે છે અને તેના પર બોર્ડ રાખી દે છે. ત્યારબાદ ઓપન ગ્રાઉન્ડમાં ગણિતના ક્લાસ શરૂ થાય છે. મુનીરે NIT શ્રીનગરથી એન્જિનિઅરિંગ કરેલું છે તેઓ ગત વર્ષથી ધોરણ11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.

કોરોનાને લીધે દેશમાં લોકડાઉન લાગુ થયુ તો તમામ સ્કૂલ કોલેજો અને કોચિંગ ક્લાસ બંધ કરવામાં આવ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી પણ આ નિયમો લાગુ છે. જમ્મુ કાશ્મીરમાં 28 જૂન સુધી 6966 કોરોનાના કેસો સામે આવ્યા છે. તેમાંથી 93 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મુનીર આલમ ગત સપ્તાહથી શ્રીનગરના ઈદગાગમાં બાળકોને ભણાવી રહ્યા છે. તેથી કોરોનાકાળમાં ભણતર પર કોઈ અસર ન પડે. ફોટો- આબિદ ભટ્ટ

મુનીર જણાવે છે કે, છેલ્લા 3 મહિનાથી તેઓ ઘરમાં બેસીને અકળાઈ ચૂક્યા હતા. તેમને વિદ્યાર્થીઓના ભણતર અને ભવિષ્યની ચિંતા થતી હતી. તેઓ કહે છે કે, જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2008થી અત્યાર સુધી પત્થરબાજી અને કર્ફ્યુનો સમય હતો, પરંતુ તે સમયે એટલી મુશ્કેલ પરિસ્થિતનો સામનો કરવો પડતો ન હતો જેટલો આજે કરવો પડે છે.

મુનીર કહે છે કે, લોકડાઉન બાદ દેશભરમાં ઓનલાઈન ક્લાસ શરૂ થયા, પરંતુ કાશ્મીરમાં તો 2G ઈન્ટરનેટ ચાલે છે ઘણી વખત તેના પર પણ પાબંદી હોય છે. મે 1 મહિનો ઓનલાઈન ક્લાસ લીધા. મને તેમા સારું ન લાગ્યું અને વિદ્યાર્થીઓને પણ તેમાં ફાયદો ન મળ્યો. ઉપરથી તેઓ ઓનલાઈન ક્લાસમાં કન્ફ્યુઝ થઈ રહ્યા હતા. હું ઘણા દિવસોથી આ વિદ્યાર્થીઓ માટે કઈક કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો જેથી તેમનું ભવિષ્ય ખરાબ ન થાય.

મુનીરે NIT શ્રીનગરથી એન્જિનિઅરિંગ કરેલું છે, તેઓ 20 વર્ષથી બાળકોને ગણિત વિષય ભણાવી રહ્યા છે.ફોટો- આબિદ ભટ્ટ

મુનીર જણાવે છે કે, ગત મહિને ઓપન ક્લાસનો વિચાર આવ્યો હતો, પરંતુ તે પહેલા વિદ્યાર્થીઓને કોરોનો માટે જાગૃત કરી તેનાથી જોડાયેલા પ્રોટોકોલ્સ સમજાવવા જરૂરી હતા. તેથી ઘરની બહાર જવા પર કોઈ મુશ્કેલી ન આવે. તેથી ઘરની બહાર પહેલાં ગાર્ડનમાં 4થી 8 બાળકોથી શરૂઆત કરી. તેમને કોરોના વિશે માહિતી આપી અને મોટિવેશન આપ્યું. જ્યારે મને લાગ્યું કે હવે વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે ત્યારે મે ઓપન ક્લાસ શરૂ કર્યો.

મુનીરે પહેલાં 20 બાળકો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી ઓપન ક્લાસ શરૂ કર્યો. ત્યારબાદ બાળકોની સંખ્યા વધતી ગઈ. હવે મુનીર 40 બાળકોને ભણાવી રહ્યા છે. સવારે 5:30 વાગ્યે તેમનો ક્લાસ શરૂ થાય છે. વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રહે તે રીતે માસ્ક પહેરીને બેસે છે. સવારનો સમય એટલા માટે નક્કી કરવામાં આવ્યો કે બાળકોને તડકાથી કોઈ તકલીફ ન પડે. સવારે ટ્રાફિક પણ ઓછો હોય છે અને ભીડ પણ નથી હોતી.

મુનીરે 20 બાળકો સાથે ઓપન ક્લાસ શરૂ કર્યા, હાલ 40 બાળકો આવે છે. ફોટો- આબિદ ભટ્ટ

તેઓ કહે છે કે જે બાળકોએ ગત વર્ષે ફી ભરી દીધી છે, તેમની પાસેથી કોઈ એક્સ્ટ્રા ફી લેતા નથી. સાથે જ નવા વિદ્યાર્થીઓ પાસે થી પણ પૈસા માગતા નથી. કારણ કે મને ખબર છે લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મે બાળકોના માતાપિતાને કહ્યું છે કે જ્યારે પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે ફી આપજો પરંતુ હાલ કોઈને મુશ્કેલી ભોગવવાની જરૂર નથી.

મુનીર કહે છે કે, અમે બાળપણથી જમ્મુ-કાશ્મીની પરિસ્થિતિ જોઈ છે. પથ્થરમારા અને કર્ફ્યુને લીધે વિદ્યાર્થીઓના ભણતરમાં ખલેલ પડતી હતી. જ્યારે હું 12મા ધોરણમાં હતો ત્યારે કારગિલને લીધે મારું એક સેમેસ્ટર વેડફાઈ ગયું હતું. તેથી મેં એન્જિનિઅરિંગ બાદ નોકરી માટે અપ્લાય ન કર્યું અને એજ્યુકેશન કરિયર પસંદ કર્યું. મુનીર તેમના એન્જિનિઅરિંગ પહેલાં જ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. કેટલાક વર્ષો સુધી તેમણે શ્રીનગરના ઈકબાલ મેમોરિયલ ઈન્સ્ટિટ્યૂટમા પણ ક્લાસ લીધા છે.

મુનીરની આ નવી પહેલની પ્રશંસા થઈ રહી છે, બાળકોના માતા-પિતા તેમને સપોર્ટ કરી રહ્યા છે. ફોટો-આબિદ ભટ્ટ

ઓગસ્ટ 2019થી અત્યાર સુધી 14-15 ક્લાસ થયા છે
મુનીર જણાવે છે, એક શિક્ષક તરીકે મને તકલીફ થાય છે જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વર્ગોમાં નથી થઈ શકતા. ગત વર્ષે ઓગસ્ટથી અત્યાર સુધી સમગ્ર શ્રીનગરમાં માત્ર 14-15 જ ક્લાસ થયા છે. આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ જ્યારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો તો એજ્યુકેશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ કોરોના આવી ગયો. છેલ્લા 10 મહિનાથી વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ નથી કરી શક્યા. સ્પર્ધાત્મક પરીક્ષાઓ નજીક છે, અને તેઓ ભણશે નહીં તો પરીક્ષામાં શું લખશે, તેઓ પાસ કેવી રીતે થશે.

એજ્યુકેશનને એસેન્શિયલ સર્વિસ બનાવવાની માગ
મુનીર જણાવે છે કે, લોકડાઉન દરમિયાન મેડિકલ સર્વિસિસ, હેલ્થ સર્વિસિસ, મીડિયા અને ખાવા-પીવાની વસ્તુઓ જેવી સર્વિસ ચાલુ જ હતી. પરંતુ એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું. તેઓ જણાવે છે કે, તમામ આઉટલેટ્સ ખોલવામાં આવ્યા પરંતુ તેમની ફેક્ટરી જ બંધ હતી. જો વિદ્યાર્થીઓ ભણશે નહીં તો તેઓ આગળ જઈને ડોક્ટર કે પત્રકાર કેવી રીતે બનશે. તેમણે કહ્યું કે,આપણે એજ્યુકેશનને પણ એસેન્શિયલ સર્વિસમાં સામેલ કરવી જોઈએ.

મુનીર દેશભરના શિક્ષકોને અપીલ કરવા માંગે છે કે વિદ્યાર્થીઓના હિતમાં તેઓ પણ પહેલ કરે. ફોટો-આબિદ ભટ્ટ

ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે બાળકો
મુનીર જણાવે છે કે, છેલ્લા ઘણા મહિનાથી વિદ્યાર્થી સ્કૂલ-કોલેજ જતાં નથી, અભ્યાસ બંધ છે. તેમની આઉટડોર એક્ટિવિટીઝ પણ બંધ છે. આવી સ્થિતિમાં ઘરે બેઠા બેઠા તેઓ કંટાળી ગયા છે, ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. જો આપણે આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ નહીં કરીએ તો તે કોરોનાથી પણ મોટી સમસ્યા સાબિત થશે.

મુનીર કહે છે કે આપણે શિક્ષણને આવશ્યક સેવામાં પણ સામેલ કરવી જોઈએ. ફોટો- આબિદ ભટ્ટ

મુનીર જણાવે છે કે, મારા કામની પ્રશંસા થઈ રહી છે. લોકલની સાથે સાથે બીજી જગ્યાના લોકો પણ મને એપ્રિશિએટ કરી રહ્યા છે. પરંતુ હું એકલો શું કરી શકું છું, કેટલા બાળકોને ભણાવી શકું છું. એટલા માટે હું એજ્યુકેશનિસ્ટને અપીલ કરવા માગુ છું કે તેઓ વિદ્યાર્થીઓ વિશે અને તેમના ભવિષ્ય વિશે વિચારે અને કેટલાક પગલા લઈને વર્ગો શરૂ કરે જેથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન આવે અને તેઓ ડિપ્રેશનનો ભોગ બનતા બચી શકે. -શ્રીનગરના મુનીર આલમે દિવ્ય ભાસ્કરના ઈન્દ્રભૂષણ મિશ્રા સાથે ફોન પર આ માહિતી શેર કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મુનીર આલમ દરરોજ સવારે 5 વાગ્યે શ્રીનગરના ઈદગાદ મેદાન પહોંચી જાય છે. 5:30 વાગ્યે ઓપન ગ્રાઉન્ડમાં તેમના ક્લાસ શરૂ થાય છે.

Related posts

પ્રથમવાર એક દિવસમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર, પરંતુ સારા સમાચાર એ છે કે 24 કલાકમાં રેકોર્ડ 37,125 દર્દી સાજા પણ થયા

Amreli Live

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ગામડાંઓમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, શહેરોમાં પણ અમલ કરવો જ પડશે: DGP શિવાનંદ ઝા

Amreli Live

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 72 દિવસ પછી લોકડાઉન હટતા ચીનના વુહાનમાં ઉત્સવનો માહોલ

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ્રાર્થના કરાઇ, સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિ.માંથી રજા અપાઇ

Amreli Live

8.73 લાખ કેસઃ UPની યુનિવર્સિટીમાં 4 ઓગસ્ટથી ઓનલાઈન ક્લાસિસ, 15 સપ્ટેમ્બર UG અને 31 ઓક્ટોબર સુધી PGમાં પ્રવેશ

Amreli Live

અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કેસઃ 4 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે, લોકડાઉન પૂરું થતા આંકડો 17 હજાર પહોંચી શકે છે

Amreli Live

કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા, અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા

Amreli Live

સુરતમાં HIV પીડિત યુવકે CISFના જવાનના હાથની આંગળીમાં બચકું ભરી લીધું

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 308 થયા, અમદાવાદમાં પહેલીવાર ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Amreli Live

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોત

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

Amreli Live

સાવરકુંડલામાં દોઢ ઇંચ, વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ, ગારીયાધારમાં કરા પડ્યા, કેરીના પાકને 10 ટકા નુકસાની

Amreli Live